Patanમાં ખેતરો બેટમાં ફેરવાતા પાક ગયો નિષ્ફળ, ખેડૂતોની હાલત બની દયનીય

પાટણમાં ખેતરોમાં ભરાયા વરસાદી પાણી પાણી ભરાતા ખેડૂતનો પાક ગયો નિષ્ફળ પાક નિષ્ફળ જતા આખા વર્ષની મહેનત ગઈ પાણીમાં પાટણ જિલ્લો ખેતી તેમજ પશુપાલન પર નિર્ભર જિલ્લો છે ત્યારે ઓગસ્ટમા પડેલા સતત ભારે વરસાદને લઈ મોટા ભાગના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા અને જાણે સમુદ્ર હોય એ પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે.જેમાં ખાસ કરી પાટણ તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયેલ જોવા મળી રહ્યા છે જેને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. ખેડૂતની મહેનત પાણીમાં ગઈ પાટણના ખેડૂતોએ પેટે પાટા બાંધી મોંઘી ખેડ ખાતર બિયારણ લાવી 26.887 હજાર હેકટરમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું પણ ઓગસ્ટમા વરસેલા અનરાઘાર વરસાદ ભારે પડવાને કારણે વાવેતર કરેલ પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેને કારણે આ વિસ્તારમાં અતિવૃષ્ટિનું નિર્માણ થયું અને તમામ પાક પાણીમાં ગરકાવ થતા પાક નિષ્ફળ ગયો છે ત્યારે ભારે વરસાદે તાત પર પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે.પાટણ તાલુકાનો ઘરતી પુત્ર મેઘ રાજાની કાગ ડોળે રાહ જોઈ બેઠો હતો કારણકે જૂન જુલાઈ બાદ વરસાદ ખેંચાતા ઘરતી પુત્રો ચિંતાતુર જોવા મળી રહ્યો હતો. વરસાદે ફેરવી પથારી પરંતુ ઓગસ્ટના અંતમા પડેલા ભારે વરસાદને પગલે ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલ જોવા મળી રહ્યા છે ખેડૂતો દ્વારા વાવેતર કરેલા પાક બાજરી,જુવાર , કઠોળ , કપાસ , તેમજ પશુઓ માટે નો ઘાસચારો સહિત પાક પાણીમાં ડૂબી જવા પામ્યા છે જેથી તમામ પાક કોવાઈ ગયો અને ખેડૂતોએ વિઘા દીઠ 15 થી 20 હજાર થી વધુ નો ખર્ચ કરેલ પાક પાણી માં ડૂબી ગયા છે અને તાતની આશાઓ પર પાણી ફરી વળ્યું છે જેમાં સૌથી વધુ પશુઓ માટેનો ઘાસચારો તેમજ કપાસનો પાક તૈયાર થવાની આરે હતો જે તમામ પાક મુળમાંથી કોવાઈ ગયો છે. જમીનમા ખેડૂતોએ કર્યું હતું વિવિઘ પાકોનું વાવેતર અન્ય પાક પાણીમાં પલડી જતા પાક મૂળમાંથી સુકાઈ જતા તમામ વાવેતર નિષ્ફ્ળ ગયો છે ત્યારે હવે ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી રહી છે કે સત્વરે આ વિસ્તાર ના ખેડૂતો ના ખેતરો નું સર્વે કરવામાં આવે અને પાક નુકસાનીનું વળતર ચૂકવામાં આવે તોજ ખેડૂત પગ ભર બની શકે ત્યારે હવે સરકાર દ્વારા આ વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં અતિવૃષ્ટિને લઈ પાક નુકસાનીનું સર્વે ક્યારે કરાવશે અને ક્યારે ખેડૂતો ને પોતાના પાક નુકસાન ની વળતર મળશે તે જોવાનું રહ્યું.- પાટણ તાલુકાના ખેડૂતોએ કરેલ વાવેતર પર એક નજર કરીએ - બાજરી - 521 હેકટર - અડદ - 1284 હેકટર - દિવેલા - 4950 હેકટર - કપાસ - 6654 હજાર હેકટર - ગુવાર - 519 હેકટર - ઘાસચારો - 10436 હજાર હેકટર - શાખભાજી - 519 હેકટર - તલ - 146 હેકટર - મગફળી - 491 હેકટર - કુલ - 26887 હજાર હેકટર.  

Patanમાં ખેતરો બેટમાં ફેરવાતા પાક ગયો નિષ્ફળ, ખેડૂતોની હાલત બની દયનીય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાટણમાં ખેતરોમાં ભરાયા વરસાદી પાણી
  • પાણી ભરાતા ખેડૂતનો પાક ગયો નિષ્ફળ
  • પાક નિષ્ફળ જતા આખા વર્ષની મહેનત ગઈ પાણીમાં

પાટણ જિલ્લો ખેતી તેમજ પશુપાલન પર નિર્ભર જિલ્લો છે ત્યારે ઓગસ્ટમા પડેલા સતત ભારે વરસાદને લઈ મોટા ભાગના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા અને જાણે સમુદ્ર હોય એ પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે.જેમાં ખાસ કરી પાટણ તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયેલ જોવા મળી રહ્યા છે જેને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે.

ખેડૂતની મહેનત પાણીમાં ગઈ

પાટણના ખેડૂતોએ પેટે પાટા બાંધી મોંઘી ખેડ ખાતર બિયારણ લાવી 26.887 હજાર હેકટરમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું પણ ઓગસ્ટમા વરસેલા અનરાઘાર વરસાદ ભારે પડવાને કારણે વાવેતર કરેલ પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેને કારણે આ વિસ્તારમાં અતિવૃષ્ટિનું નિર્માણ થયું અને તમામ પાક પાણીમાં ગરકાવ થતા પાક નિષ્ફળ ગયો છે ત્યારે ભારે વરસાદે તાત પર પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે.પાટણ તાલુકાનો ઘરતી પુત્ર મેઘ રાજાની કાગ ડોળે રાહ જોઈ બેઠો હતો કારણકે જૂન જુલાઈ બાદ વરસાદ ખેંચાતા ઘરતી પુત્રો ચિંતાતુર જોવા મળી રહ્યો હતો.


વરસાદે ફેરવી પથારી

પરંતુ ઓગસ્ટના અંતમા પડેલા ભારે વરસાદને પગલે ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલ જોવા મળી રહ્યા છે ખેડૂતો દ્વારા વાવેતર કરેલા પાક બાજરી,જુવાર , કઠોળ , કપાસ , તેમજ પશુઓ માટે નો ઘાસચારો સહિત પાક પાણીમાં ડૂબી જવા પામ્યા છે જેથી તમામ પાક કોવાઈ ગયો અને ખેડૂતોએ વિઘા દીઠ 15 થી 20 હજાર થી વધુ નો ખર્ચ કરેલ પાક પાણી માં ડૂબી ગયા છે અને તાતની આશાઓ પર પાણી ફરી વળ્યું છે જેમાં સૌથી વધુ પશુઓ માટેનો ઘાસચારો તેમજ કપાસનો પાક તૈયાર થવાની આરે હતો જે તમામ પાક મુળમાંથી કોવાઈ ગયો છે.


જમીનમા ખેડૂતોએ કર્યું હતું વિવિઘ પાકોનું વાવેતર

અન્ય પાક પાણીમાં પલડી જતા પાક મૂળમાંથી સુકાઈ જતા તમામ વાવેતર નિષ્ફ્ળ ગયો છે ત્યારે હવે ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી રહી છે કે સત્વરે આ વિસ્તાર ના ખેડૂતો ના ખેતરો નું સર્વે કરવામાં આવે અને પાક નુકસાનીનું વળતર ચૂકવામાં આવે તોજ ખેડૂત પગ ભર બની શકે ત્યારે હવે સરકાર દ્વારા આ વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં અતિવૃષ્ટિને લઈ પાક નુકસાનીનું સર્વે ક્યારે કરાવશે અને ક્યારે ખેડૂતો ને પોતાના પાક નુકસાન ની વળતર મળશે તે જોવાનું રહ્યું.- પાટણ તાલુકાના ખેડૂતોએ કરેલ વાવેતર પર એક નજર કરીએ - બાજરી - 521 હેકટર - અડદ - 1284 હેકટર - દિવેલા - 4950 હેકટર - કપાસ - 6654 હજાર હેકટર - ગુવાર - 519 હેકટર - ઘાસચારો - 10436 હજાર હેકટર - શાખભાજી - 519 હેકટર - તલ - 146 હેકટર - મગફળી - 491 હેકટર - કુલ - 26887 હજાર હેકટર.