Gir Somnath: તાલાલામાં સૂચિત ઈકોઝોનને રદ કરવા બેઠક, સાંસદ રાજેશ ચુડાસમા હાજર
ગીર સોમનાથના તાલાલામાં સૂચિત ઈકો ઝોનને રદ કરવા મુદ્દે આજે બેઠક યોજવામાં આવી છે. તાલાલા APMC ખાતે આ મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી, આ બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા પણ હાજર રહ્યા.અસરગ્રસ્ત ગામોના સરપંચો બેઠકમાં હાજર તાલાલા APMC ખાતે સૂચિત ઈકો ઝોન રદ્દ કરવા મહત્વપૂર્ણ બેઠક યોજી, જેમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત ગામોના સરપંચો હાજર રહ્યા, આ સાથે જ તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહ્યા. બેઠકમાં બંને જિલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્ર પીઠિયા પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા અને વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય બેઠકમાં મોટી સંખ્યામાં જવાબદાર આગેવાનો પણ હાજર રહ્યા. ઈકો ઝોન જાહેર કરાતા વન વિભાગ પોતાની જોહુકમી કરશે તેવી ખેડૂતોને ભીતિ ગીર સોમનાથના ગિરગઢડા ખાતે કોળી સમાજની વાડીમાં કેન્દ્ર સરકાર દ્વારા ગીર બોર્ડરને અડીને આવેલા 196 જેટલા ગામોમાં સૂચિત ઈકો ઝોન લગાવવામાં આવવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેની સામે ગીર પંથકમાં ખળભળાટ મચ્યો છે. ઈકોઝોન કાયદામાં કુટિર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ કે ગૃહ ઉદ્યોગ ચલાવી શકાશે નહીં. આ ઉપરાંત ખેડૂતોને એ પણ ભય છે કે 'ઈકોઝોન લાગતા ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બનશે! વીજળી સરખી નહીં મળે. 7/12ના દાખલામાં પણ ઈકો ઝોનનો થપ્પો લાગી જતા વન વિભાગ પોતાની જોહુકમી કરશે તેવી ભીતિ ખેડૂતોને લાગી રહી છે. ઘણા ખરા ગામમાં ઈકોઝોનનો અમલ કરવામાં આવ્યો નથી ગિરગઢડા ખાતે ઈકોઝોન વિરુદ્ધ ભારતીય કિસાન સંઘના નેજા તળે યોજાયેલા ખેડૂત સંમેલનમાં અગ્રણીઓએ ઈકોઝોન સંદર્ભે ખેડૂતોને અવગત કર્યા હતા. જણાવ્યું હતું કે આ ઈકોઝોન કાયદો હિટલર શાહી કાયદો છે. સૂચિત ઈકોઝોનમાં કુલ 389 ગામો હતા, તેમાંથી જે ગામોમાં રાજકીય માથાઓની જમીન આવેલી છે તેવા સાસણ, હરિપુર ભાલછેલ, માલણકા સહિતના અનેક ગામોને બાકાત કરવામાં આવ્યા છે. મોટા ફાર્મ હાઉસ વાળાને રાજકીય માથાઓને ફાયદા કરાવવા માટે ઘણા ખરા ગામોનો ઈકોઝોનનો અમલ કરવામાં આવ્યો નથી. વર્ષો પહેલા જંગલમાંથી નેસડા હટાવી માલધારીઓને જંગલ બહાર કાઢ્યા હતા માત્ર નાના ગામડાના ખેડૂતોને પરેશાન કરવા માટે અને વિશ્વ સમક્ષ મોટાભા થવા માટે આ કાળા કાયદા દ્વારા ખેડૂતોને દબાવવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવતો આ કાળો કાયદો ખેડૂતો માટે ફાંસીના ફંદા રૂપ બનવા જઈ રહ્યો છે. વર્ષો પહેલા જ્યારે જંગલમાંથી નેસડા હટાવી માલધારીઓને જંગલ બહાર કાઢ્યા, ત્યારે આજે તેઓની દયનિય પરિસ્થિતિ બની છે. આગળ જતા ઈકોઝોનને કારણે ગીર બોર્ડેરના મોટાભાગના ખેડૂતોની સ્થિતિ પણ આવી જ થશે. આવું જુદા જુદા વકતાઓએ જણાવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથના તાલાલામાં સૂચિત ઈકો ઝોનને રદ કરવા મુદ્દે આજે બેઠક યોજવામાં આવી છે. તાલાલા APMC ખાતે આ મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી, આ બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા પણ હાજર રહ્યા.
અસરગ્રસ્ત ગામોના સરપંચો બેઠકમાં હાજર
તાલાલા APMC ખાતે સૂચિત ઈકો ઝોન રદ્દ કરવા મહત્વપૂર્ણ બેઠક યોજી, જેમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત ગામોના સરપંચો હાજર રહ્યા, આ સાથે જ તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહ્યા. બેઠકમાં બંને જિલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્ર પીઠિયા પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા અને વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય બેઠકમાં મોટી સંખ્યામાં જવાબદાર આગેવાનો પણ હાજર રહ્યા.
ઈકો ઝોન જાહેર કરાતા વન વિભાગ પોતાની જોહુકમી કરશે તેવી ખેડૂતોને ભીતિ
ગીર સોમનાથના ગિરગઢડા ખાતે કોળી સમાજની વાડીમાં કેન્દ્ર સરકાર દ્વારા ગીર બોર્ડરને અડીને આવેલા 196 જેટલા ગામોમાં સૂચિત ઈકો ઝોન લગાવવામાં આવવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેની સામે ગીર પંથકમાં ખળભળાટ મચ્યો છે. ઈકોઝોન કાયદામાં કુટિર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ કે ગૃહ ઉદ્યોગ ચલાવી શકાશે નહીં. આ ઉપરાંત ખેડૂતોને એ પણ ભય છે કે 'ઈકોઝોન લાગતા ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બનશે! વીજળી સરખી નહીં મળે. 7/12ના દાખલામાં પણ ઈકો ઝોનનો થપ્પો લાગી જતા વન વિભાગ પોતાની જોહુકમી કરશે તેવી ભીતિ ખેડૂતોને લાગી રહી છે.
ઘણા ખરા ગામમાં ઈકોઝોનનો અમલ કરવામાં આવ્યો નથી
ગિરગઢડા ખાતે ઈકોઝોન વિરુદ્ધ ભારતીય કિસાન સંઘના નેજા તળે યોજાયેલા ખેડૂત સંમેલનમાં અગ્રણીઓએ ઈકોઝોન સંદર્ભે ખેડૂતોને અવગત કર્યા હતા. જણાવ્યું હતું કે આ ઈકોઝોન કાયદો હિટલર શાહી કાયદો છે. સૂચિત ઈકોઝોનમાં કુલ 389 ગામો હતા, તેમાંથી જે ગામોમાં રાજકીય માથાઓની જમીન આવેલી છે તેવા સાસણ, હરિપુર ભાલછેલ, માલણકા સહિતના અનેક ગામોને બાકાત કરવામાં આવ્યા છે. મોટા ફાર્મ હાઉસ વાળાને રાજકીય માથાઓને ફાયદા કરાવવા માટે ઘણા ખરા ગામોનો ઈકોઝોનનો અમલ કરવામાં આવ્યો નથી.
વર્ષો પહેલા જંગલમાંથી નેસડા હટાવી માલધારીઓને જંગલ બહાર કાઢ્યા હતા
માત્ર નાના ગામડાના ખેડૂતોને પરેશાન કરવા માટે અને વિશ્વ સમક્ષ મોટાભા થવા માટે આ કાળા કાયદા દ્વારા ખેડૂતોને દબાવવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવતો આ કાળો કાયદો ખેડૂતો માટે ફાંસીના ફંદા રૂપ બનવા જઈ રહ્યો છે. વર્ષો પહેલા જ્યારે જંગલમાંથી નેસડા હટાવી માલધારીઓને જંગલ બહાર કાઢ્યા, ત્યારે આજે તેઓની દયનિય પરિસ્થિતિ બની છે. આગળ જતા ઈકોઝોનને કારણે ગીર બોર્ડેરના મોટાભાગના ખેડૂતોની સ્થિતિ પણ આવી જ થશે. આવું જુદા જુદા વકતાઓએ જણાવ્યું હતું.