Sabarkantha: પોલો ફોરેસ્ટમાં રજાના દિવસોને લઈને સહેલાણીઓની ભારે ભીડ

પોલો ફોરેસ્ટમાં રજાના દિવસોને લઈને પ્રવાસીઓનો ભારે ધસારોવરસાદી માહોલ વચ્ચે ફોરેસ્ટમાં આહ્લાદક નજારો માણવા સહેલાણીઓની ભારે ભીડ નદી, ઝરણાં, કુદરતી નજારો જોવા સહેલાણીઓ ઉમટ્યા સાબરકાંઠાના વિજયનગરના પોલો ફોરેસ્ટમાં સહેલાણીઓની ભારે ભીડ જામી છે. આજે રવિવાર અને અન્ય ધાર્મિક તહેવારોની રજા હોવાના કારણે વિજયનગરના પોલો ફોરેસ્ટ ખાતે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. પોલોના જંગલમાં સહેલાણીઓની ભારે ભીડ, સ્થાનિકોમાં પણ ખુશીની લહેર વરસાદી માહોલ વચ્ચે પોલો ફોરેસ્ટમાં લોકો ફરવા આવતા હોય છે, ત્યારે આજે પોળોના જંગલમાં સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી છે. ત્યારે ત્રણ કિલોમીટર દૂર સુધી વાહનો મૂકીને સહેલાણીઓ ચાલતા જઈ રહ્યા છે. ત્યારે સ્થાનિકોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. કારણ કે સહેલાણીઓની સંખ્યામાં વધારો થતાં સ્થાનિક લોકોને રોજગારીમાં મોટો ફાયદો થાય છે અને તેમની રોજગારી વધે છે. ઉલ્લેખનીય છે કે પોળોના જંગલમાં નદી, ઝરણાં, પહાડો, કુદરતી નજારો અને ઐતિહાસિક મંદિરો જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવતા હોય છે અને વરસાદી માહોલમાં જંગલોમાં આહ્લાદક નજારો માણતા હોય છે. પાવાગઢમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, જોવા મળ્યા આહ્લાદક દ્રશ્યો બીજી તરફ પંચમહાલના પાવાગઢનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું છે અને તેના કારણે કુદરતી સૌંદર્ય ખીલતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી વરસાદના કારણે જંગલ વિસ્તારમાં ધોધ સક્રિય થયા છે અને આ નજારો જોવા માટે પ્રવાસીઓ વહેલી સવારથી જ પાવાગઢ પહોંચીને પોતાના મોબાઈલમાં સેલ્ફી લઈ રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે. પાવાગઢમાં વહેલી સવારથી ઝરમર વરસાદ અને ધુમ્મસ ભર્યુ વાતાવરણ પાવાગઢના પર્વતની ચારે તરફ કુદરતી ઝરણાઓ વહી રહ્યા છે, સાથે સાથે વાતાવરણમાં ભારે ઠંડક પણ પ્રસરી છે. વાદળો જાણે પહાડો સાથે વાતો કરતા જતા હોય તેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પાવાગઢમાં વહેલી સવારથી ઝરમર વરસાદ અને ધુમ્મસ ભર્યુ વાતાવરણ છવાયું છે, જેના કારણે પ્રવાસીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.

Sabarkantha: પોલો ફોરેસ્ટમાં રજાના દિવસોને લઈને સહેલાણીઓની ભારે ભીડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલો ફોરેસ્ટમાં રજાના દિવસોને લઈને પ્રવાસીઓનો ભારે ધસારો
  • વરસાદી માહોલ વચ્ચે ફોરેસ્ટમાં આહ્લાદક નજારો માણવા સહેલાણીઓની ભારે ભીડ
  • નદી, ઝરણાં, કુદરતી નજારો જોવા સહેલાણીઓ ઉમટ્યા

સાબરકાંઠાના વિજયનગરના પોલો ફોરેસ્ટમાં સહેલાણીઓની ભારે ભીડ જામી છે. આજે રવિવાર અને અન્ય ધાર્મિક તહેવારોની રજા હોવાના કારણે વિજયનગરના પોલો ફોરેસ્ટ ખાતે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે.

પોલોના જંગલમાં સહેલાણીઓની ભારે ભીડ, સ્થાનિકોમાં પણ ખુશીની લહેર

વરસાદી માહોલ વચ્ચે પોલો ફોરેસ્ટમાં લોકો ફરવા આવતા હોય છે, ત્યારે આજે પોળોના જંગલમાં સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી છે. ત્યારે ત્રણ કિલોમીટર દૂર સુધી વાહનો મૂકીને સહેલાણીઓ ચાલતા જઈ રહ્યા છે. ત્યારે સ્થાનિકોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. કારણ કે સહેલાણીઓની સંખ્યામાં વધારો થતાં સ્થાનિક લોકોને રોજગારીમાં મોટો ફાયદો થાય છે અને તેમની રોજગારી વધે છે. ઉલ્લેખનીય છે કે પોળોના જંગલમાં નદી, ઝરણાં, પહાડો, કુદરતી નજારો અને ઐતિહાસિક મંદિરો જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવતા હોય છે અને વરસાદી માહોલમાં જંગલોમાં આહ્લાદક નજારો માણતા હોય છે.

પાવાગઢમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, જોવા મળ્યા આહ્લાદક દ્રશ્યો

બીજી તરફ પંચમહાલના પાવાગઢનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું છે અને તેના કારણે કુદરતી સૌંદર્ય ખીલતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી વરસાદના કારણે જંગલ વિસ્તારમાં ધોધ સક્રિય થયા છે અને આ નજારો જોવા માટે પ્રવાસીઓ વહેલી સવારથી જ પાવાગઢ પહોંચીને પોતાના મોબાઈલમાં સેલ્ફી લઈ રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે.

પાવાગઢમાં વહેલી સવારથી ઝરમર વરસાદ અને ધુમ્મસ ભર્યુ વાતાવરણ

પાવાગઢના પર્વતની ચારે તરફ કુદરતી ઝરણાઓ વહી રહ્યા છે, સાથે સાથે વાતાવરણમાં ભારે ઠંડક પણ પ્રસરી છે. વાદળો જાણે પહાડો સાથે વાતો કરતા જતા હોય તેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પાવાગઢમાં વહેલી સવારથી ઝરમર વરસાદ અને ધુમ્મસ ભર્યુ વાતાવરણ છવાયું છે, જેના કારણે પ્રવાસીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.