'શાંત-સલામત' ગુજરાતમાં દરરોજ છ મહિલાઓ બને છે દુષ્કર્મનો ભોગ, બે-બે વર્ષથી સુધી નથી પકડાતાં આરોપીઓ
ISix women are raped every day in calm and safe Gujarat : કોલકત્તામાં બળાત્કારની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ ફેલાયો છે. કેન્ડલ માર્ચ યોજીને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સલામતીને લઈને સવાલો ઉઠ્યાં છે ત્યારે શાંત-સલામત ગુજરાતમાં પણ મહિલાઓ સલામત રહી નથી. કડવી વાસ્તવિકતા એ છે કે, ગુજરાતમાં રોજ છે. મહિલાઓ બળાત્કારનો ભોગ બની રહી છે. દર વર્ષે ગુજરાતમાં અંદાજે બે હજાર બળાત્કારની ઘટનાઓ બને છે. 2018-2022 સુધી મહિલાઓ પર અત્યાચારના કુલ 23117 કેસો સલામત ગુજરાતમાં મહિલાઓ અડધી રાતે હરી ફરી શકે તે તેવી ગુલબાંગો મહિલાઓ જ અલામતી અનુભવી રહી છે. આ તરફ, ગુજરાતમાં મહિલાઓ પર થતાં અત્યાચારને લઈને સ્થિતી ચિંતાજનક રહી છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોને મતે, ગુજરાતમાં મહિલાઓની છેડતી, મારઝૂડ, હત્યા, બળાત્કાર ઉપરાંત ઘરેલુ હિંસાના કેસોમાં વધી રહ્યાં છે. દર વર્ષે મહિલા પર થતા અત્યાચારોને લઈને સાત- આઠ હજાર કેસો પોલીસ ચોપડે નોંધાઈ થઇ રહી છેકે, ગુજરાતમાં મહિલાઓ સલામત રહી નથી. નોંધનીય છેકે, વર્ષ 2018 થી માંડીને વર્ષ 2022 સુધી મહિલાઓ પર થતા અત્યાચારની કુલ મળીને 23117 કેસો નોંધાયા હતાં. ગુજરાતમાં બળાત્કારની ઘટનાવર્ષબળાત્કારની ઘટનાનો આંકડો2020-21 20762021-2222392022-232209કુલ6524મહિલા અત્યારચારની ઘટનાઓવર્ષમહિલા અત્યાચારની ઘટના2020-2180242021-2273482022-237731કુલ23117ગુજરાતમાં વર્ષ 2020-21માં 2076, વર્ષ 2021-22માં 2239 અને વર્ષ 2022-23માં 2209 બળાત્કારની ઘટનાઓ નોંધાઈ હતી. આ ત્રણ વર્ષમાં કુલ મળીને 6524 બળાત્કારના કિસ્સા બન્યા હતાં. શાંત સલામત ગુજરાતમાં મહિને 175 બળાત્કારની ઘટનાઓ નોંધાઈ રહી છે. આ ઉપરાંત સામૂહિક બળાત્કારના કિસ્સાઓ પણ ગુજરાતમાં બની રહ્યા છે. છતાંય સલામત ગુજરાતના ગાણાં ગવાઈ રહ્યા છે. જેમકે, વર્ષ 2020-21માં ગુજરાતમાં સામૂહિક બળાત્કારના 27, વર્ષ 2021-22માં 32 અને વર્ષ 2022-23માં 36 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં મહિને બે સામૂહિક બળાત્કાર થાય છે. બળાત્કારના 194 આરોપી પકડવાના બાકીબળાત્કારની ઘટનાઓ તો વધી રહી છે પણ કાયદો વ્યવસ્થાની સ્થિતી સુધારવાની વાત તો બાજુએ રહી, આરોપીઓને પકડવામાં સદંતર નિષ્ફળ રહ્યુ છે. ખુદ ગૃહ રાજ્ય વિભાગે વિધાનસભામાં એ વાત કબૂલી બળાત્કારના 194 આરોપી પકડવાના બાકી છે. 67 આરોપી તો છ મહિનાથી ફરાર છે જયારે 63 આરોપી એક વર્ષથી, 64 આરોપી બે વર્ષથી પકડાતા નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
I |
Six women are raped every day in calm and safe Gujarat : કોલકત્તામાં બળાત્કારની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ ફેલાયો છે. કેન્ડલ માર્ચ યોજીને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સલામતીને લઈને સવાલો ઉઠ્યાં છે ત્યારે શાંત-સલામત ગુજરાતમાં પણ મહિલાઓ સલામત રહી નથી. કડવી વાસ્તવિકતા એ છે કે, ગુજરાતમાં રોજ છે. મહિલાઓ બળાત્કારનો ભોગ બની રહી છે. દર વર્ષે ગુજરાતમાં અંદાજે બે હજાર બળાત્કારની ઘટનાઓ બને છે.
2018-2022 સુધી મહિલાઓ પર અત્યાચારના કુલ 23117 કેસો
સલામત ગુજરાતમાં મહિલાઓ અડધી રાતે હરી ફરી શકે તે તેવી ગુલબાંગો મહિલાઓ જ અલામતી અનુભવી રહી છે. આ તરફ, ગુજરાતમાં મહિલાઓ પર થતાં અત્યાચારને લઈને સ્થિતી ચિંતાજનક રહી છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોને મતે, ગુજરાતમાં મહિલાઓની છેડતી, મારઝૂડ, હત્યા, બળાત્કાર ઉપરાંત ઘરેલુ હિંસાના કેસોમાં વધી રહ્યાં છે. દર વર્ષે મહિલા પર થતા અત્યાચારોને લઈને સાત- આઠ હજાર કેસો પોલીસ ચોપડે નોંધાઈ થઇ રહી છેકે, ગુજરાતમાં મહિલાઓ સલામત રહી નથી. નોંધનીય છેકે, વર્ષ 2018 થી માંડીને વર્ષ 2022 સુધી મહિલાઓ પર થતા અત્યાચારની કુલ મળીને 23117 કેસો નોંધાયા હતાં.
ગુજરાતમાં બળાત્કારની ઘટના
વર્ષ | બળાત્કારની ઘટનાનો આંકડો |
2020-21 | 2076 |
2021-22 | 2239 |
2022-23 | 2209 |
કુલ | 6524 |
મહિલા અત્યારચારની ઘટનાઓ
વર્ષ | મહિલા અત્યાચારની ઘટના |
2020-21 | 8024 |
2021-22 | 7348 |
2022-23 | 7731 |
કુલ | 23117 |
ગુજરાતમાં વર્ષ 2020-21માં 2076, વર્ષ 2021-22માં 2239 અને વર્ષ 2022-23માં 2209 બળાત્કારની ઘટનાઓ નોંધાઈ હતી. આ ત્રણ વર્ષમાં કુલ મળીને 6524 બળાત્કારના કિસ્સા બન્યા હતાં. શાંત સલામત ગુજરાતમાં મહિને 175 બળાત્કારની ઘટનાઓ નોંધાઈ રહી છે.
આ ઉપરાંત સામૂહિક બળાત્કારના કિસ્સાઓ પણ ગુજરાતમાં બની રહ્યા છે. છતાંય સલામત ગુજરાતના ગાણાં ગવાઈ રહ્યા છે. જેમકે, વર્ષ 2020-21માં ગુજરાતમાં સામૂહિક બળાત્કારના 27, વર્ષ 2021-22માં 32 અને વર્ષ 2022-23માં 36 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં મહિને બે સામૂહિક બળાત્કાર થાય છે.
બળાત્કારના 194 આરોપી પકડવાના બાકી
બળાત્કારની ઘટનાઓ તો વધી રહી છે પણ કાયદો વ્યવસ્થાની સ્થિતી સુધારવાની વાત તો બાજુએ રહી, આરોપીઓને પકડવામાં સદંતર નિષ્ફળ રહ્યુ છે. ખુદ ગૃહ રાજ્ય વિભાગે વિધાનસભામાં એ વાત કબૂલી બળાત્કારના 194 આરોપી પકડવાના બાકી છે. 67 આરોપી તો છ મહિનાથી ફરાર છે જયારે 63 આરોપી એક વર્ષથી, 64 આરોપી બે વર્ષથી પકડાતા નથી.