Ahmedabadના સાબરમતીમાં મેગા સર્ચ ઓપરેશનથી પંથકમાં હડકંપ
અમદાવાદના સાબરમતીમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું. સર્ચ ઓપરેશનમાં ૪૨૮ જેટલા લોકોની તપાસ કરવામાં આવી. શહેરમાં પ્રદૂષણની જેમ વધતા દારુ, જુગાર અને ડ્રગ્સ જેવા ગેરકાયદે કામોને લઈને તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું.મેગા સર્ચ ઓપરેશનશહેરમાં ઝોન-2 ડીસીપી દ્વારા સાબરમતીના પોલીસ મથક વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન આરંભ કરાયો. મેગા સર્ચ ઓપરેશનમાં કાળીગામ,અચેર,છારાનગર,ધરમનગરમાં બ્રેથ એનાલાઈઝર,ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાથે ચેકિંગ હાથ ધરાયું. દારૂ, જુગાર, અસામાજિક તત્વોની ઉઠક બેઠક વાળી જગ્યાઓ પર સર્ચ કરાવામાં આવ્યું. ખાસ કરીને ગલીએ-ગલીએ ફૂટી નીકળેલા પાનના ગલ્લાઓ અને ચા ની કીટલીઓ પર ખાસ તપાસ કરાશે. કારણ કે મોટાભાગના ગુંડાતત્ત્વો પાન અથવા તો ચાના શોખીન હોય છે અને તેમના કાળા કામોનું ત્યાં બેસની આયોજન કરતા હોય છે. સર્ચ ઓપરેશનમાં દારુ,જુગાર, રમતા અસામાજિક તત્વો તેમજ ડ્રગ્સની હેરાફેરી કરનાર ગુંડાતત્ત્વો સંકજામાં આવશે. પોલીસના બાનમાં વિસ્તારસાબરમતી વિસ્તાર આજે પોલીસના બાનમાં જોવા મળ્યો. પોલીસે આજે હાથ ધરેલ સર્ચ ઓપરેશનમાં કાળીગામ, અચેર છારાનગર, ધરમનગર, ત્રાગડ વિસ્તારોમાં તાત્કાલિક ચેકિંગ હાથ ધર્યું. આ વિસ્તારમાં શંકાસ્પદ સ્થાનો ઉપરાંત જે મકાન ભાડા પેટે આપવામાં આવે છે ત્યાં પણ મકાન માલિકની સાથે મકાન ભાડુવાતોનું પણ ચેકિંગ કરાશે. શહેરમાં લુખાતત્ત્વો બેફામ બન્યા છે. તો અસમાજિક તત્ત્વોનો પણ આતંક વધ્યો છે. પોલીસમાં વધતી ફરિયાદોનો આંકડો બતાવે છે કે શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ વધી છે. છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરીનું પ્રમાણ વધ્યું છે તો લબરમુછિયા જેવા યુવાનો દારુની લતમાં જુગાર રમતા ઝડપાયા છે. પોલીસે અચાનક હાથ ધરેલ મેગા સર્ચ ઓપરેશનમાં શંકાસ્પદ વસ્તુઓ સહિત શંકાસ્પદ વ્યક્તિઓ પણ સંકજામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના સાબરમતીમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું. સર્ચ ઓપરેશનમાં ૪૨૮ જેટલા લોકોની તપાસ કરવામાં આવી. શહેરમાં પ્રદૂષણની જેમ વધતા દારુ, જુગાર અને ડ્રગ્સ જેવા ગેરકાયદે કામોને લઈને તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું.
મેગા સર્ચ ઓપરેશન
શહેરમાં ઝોન-2 ડીસીપી દ્વારા સાબરમતીના પોલીસ મથક વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન આરંભ કરાયો. મેગા સર્ચ ઓપરેશનમાં કાળીગામ,અચેર,છારાનગર,ધરમનગરમાં બ્રેથ એનાલાઈઝર,ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાથે ચેકિંગ હાથ ધરાયું. દારૂ, જુગાર, અસામાજિક તત્વોની ઉઠક બેઠક વાળી જગ્યાઓ પર સર્ચ કરાવામાં આવ્યું. ખાસ કરીને ગલીએ-ગલીએ ફૂટી નીકળેલા પાનના ગલ્લાઓ અને ચા ની કીટલીઓ પર ખાસ તપાસ કરાશે. કારણ કે મોટાભાગના ગુંડાતત્ત્વો પાન અથવા તો ચાના શોખીન હોય છે અને તેમના કાળા કામોનું ત્યાં બેસની આયોજન કરતા હોય છે. સર્ચ ઓપરેશનમાં દારુ,જુગાર, રમતા અસામાજિક તત્વો તેમજ ડ્રગ્સની હેરાફેરી કરનાર ગુંડાતત્ત્વો સંકજામાં આવશે.
પોલીસના બાનમાં વિસ્તાર
સાબરમતી વિસ્તાર આજે પોલીસના બાનમાં જોવા મળ્યો. પોલીસે આજે હાથ ધરેલ સર્ચ ઓપરેશનમાં કાળીગામ, અચેર છારાનગર, ધરમનગર, ત્રાગડ વિસ્તારોમાં તાત્કાલિક ચેકિંગ હાથ ધર્યું. આ વિસ્તારમાં શંકાસ્પદ સ્થાનો ઉપરાંત જે મકાન ભાડા પેટે આપવામાં આવે છે ત્યાં પણ મકાન માલિકની સાથે મકાન ભાડુવાતોનું પણ ચેકિંગ કરાશે. શહેરમાં લુખાતત્ત્વો બેફામ બન્યા છે. તો અસમાજિક તત્ત્વોનો પણ આતંક વધ્યો છે. પોલીસમાં વધતી ફરિયાદોનો આંકડો બતાવે છે કે શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ વધી છે. છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરીનું પ્રમાણ વધ્યું છે તો લબરમુછિયા જેવા યુવાનો દારુની લતમાં જુગાર રમતા ઝડપાયા છે. પોલીસે અચાનક હાથ ધરેલ મેગા સર્ચ ઓપરેશનમાં શંકાસ્પદ વસ્તુઓ સહિત શંકાસ્પદ વ્યક્તિઓ પણ સંકજામાં આવશે.