Ahmedabad: ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો

રાજ્યની વડી અદાલતમાં સ્વતંત્રતા દિનની ઉજવણી ધ્વજવંદન કાર્યક્રમમાં તમામ જજીસ, વકીલ હાજર નાગરિકોને સમાન હક મળે તેવા પ્રયત્ન: CJ અમદાવાદ હાઈકોર્ટમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે હાઇકોર્ટના પટાંગણમાં ધ્વજ લહેરાવ્યો હતો. ચીફ જસ્ટિસે ધ્વજવંદન કરી ગાંધીજીના શિલ્પને સુતરની આંટી પહેરાવી હતી. ગુજરાત હાઈકોર્ટમાં ઉજવણી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ધ્વજ લહેરાવ્યો હતો સાથે પોલીસે ધ્વજની સલામી ઝીલી હતી. પોલીસ બેન્ડ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું. હાઇકોર્ટના ન્યાયાધીશો, કર્મચારીઓ સહિત તેમનો પરિવાર આ પ્રસંગે કોર્ટ પ્રાંગણમાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ ન્યાયાધીશ દ્વારા મહાત્મા ગાંધીજીના શિલ્પને સુતરની આંટી પહેરાવવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશે સૌને સ્વાતંત્ર પર્વની શુભકામનાઓ આપી હતી. સવારે 10 કલાકે કોર્ટ પ્રાંગણમાં મુખ્ય ન્યાયમૂર્તિએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ સમયે એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ, સરકારી વકીલ, ન્યાયિક અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી આજે જ્યારે સમગ્ર દેશ સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ 78માં સ્વતંત્રતા દિવસની ધામધુમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. ગુજરાત હાઇકોર્ટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે હાઇકોર્ટના પટાંગણમાં ધ્વજ લહેરાવ્યો હતો. ત્યારે બીજી બાજુ અમદાવાદમાં મેયરે પણ ધ્વજવંદન કર્યું હતું. ધ્વજવંદન કાર્યક્રમ પહેલા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિવિધ સ્કૂલના બાળકો જોડાયા હતા. અમદાવાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ કમિશનર જી. એસ. મલિકે ધ્વજારોહણ કર્યું હતું. JCP, DCP, ACP, PI સહિતનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. અમદાવાદમાં વિન્ટેજ કાર સાથે યોજાઈ રેલી દેશભરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે. અમદાવાદમાં પણ 35 વિન્ટેજ કાર અને 18 મોટર સાયકલ સાથે રેલી નીકળી હતી. 1912ની ઇન્ડિયન અમેરિકન મોટરસાયકલ સૌથી જૂની છે. જયારે કારમાં વર્ષ 1920 ફોર્ડ મોડલ ટી સૌથી જૂનું મોડલ છે. હેરિટેજ કારનું કલેક્શન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Ahmedabad: ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યની વડી અદાલતમાં સ્વતંત્રતા દિનની ઉજવણી
  • ધ્વજવંદન કાર્યક્રમમાં તમામ જજીસ, વકીલ હાજર
  • નાગરિકોને સમાન હક મળે તેવા પ્રયત્ન: CJ

અમદાવાદ હાઈકોર્ટમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે હાઇકોર્ટના પટાંગણમાં ધ્વજ લહેરાવ્યો હતો. ચીફ જસ્ટિસે ધ્વજવંદન કરી ગાંધીજીના શિલ્પને સુતરની આંટી પહેરાવી હતી.

ગુજરાત હાઈકોર્ટમાં ઉજવણી

હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ધ્વજ લહેરાવ્યો હતો સાથે પોલીસે ધ્વજની સલામી ઝીલી હતી. પોલીસ બેન્ડ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું. હાઇકોર્ટના ન્યાયાધીશો, કર્મચારીઓ સહિત તેમનો પરિવાર આ પ્રસંગે કોર્ટ પ્રાંગણમાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ ન્યાયાધીશ દ્વારા મહાત્મા ગાંધીજીના શિલ્પને સુતરની આંટી પહેરાવવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશે સૌને સ્વાતંત્ર પર્વની શુભકામનાઓ આપી હતી. સવારે 10 કલાકે કોર્ટ પ્રાંગણમાં મુખ્ય ન્યાયમૂર્તિએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ સમયે એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ, સરકારી વકીલ, ન્યાયિક અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી

આજે જ્યારે સમગ્ર દેશ સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ 78માં સ્વતંત્રતા દિવસની ધામધુમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. ગુજરાત હાઇકોર્ટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે હાઇકોર્ટના પટાંગણમાં ધ્વજ લહેરાવ્યો હતો. ત્યારે બીજી બાજુ અમદાવાદમાં મેયરે પણ ધ્વજવંદન કર્યું હતું. ધ્વજવંદન કાર્યક્રમ પહેલા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિવિધ સ્કૂલના બાળકો જોડાયા હતા. અમદાવાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ કમિશનર જી. એસ. મલિકે ધ્વજારોહણ કર્યું હતું. JCP, DCP, ACP, PI સહિતનાં અધિકારીઓ હાજર રહ્યા હતા.

અમદાવાદમાં વિન્ટેજ કાર સાથે યોજાઈ રેલી

દેશભરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે. અમદાવાદમાં પણ 35 વિન્ટેજ કાર અને 18 મોટર સાયકલ સાથે રેલી નીકળી હતી. 1912ની ઇન્ડિયન અમેરિકન મોટરસાયકલ સૌથી જૂની છે. જયારે કારમાં વર્ષ 1920 ફોર્ડ મોડલ ટી સૌથી જૂનું મોડલ છે. હેરિટેજ કારનું કલેક્શન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.