Morbi: મહિલા પાસે બિભત્સ માંગણી કરતાં હત્યાનો અંજામ, 3 આરોપીની ધરપકડ

મોરબીના તીર્થક પેપર મિલમાં રહી મજૂરી કામ કરતા કેકડિયાભાઈ માવી નામના મજુરે સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયાની પત્ની મેરિબાઈ પાસે અભદ્ર માગણી કરી હતી જેની વાત મેરીબાઈએ પોતાનાં પતિ સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયાને કરી હતી જેથી કરીને કેકડિયા ભાઈને વાંકાનેરના અરણીટિંબામાં મોબાઈલ ફોન કરીને બોલાવ્યો હતો ત્યાં પતિ સુરેશભાઈ તેમજ પત્ની મેરિબાઈ સુરેશભાઈ અને સુરેશભાઈના સાળા મનાભાઇ લબરીયાભાઇ વસુનીયા સહિતના એક થઈ કેકડીયા ભાઈને પકડી રાખી ગળુ દબાવી પતાવી દીધો હતો. પતિ પત્ની અને સાળાએ મળીને ગળું દબાવી હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી હતી જોકે પકડાઈ જવાની બીકે આરોપીઓએ મૃતકની લાશ પોતાની જીજે 06 EC 3735 નંબરની કારમાં લાશ ધોળકા લઈ ગયા હતા અને ત્યાં મૃતક યુવકની લાશ અને તેનો મોબાઈલ નદીમાં ફેંકી દઈ ફરાર થઈ ગયા હતા.મૃતક કેકડીયાભાઈ ઘરે પરત ન ફરતાં પુત્ર નાનકાભાઈ કેકડીયાભાઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરી હતી જેના અનુસંધાને મોરબી તાલુકા પોલીસે તેની શોધખોળ કરાવી હતી.પોલીસ તપાસમાં મૃતકની લાશ ધોળકા ખાતેથી મળી હોવાની જાણ થતાં તપાસ કરી હતી અને તેની હત્યા વાંકાનેરના અરણીટિંબા ખાતે થઈ હોવાનું સામે આવતા મૃતકના પુત્રએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ સુરેશભાઈ ઉર્ફે સુરાભાઈ વેસતાભાઈ બારીયા તેની પત્ની મેરિબાઈ સુરેશભાઈ અને મનાભાઇ લબરીયાભાઇ વસુનીયા ધરપકડ કરી હતી.પોલીસે ત્રણેય આરોપીઓને ઘટનાં સ્થળે લઈ ગયા હતા અને ઘટનાનું રિકન્સટ્રકશન કરાવાયું હતું.મૃતક કેકડિયાભાઈ ઘરેથી તેનું બાઈક લઇ ઘરથી નીકળી ગયા હતા અને મોડે સુધી પરત ન આવતા પરિજનોએ ફોન પર કોલ કરતા ફોન બંધ હાલતમાં આવતા અંતે તાલુકા પોલીસ મથકમાં ગુમસુદા નોંધાવી હતી જેની તપાસ કરતા મૃતકના ફોન પર એક નંબર પરથી વારંવાર ફોન આવ્યો હોવાથી તે નંબરની તપાસ કરતા આં મોબાઈલ નંબર રાયચંદ જોરાવરભાઈ મેડાનું હોવાનું સામે આવતા પોલીસે તેની શોધખોળ કરી હતી તેના સુધી પહોંચતા આં મોબાઇલ નંબર તેનો મિત્ર સુરેશ વેસતાભાઈ વાપરતા હોવાનું સામે આવતા પોલીસે સુરેશ સુધી પહોંચતા સમગ્ર ભાંડો ફૂટયો હતો પોલીસે હત્યાનાં ગુનામાં સંડોવાયેલા પતિ પત્ની અને સાળાની ધરપકડ કરી છે.

Morbi: મહિલા પાસે બિભત્સ માંગણી કરતાં હત્યાનો અંજામ, 3 આરોપીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબીના તીર્થક પેપર મિલમાં રહી મજૂરી કામ કરતા કેકડિયાભાઈ માવી નામના મજુરે સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયાની પત્ની મેરિબાઈ પાસે અભદ્ર માગણી કરી હતી જેની વાત મેરીબાઈએ પોતાનાં પતિ સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયાને કરી હતી જેથી કરીને કેકડિયા ભાઈને વાંકાનેરના અરણીટિંબામાં મોબાઈલ ફોન કરીને બોલાવ્યો હતો ત્યાં પતિ સુરેશભાઈ તેમજ પત્ની મેરિબાઈ સુરેશભાઈ અને સુરેશભાઈના સાળા મનાભાઇ લબરીયાભાઇ વસુનીયા સહિતના એક થઈ કેકડીયા ભાઈને પકડી રાખી ગળુ દબાવી પતાવી દીધો હતો.

પતિ પત્ની અને સાળાએ મળીને ગળું દબાવી હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી હતી જોકે પકડાઈ જવાની બીકે આરોપીઓએ મૃતકની લાશ પોતાની જીજે 06 EC 3735 નંબરની કારમાં લાશ ધોળકા લઈ ગયા હતા અને ત્યાં મૃતક યુવકની લાશ અને તેનો મોબાઈલ નદીમાં ફેંકી દઈ ફરાર થઈ ગયા હતા.મૃતક કેકડીયાભાઈ ઘરે પરત ન ફરતાં પુત્ર નાનકાભાઈ કેકડીયાભાઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરી હતી જેના અનુસંધાને મોરબી તાલુકા પોલીસે તેની શોધખોળ કરાવી હતી.

પોલીસ તપાસમાં મૃતકની લાશ ધોળકા ખાતેથી મળી હોવાની જાણ થતાં તપાસ કરી હતી અને તેની હત્યા વાંકાનેરના અરણીટિંબા ખાતે થઈ હોવાનું સામે આવતા મૃતકના પુત્રએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ સુરેશભાઈ ઉર્ફે સુરાભાઈ વેસતાભાઈ બારીયા તેની પત્ની મેરિબાઈ સુરેશભાઈ અને મનાભાઇ લબરીયાભાઇ વસુનીયા ધરપકડ કરી હતી.પોલીસે ત્રણેય આરોપીઓને ઘટનાં સ્થળે લઈ ગયા હતા અને ઘટનાનું રિકન્સટ્રકશન કરાવાયું હતું.

મૃતક કેકડિયાભાઈ ઘરેથી તેનું બાઈક લઇ ઘરથી નીકળી ગયા હતા અને મોડે સુધી પરત ન આવતા પરિજનોએ ફોન પર કોલ કરતા ફોન બંધ હાલતમાં આવતા અંતે તાલુકા પોલીસ મથકમાં ગુમસુદા નોંધાવી હતી જેની તપાસ કરતા મૃતકના ફોન પર એક નંબર પરથી વારંવાર ફોન આવ્યો હોવાથી તે નંબરની તપાસ કરતા આં મોબાઈલ નંબર રાયચંદ જોરાવરભાઈ મેડાનું હોવાનું સામે આવતા પોલીસે તેની શોધખોળ કરી હતી તેના સુધી પહોંચતા આં મોબાઇલ નંબર તેનો મિત્ર સુરેશ વેસતાભાઈ વાપરતા હોવાનું સામે આવતા પોલીસે સુરેશ સુધી પહોંચતા સમગ્ર ભાંડો ફૂટયો હતો પોલીસે હત્યાનાં ગુનામાં સંડોવાયેલા પતિ પત્ની અને સાળાની ધરપકડ કરી છે.