Ambaji: ત્રિશુલીયા ઘાટ પર એક સાથે ત્રણ ગાડીઓનો અકસ્માત, 28 યાત્રિકો ઘાયલ
અંબાજી ત્રિશુલીયા ઘાટ પર ફરી એક વખત લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ બસમાં 28 મુસાફર સવાર હતા. યાત્રિકો અંબાજી દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે ત્રિશુલીયા ઘાટ પર બસને અકસ્માત નડ્યો હતો. અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર એક લક્ઝરી બસનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર આજે એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં લક્ઝરી બસનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આ બસમાં 28 મુસાફરો સવાર હતા, જે અંબાજી દર્શન કરીને અંજાર પરત જઇ રહ્યા હતા. દુર્ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઘાયલોને દાંતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસની બ્રેક ફેલ થઈ હોવાને કારણે આ દુર્ઘટના બની. હાલ ઘાયલોની સંખ્યા વધવાની શક્યતા છે, પરંતુ અત્યાર સુધીમાં કોઇ ગંભીર જાનહાનિના સમાચાર નથી મળ્યા. ઘાયલોને દાંતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અંબાજી નજીક આવેલો આ ત્રિશુલીયા ઘાટ ભયજનક માર્ગ તરીકે ઓળખાય છે, જ્યાં આ પહેલા પણ અનેક અકસ્માતો ઘટી ચૂક્યા છે. આ જગ્યાએ અસામાન્ય રીતે સાવધાની જરૂરી છે, પરંતુ તે છતાં, આ માર્ગ પર અકસ્માતોની વારંવાર ઘટનાઓ સામે આવે છે. સ્થાનિકો અને મુસાફરો આ વિસ્તારમાં ગતિ નિયમો અને સાવચેત રહેવા અંગે વધારે માહિતગાર બનવા માટે સૂચના આપવામાં આવી છે. અહીં મુસાફરી કરતા પહેલા સાવધાની રાખવી ખુબ જ અનિવાર્ય છે. કારણ કે, આ ત્રિશુલિયા ઘાટ પર અનેક અકસ્માતો થયા છે અને ત્યા અનેક લોકોના મોત પણ થયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અંબાજી ત્રિશુલીયા ઘાટ પર ફરી એક વખત લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ બસમાં 28 મુસાફર સવાર હતા. યાત્રિકો અંબાજી દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે ત્રિશુલીયા ઘાટ પર બસને અકસ્માત નડ્યો હતો.
અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર એક લક્ઝરી બસનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર આજે એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં લક્ઝરી બસનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આ બસમાં 28 મુસાફરો સવાર હતા, જે અંબાજી દર્શન કરીને અંજાર પરત જઇ રહ્યા હતા. દુર્ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઘાયલોને દાંતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસની બ્રેક ફેલ થઈ હોવાને કારણે આ દુર્ઘટના બની. હાલ ઘાયલોની સંખ્યા વધવાની શક્યતા છે, પરંતુ અત્યાર સુધીમાં કોઇ ગંભીર જાનહાનિના સમાચાર નથી મળ્યા.
ઘાયલોને દાંતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
અંબાજી નજીક આવેલો આ ત્રિશુલીયા ઘાટ ભયજનક માર્ગ તરીકે ઓળખાય છે, જ્યાં આ પહેલા પણ અનેક અકસ્માતો ઘટી ચૂક્યા છે. આ જગ્યાએ અસામાન્ય રીતે સાવધાની જરૂરી છે, પરંતુ તે છતાં, આ માર્ગ પર અકસ્માતોની વારંવાર ઘટનાઓ સામે આવે છે. સ્થાનિકો અને મુસાફરો આ વિસ્તારમાં ગતિ નિયમો અને સાવચેત રહેવા અંગે વધારે માહિતગાર બનવા માટે સૂચના આપવામાં આવી છે. અહીં મુસાફરી કરતા પહેલા સાવધાની રાખવી ખુબ જ અનિવાર્ય છે. કારણ કે, આ ત્રિશુલિયા ઘાટ પર અનેક અકસ્માતો થયા છે અને ત્યા અનેક લોકોના મોત પણ થયા છે.