Botadમાં મતદારયાદીમાં નવા મતદારોની મહત્તમ નોંધાણી થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજાયા

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન લાયકાત ધરાવતા મહત્તમ નવા મતદારોની નોંધણી થાય અને જે લોકો મતદારયાદીમાંની તેમની વિગતોમાં સુધારા-વધારા કરાવવા ઇચ્છે છે તેમને આ કાર્યક્રમ તથા આ માટે નક્કી કરવામાં આવેલા ખાસ ઝુંબેશના દિવસોની જાણકારી મળી રહે તે માટે ભારતના ચૂંટણી પંચની સુચનાઓ મુજબ SVEEP અંતર્ગત મતદાર જાગૃતિ અંગેની પ્રવૃતિઓ હાથ ધરવામા આવી છે.મતદાર કાર્યક્રમ SVEEP અંતર્ગત હાથ ધરવાની વિવિધ પ્રવૃતિઓ માટે SSR SVEEP Plan તૈયાર કરવામાં આવ્યા છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં SVEEP અંતર્ગત જુદી જુદી પ્રવૃતિઓ યોજાઈ રહી છે.બોટાદ જિલ્લામા નવા મતદારોની મહત્તમ નોંધણી થાય અને મતદારયાદીમા કરવાના નવા સુધારા-વધારા કરવા માટે લોકોને માર્ગદર્શન મળી રહે તે માટે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અને શહેરની વિવિધ શાળાઓમાં તા. 18 નવેમ્બરથી 23 નવેમ્બર સુધીના દિવસોમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, સાયકલ રેલી, શેરી નાટક જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં વિવિધ શાળાઓના બાળકો પોતાના પરિવારોને તેમજ ગ્રામજનોને જાગૃત કરી રહ્યા છે. વિજ્ઞાન મેળાનું આયોજન ગઢડા ઘટક 1/2 પા પા પગલી અંતર્ગત બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઢડા ઘટકના વિવિધ સેજાના આંગણવાડી કેન્દ્રનાં બાળકો અને આશા વર્કર બહેનો દ્વારા 3 થી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશા વર્કર બહેનો દ્વારા અને બાળકો દ્વારા પ્રયોગ બનાવીને લાવવામાં આવ્યા હતા અને પ્રોગ્રામ ઓફિસરની હાજરીમાં બાળકોને ખુબ સરસ પ્રયોગ કરીને બતાવવામાં આવ્યા હતા. ઉપરાંત પ્રોગ્રામ ઓફિસર દ્વારા બાળકોને અભિનંદન આપવામાં આવ્યા હતા. આશા વર્કર બહેનોને કામગીરી અને કૌશલ્ય વર્ધન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ બાળકોને આંગણવાડીના મેન્યુ મુજબનો બપોરનું ભોજન આપવામાં આવ્યું હતું સાથે સાથે મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. આમ, પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત નાના નાના ભૂલકાઓની ક્ષમતા વિકાસ માટેનાં આ કાર્યક્રમમાં ખૂબ સરસ કામગીરી કરવામાં આવી હતી.

Botadમાં મતદારયાદીમાં નવા મતદારોની મહત્તમ નોંધાણી થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન લાયકાત ધરાવતા મહત્તમ નવા મતદારોની નોંધણી થાય અને જે લોકો મતદારયાદીમાંની તેમની વિગતોમાં સુધારા-વધારા કરાવવા ઇચ્છે છે તેમને આ કાર્યક્રમ તથા આ માટે નક્કી કરવામાં આવેલા ખાસ ઝુંબેશના દિવસોની જાણકારી મળી રહે તે માટે ભારતના ચૂંટણી પંચની સુચનાઓ મુજબ SVEEP અંતર્ગત મતદાર જાગૃતિ અંગેની પ્રવૃતિઓ હાથ ધરવામા આવી છે.

મતદાર કાર્યક્રમ
SVEEP અંતર્ગત હાથ ધરવાની વિવિધ પ્રવૃતિઓ માટે SSR SVEEP Plan તૈયાર કરવામાં આવ્યા છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં SVEEP અંતર્ગત જુદી જુદી પ્રવૃતિઓ યોજાઈ રહી છે.બોટાદ જિલ્લામા નવા મતદારોની મહત્તમ નોંધણી થાય અને મતદારયાદીમા કરવાના નવા સુધારા-વધારા કરવા માટે લોકોને માર્ગદર્શન મળી રહે તે માટે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અને શહેરની વિવિધ શાળાઓમાં તા. 18 નવેમ્બરથી 23 નવેમ્બર સુધીના દિવસોમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, સાયકલ રેલી, શેરી નાટક જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં વિવિધ શાળાઓના બાળકો પોતાના પરિવારોને તેમજ ગ્રામજનોને જાગૃત કરી રહ્યા છે.



વિજ્ઞાન મેળાનું આયોજન
ગઢડા ઘટક 1/2 પા પા પગલી અંતર્ગત બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઢડા ઘટકના વિવિધ સેજાના આંગણવાડી કેન્દ્રનાં બાળકો અને આશા વર્કર બહેનો દ્વારા 3 થી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશા વર્કર બહેનો દ્વારા અને બાળકો દ્વારા પ્રયોગ બનાવીને લાવવામાં આવ્યા હતા અને પ્રોગ્રામ ઓફિસરની હાજરીમાં બાળકોને ખુબ સરસ પ્રયોગ કરીને બતાવવામાં આવ્યા હતા. ઉપરાંત પ્રોગ્રામ ઓફિસર દ્વારા બાળકોને અભિનંદન આપવામાં આવ્યા હતા. આશા વર્કર બહેનોને કામગીરી અને કૌશલ્ય વર્ધન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ બાળકોને આંગણવાડીના મેન્યુ મુજબનો બપોરનું ભોજન આપવામાં આવ્યું હતું સાથે સાથે મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. આમ, પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત નાના નાના ભૂલકાઓની ક્ષમતા વિકાસ માટેનાં આ કાર્યક્રમમાં ખૂબ સરસ કામગીરી કરવામાં આવી હતી.