નવસારીમાં ગાજવીજ સાથે વરસાદ, આગામી છ દિવસ ગાજવીજ સાથે ભારેથી હળવા વરસાદની આગાહી
Gujarat Rain Updates : રાજ્યમાં ઑગસ્ટના પહેલા સપ્તાહથી હળવાથી મધ્યમ વરસાદી માહોલ વચ્ચે ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે રાજ્યમાં આગામી 25 ઑગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં 20-21 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઑગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમની સાથે ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જામનગર અને અમરેલીના ધારી તાલુકામાં 3-3 મિમી વરસાદ ખાબક્યો છે, ત્યારે નવસારી જિલ્લામાં વાતાવરણમાં ઉકળાટ પછી ગાજવીજ સાથે સારો એવો વરસાદ ખાબક્યો છે.છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જામનગર અને અમરેલીના ધારી તાલુકામાં 3-3 મિમી વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે (19 ઑગસ્ટ) સવારેના છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં 12 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારીના ખેરગામમાં 27 મિમી, ભાવનગરના તળાજામાં 26 મિમી, તાપીના વાલોડમાં 14 મિમી, વલસાડના કપરાડામાં 10 મિમી વરસાદ ખાબક્યો છે.નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, ખેરગામમાં 27 મિમી વરસાદ ખાબક્યોદક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં આજે (19 ઑગસ્ટ) રક્ષાબંધનના દિવસે મેઘરાજાએ ફરીથી એન્ટ્રી મારી છે, ત્યારે નવસારી શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં ઉકળાટ અને બફારા પછી બપોરે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં નવસારીના ખેરગામમાં 27 મિમી વરસાદ ખાબક્યો છે. નવસારી જિલ્લામાં જુલાઈ મહિનામાં ભારેથી અતિભારે વરસાદ પડવાથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. જ્યારે નવસારી જિલ્લામાં સીઝનનો મોટાભાગનો વરસાદ વરસી ચુક્યો છે.આ પણ વાંચો : મહેબૂબા મુફ્તીની પુત્રીનું પોલિટિકલ ડેબ્યૂ, કાશ્મીરની ચૂંટણીમાં પીડીપીએ જાહેર કરી 8 ઉમેદવારની પહેલી યાદી20 ઑગસ્ટની આગાહીરાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવાથી મધ્યમ વરસાદી માહોલ છે, ત્યારે આવતી કાલે (20 ઑગસ્ટ) રાજ્યના દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લાના ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 21 ઑગસ્ટની આગાહીઆ દિવસે રાજ્યના દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે અને વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લાના ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં CRPFના પેટ્રોલિંગ કરતા કાફલા પર આતંકવાદી હુમલો, એક જવાન શહીદ22 ઑગસ્ટની આગાહી22 ઑગસ્ટે રાજ્યના તાપી, નવસારી, ડાંગ, વલસાડ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લાના ઘણાં સ્થળોએ અને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 23-25 ઑગસ્ટની આગાહીરાજ્યમાં આગામી ત્રણ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ સારો રહેશે, ત્યારે 23થી 25 ઑગસ્ટ દરમિયાન રાજ્યના દક્ષિણ, મધ્ય, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત, કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ ખાબકી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Rain Updates : રાજ્યમાં ઑગસ્ટના પહેલા સપ્તાહથી હળવાથી મધ્યમ વરસાદી માહોલ વચ્ચે ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે રાજ્યમાં આગામી 25 ઑગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં 20-21 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઑગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમની સાથે ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જામનગર અને અમરેલીના ધારી તાલુકામાં 3-3 મિમી વરસાદ ખાબક્યો છે, ત્યારે નવસારી જિલ્લામાં વાતાવરણમાં ઉકળાટ પછી ગાજવીજ સાથે સારો એવો વરસાદ ખાબક્યો છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જામનગર અને અમરેલીના ધારી તાલુકામાં 3-3 મિમી વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે (19 ઑગસ્ટ) સવારેના છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં 12 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારીના ખેરગામમાં 27 મિમી, ભાવનગરના તળાજામાં 26 મિમી, તાપીના વાલોડમાં 14 મિમી, વલસાડના કપરાડામાં 10 મિમી વરસાદ ખાબક્યો છે.
નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, ખેરગામમાં 27 મિમી વરસાદ ખાબક્યો
દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં આજે (19 ઑગસ્ટ) રક્ષાબંધનના દિવસે મેઘરાજાએ ફરીથી એન્ટ્રી મારી છે, ત્યારે નવસારી શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં ઉકળાટ અને બફારા પછી બપોરે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં નવસારીના ખેરગામમાં 27 મિમી વરસાદ ખાબક્યો છે. નવસારી જિલ્લામાં જુલાઈ મહિનામાં ભારેથી અતિભારે વરસાદ પડવાથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. જ્યારે નવસારી જિલ્લામાં સીઝનનો મોટાભાગનો વરસાદ વરસી ચુક્યો છે.
આ પણ વાંચો : મહેબૂબા મુફ્તીની પુત્રીનું પોલિટિકલ ડેબ્યૂ, કાશ્મીરની ચૂંટણીમાં પીડીપીએ જાહેર કરી 8 ઉમેદવારની પહેલી યાદી
20 ઑગસ્ટની આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવાથી મધ્યમ વરસાદી માહોલ છે, ત્યારે આવતી કાલે (20 ઑગસ્ટ) રાજ્યના દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લાના ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
21 ઑગસ્ટની આગાહી
આ દિવસે રાજ્યના દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે અને વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લાના ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં CRPFના પેટ્રોલિંગ કરતા કાફલા પર આતંકવાદી હુમલો, એક જવાન શહીદ
22 ઑગસ્ટની આગાહી
22 ઑગસ્ટે રાજ્યના તાપી, નવસારી, ડાંગ, વલસાડ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લાના ઘણાં સ્થળોએ અને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
23-25 ઑગસ્ટની આગાહી
રાજ્યમાં આગામી ત્રણ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ સારો રહેશે, ત્યારે 23થી 25 ઑગસ્ટ દરમિયાન રાજ્યના દક્ષિણ, મધ્ય, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત, કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ ખાબકી શકે છે.