Vadodara ખેડાને જોડતો મહી બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરાયો
ડેસર અને ગળતેશ્વર તાલુકાની જોડતો વરસડા નજીક નો મહીસાગર નદી ઉપરનો બ્રિજ સુરક્ષા હેતુસર તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે ગત રાત્રે બંધ કરી દેવાયો હતો કારણકે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા અને પાનમ ડેમમાંથી મોડી રાત્રી દરમિયાન મહીસાગર નદીમાં 1 લાખ, 88 હજાર ક્યુસેક પાણી છોડવા માટેના પરિપત્રો જાહેર કરાયા હતા. તેના અનુસંધાને ડેસર મામલતદાર અને સેવાલિયા મામલતદાર દ્વારા બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો રાત્રે 12 વાગે મહીસાગરમાં પાણીના વહેણ વધી જવા પામ્યા હતા સવાર થતા જ વરસડા ગળતેશ્વર બ્રિજને લાગોલગ્ પાણી વહેતું હતું જ્યારે જ્યારે બ્રિજ બંધ કરાય છે ત્યારે ડેસર અને ગળતેશ્વર તાલુકાના તાલુકા વાસીઓને ખૂબ જ આપદા ભોગવવી પડતી હોય છે કારણકે માત્ર પાંચ કિલોમીટર જવા માટે 45 કીમી નો મસ મોટો ફેરો થતો હોય છેઆમ તો ચોમાસા ની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે છેલ્લે છેલ્લે મહીસાગર બે કાંઠે થતાં સ્થાનિકો અને તાલુકાવાસીઓ મોટી સંખ્યામાં મહીસાગરમાં પાણીના વહેણ ને નજરે નિહાળવા ઉમટી પડયા હતા. જ્યારે તંત્ર દ્વારા મહીસાગર નદી કિનારાના ગામોને સાવચેત કરાયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડેસર અને ગળતેશ્વર તાલુકાની જોડતો વરસડા નજીક નો મહીસાગર નદી ઉપરનો બ્રિજ સુરક્ષા હેતુસર તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે ગત રાત્રે બંધ કરી દેવાયો હતો કારણકે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા અને પાનમ ડેમમાંથી મોડી રાત્રી દરમિયાન મહીસાગર નદીમાં 1 લાખ, 88 હજાર ક્યુસેક પાણી છોડવા માટેના પરિપત્રો જાહેર કરાયા હતા. તેના અનુસંધાને ડેસર મામલતદાર અને સેવાલિયા મામલતદાર દ્વારા બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો રાત્રે 12 વાગે મહીસાગરમાં પાણીના વહેણ વધી જવા પામ્યા હતા સવાર થતા જ વરસડા ગળતેશ્વર બ્રિજને લાગોલગ્ પાણી વહેતું હતું જ્યારે જ્યારે બ્રિજ બંધ કરાય છે ત્યારે ડેસર અને ગળતેશ્વર તાલુકાના તાલુકા વાસીઓને ખૂબ જ આપદા ભોગવવી પડતી હોય છે કારણકે માત્ર પાંચ કિલોમીટર જવા માટે 45 કીમી નો મસ મોટો ફેરો થતો હોય છે
આમ તો ચોમાસા ની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે છેલ્લે છેલ્લે મહીસાગર બે કાંઠે થતાં સ્થાનિકો અને તાલુકાવાસીઓ મોટી સંખ્યામાં મહીસાગરમાં પાણીના વહેણ ને નજરે નિહાળવા ઉમટી પડયા હતા. જ્યારે તંત્ર દ્વારા મહીસાગર નદી કિનારાના ગામોને સાવચેત કરાયા હતા.