શનિદેવની મૂર્તિ ખંડિત કરી અજાણ્યા શખ્સો દાનપેટી ચોરી નાસી છુટયા
ડાકોર-ઉમરેઠ રોડ પર શેઢી નદીના કિનારેઅસામાજિક તત્વો જિલ્લાની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોવાના આક્ષેપ, પોલીસે ગુનો નોંધ્યો ડાકોર: ડાકોર-ઉમરેઠ રોડ ઉપર શેઢી નદીના કિનારે આવેલા શનિદેવના મંદિરમાં બુધવારે રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ શનિદેવની મૂર્તિને ખંડિત કરી હતી અને દાનપેટી લઈને નાસી છુટયા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ નિરિક્ષણ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે મંદિરના વહીવટકર્તાએ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ડાકોર-ઉમરેઠ રોડ ઉપર આવેલા શનિદેવ મંદિરમાં બુધવારે રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થર કે હથિયાર વડે શનિદેવની મૂર્તિને ખંડિત કરી હતી અને દાનપેટી ચોરી કરી ગયા હતા. તેમજ ત્યાં આવેલા પીપળાના વૃક્ષને પણ કાપી નાખ્યું હતું. આ બનાવની જાણ થતાં મંદિરના પૂજારી પ્રિતેશભાઈ પાઠક દ્વારા ડાકોર પોલીસ અને મંદિરના વહીવટકર્તાઓને જાણ કરી હતી. જેથી ડાકોર પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને જાણ કરાતા તેઓ ડાકોર આવી સ્થળ નિરીક્ષણ કરી, જિલ્લાની તમામ સ્ક્વોડને તપાસનું કામ સોંપ્યું હતું. આ અંગે મંદિરના વહીવટકર્તા સુરેશકુમાર હિરાલાલ વ્યાસ (ઉં.વ.૭૩, રહે. કાપડ બજાર, ડાકોર)એ ડાકોર પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ ઘટનાની વાત વાયુવેગે પ્રસરતા હિન્દુ સંગઠનના કાર્યકરો સહિતના શ્રદ્ધાળુઓ ઘટનાસ્થળે ઉમટયા હતા. તેમજ ખેડા જિલ્લામાં હાલ મહુધા, કઠલાલ, વસોમાં સર્જાયેલા માહોલને જોતા ખેડા જિલ્લાની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવતો હોવાનો આક્ષેપ શ્રદ્ધાળુઓએ લગાવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડાકોર-ઉમરેઠ રોડ પર શેઢી નદીના કિનારે
અસામાજિક તત્વો જિલ્લાની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોવાના આક્ષેપ, પોલીસે ગુનો નોંધ્યો
ડાકોર: ડાકોર-ઉમરેઠ રોડ ઉપર શેઢી નદીના કિનારે આવેલા શનિદેવના મંદિરમાં બુધવારે રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ શનિદેવની મૂર્તિને ખંડિત કરી હતી અને દાનપેટી લઈને નાસી છુટયા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ નિરિક્ષણ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે મંદિરના વહીવટકર્તાએ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ડાકોર-ઉમરેઠ રોડ ઉપર આવેલા શનિદેવ મંદિરમાં બુધવારે રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થર કે હથિયાર વડે શનિદેવની મૂર્તિને ખંડિત કરી હતી અને દાનપેટી ચોરી કરી ગયા હતા. તેમજ ત્યાં આવેલા પીપળાના વૃક્ષને પણ કાપી નાખ્યું હતું.
આ બનાવની જાણ થતાં મંદિરના પૂજારી પ્રિતેશભાઈ પાઠક દ્વારા ડાકોર પોલીસ અને મંદિરના વહીવટકર્તાઓને જાણ કરી હતી. જેથી ડાકોર પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને જાણ કરાતા તેઓ ડાકોર આવી સ્થળ નિરીક્ષણ કરી, જિલ્લાની તમામ સ્ક્વોડને તપાસનું કામ સોંપ્યું હતું.
આ અંગે મંદિરના વહીવટકર્તા સુરેશકુમાર હિરાલાલ વ્યાસ (ઉં.વ.૭૩, રહે. કાપડ બજાર, ડાકોર)એ ડાકોર પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જોકે, આ ઘટનાની વાત વાયુવેગે પ્રસરતા હિન્દુ સંગઠનના કાર્યકરો સહિતના શ્રદ્ધાળુઓ ઘટનાસ્થળે ઉમટયા હતા. તેમજ ખેડા જિલ્લામાં હાલ મહુધા, કઠલાલ, વસોમાં સર્જાયેલા માહોલને જોતા ખેડા જિલ્લાની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવતો હોવાનો આક્ષેપ શ્રદ્ધાળુઓએ લગાવ્યો હતો.