Gujarat Weather : રાજયમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, વાંચો Story

રાજયના વાતાવરણને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે,આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે,અમદાવાદ મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી તો લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું છે.રાજકોટમાં મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી તો લઘુત્તમ તાપમાન 20.0 ડિગ્રી નોંધાયું છે.આગામી દીવસોમા હજુ બેવડી ઋતુનો અહેસાસ યથાવત રહેશે. રાજ્યમાં શિયાળામાં પણ ગરમીનો એહસાસ આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સામાન્ય રહેશે તેમજ રાજ્યના 15 જિલ્લાઓમાં તાપમાન 35 ડિગ્રી પાર નોંધાયું છે.ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. આ મિક્સ ઋતુના લીધે શરદી-તાવ જેવી બીમારીઓમાં પણ વધારો થયો છે. હવે ક્યારે પારો ગગડશે અને સંપૂર્ણ શિયાળાનો માહોલ જામશે તેની પણ લોકો રાહ જોઇ રહ્યા છે.ગુજરાતમાં આ વખતે શિયાળો થોડો મોડો છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં ઠંડીનો અનુભવ થવા લાગતો હોય છે પરંતુ આ વખતે હવામાન વિભાગ દ્વારા આ માસમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ કે સામાન્ય રહી શકે છે. જ્યારે મહત્તમ તાપમાન તે સામાન્ય કરતા નીચું કે સામાન્ય રહી શકે છે. જાણો ભારતમાં કયાં પડી શકે છે વરસાદ શુક્રવારે દક્ષિણ કેરળના ઘણા ભાગોમાં ભારે વરસાદ પછી, ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યના ત્રણ જિલ્લાઓ માટે 'ઓરેન્જ' ચેતવણી જારી કરી છે. IMDએ તિરુવનંતપુરમ, કોલ્લમ અને પથાનમથિટ્ટા જિલ્લાઓ માટે 'ઓરેન્જ' એલર્ટ જારી કર્યું છે.સાથે જ કેરળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ રાજ્યોમાં વરસાદની અસર દેશના બાકીના ભાગોમાં ઠંડીના રૂપમાં જોવા મળી શકે છે. ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં : અંબાલાલ પટેલ અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,23 નવેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે અને હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે તો માર્ચ સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે તો માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે તેવી પણ શકયતાઓ દેખાઈ રહી છે.ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી તો હાલ વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે.બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશન બનશે અને તેના કારણે ચક્રવાત આવવાની પણ શકયતાઓ દેખાઈ રહી છે.

Gujarat Weather : રાજયમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, વાંચો Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજયના વાતાવરણને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે,આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે,અમદાવાદ મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી તો લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું છે.રાજકોટમાં મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી તો લઘુત્તમ તાપમાન 20.0 ડિગ્રી નોંધાયું છે.આગામી દીવસોમા હજુ બેવડી ઋતુનો અહેસાસ યથાવત રહેશે.

રાજ્યમાં શિયાળામાં પણ ગરમીનો એહસાસ

આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સામાન્ય રહેશે તેમજ રાજ્યના 15 જિલ્લાઓમાં તાપમાન 35 ડિગ્રી પાર નોંધાયું છે.ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. આ મિક્સ ઋતુના લીધે શરદી-તાવ જેવી બીમારીઓમાં પણ વધારો થયો છે. હવે ક્યારે પારો ગગડશે અને સંપૂર્ણ શિયાળાનો માહોલ જામશે તેની પણ લોકો રાહ જોઇ રહ્યા છે.ગુજરાતમાં આ વખતે શિયાળો થોડો મોડો છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં ઠંડીનો અનુભવ થવા લાગતો હોય છે પરંતુ આ વખતે હવામાન વિભાગ દ્વારા આ માસમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ કે સામાન્ય રહી શકે છે. જ્યારે મહત્તમ તાપમાન તે સામાન્ય કરતા નીચું કે સામાન્ય રહી શકે છે.

જાણો ભારતમાં કયાં પડી શકે છે વરસાદ

શુક્રવારે દક્ષિણ કેરળના ઘણા ભાગોમાં ભારે વરસાદ પછી, ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યના ત્રણ જિલ્લાઓ માટે 'ઓરેન્જ' ચેતવણી જારી કરી છે. IMDએ તિરુવનંતપુરમ, કોલ્લમ અને પથાનમથિટ્ટા જિલ્લાઓ માટે 'ઓરેન્જ' એલર્ટ જારી કર્યું છે.સાથે જ કેરળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ રાજ્યોમાં વરસાદની અસર દેશના બાકીના ભાગોમાં ઠંડીના રૂપમાં જોવા મળી શકે છે.

ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,23 નવેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે અને હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે તો માર્ચ સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે તો માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે તેવી પણ શકયતાઓ દેખાઈ રહી છે.ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી તો હાલ વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે.બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશન બનશે અને તેના કારણે ચક્રવાત આવવાની પણ શકયતાઓ દેખાઈ રહી છે.