એસ.જી.હાઈવે ઉપર થલતેજ ચોકડીથી શાકમાર્કેટ સુધી ૩૬ મીટરસુધી રોડ પહોળો કરાશે
અમદાવાદ,ગુરુવાર,19 સપ્ટેમ્બર,2024ઉત્તર-પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં થલતેજ ચોકડીથી ગામ થઈ શાકમાર્કેટ સુધી ૩૬ મીટર સુધીનો રોડ પહોળો કરવા સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત મંજુર કરી છે.રોડ પહોળો કરવાના નિર્ણયથી રહેણાંક,કોમર્શિયલ અને અન્ય મળીને કુલ ૧૮૮ મિલકત કપાતમાં જશે.કપાતમાં જનારી મિલકતના ધારકોને નિયમ મુજબ ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટસ અપાશે.એસ.જી.હાઈવે થલતેજ ચોકડીથી થલતેજ ગામ થઈ શાકમાર્કેટ સુધીના હયાત રોડને ૩૬ મીટરનો પહોળો કરવા ઘણાં સમયથી વિવાદ ચાલ્યો આવતો હતો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ, હાલમાં હયાત રોડ ૧૨ મીટરનો છે.આ રોડ પહોળો કરવાના કારણે ૯૩ રહેણાંક ઉપરાંત ૭૫ તથા ખુલ્લી જગ્યામાં આવેલા ૧૭ એમ કુલ મળીને ૧૮૮ મિલકતમાં વત્તા-ઓછા અંશે કપાત આવશે. મ્યુનિ.તંત્ર તરફથી અગાઉ એરપોર્ટ તથા વસ્ત્રાપુર ખાતે રોડલાઈનનો અમલ કરવામા આવ્યો હતો.એ વખતે અસરકર્તાઓને નિતી મુજબ ટી.ડી.આર.આપવામાં આવ્યો હતો.એ મુજબ થલતેજમાં રોડ પહોળો કરવાની કામગીરીમાં જેમને પણ અસર થશે એમને ટી.ડી.આર.આપવામાં આવશે.મંછાની મસ્જિદ રોડલાઈનના અમલથી ૧૦૧ મિલકતને અસર થશે બાપુનગર વોર્ડમાં ઈન્દુલાલ યાજ્ઞિાક હોલથી મંછાની મસ્જિદ સુધી ૩૦.૫૦ મીટરનો રોડ પહોળો કરવા સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત મંજુર કરી છે. આ રોડ પહોળો થવાથી ૭૮ દુકાન, ૨ રેસીડન્સ-કમ કોમર્શિયલ, ૭ મકાન, ૩ એજયુકેશન ઈનસ્ટીટયુટ, ૭ સોસાયટી ગેટને વત્તા ઓછા અંશે અસર થશે.અસરકર્તાઓને ટી.ડી.આર.અપાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,ગુરુવાર,19 સપ્ટેમ્બર,2024
ઉત્તર-પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં થલતેજ ચોકડીથી ગામ થઈ શાકમાર્કેટ સુધી ૩૬ મીટર સુધીનો રોડ પહોળો કરવા સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત મંજુર કરી છે.રોડ પહોળો કરવાના નિર્ણયથી રહેણાંક,કોમર્શિયલ અને અન્ય મળીને કુલ ૧૮૮ મિલકત કપાતમાં જશે.કપાતમાં જનારી મિલકતના ધારકોને નિયમ મુજબ ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટસ અપાશે.
એસ.જી.હાઈવે થલતેજ ચોકડીથી થલતેજ ગામ થઈ શાકમાર્કેટ સુધીના હયાત રોડને ૩૬ મીટરનો પહોળો કરવા ઘણાં સમયથી વિવાદ ચાલ્યો આવતો હતો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ, હાલમાં હયાત રોડ ૧૨ મીટરનો છે.આ રોડ પહોળો કરવાના કારણે ૯૩ રહેણાંક ઉપરાંત ૭૫ તથા ખુલ્લી જગ્યામાં આવેલા ૧૭ એમ કુલ મળીને ૧૮૮ મિલકતમાં વત્તા-ઓછા અંશે કપાત આવશે. મ્યુનિ.તંત્ર તરફથી અગાઉ એરપોર્ટ તથા વસ્ત્રાપુર ખાતે રોડલાઈનનો અમલ કરવામા આવ્યો હતો.એ વખતે અસરકર્તાઓને નિતી મુજબ ટી.ડી.આર.આપવામાં આવ્યો હતો.એ મુજબ થલતેજમાં રોડ પહોળો કરવાની કામગીરીમાં જેમને પણ અસર થશે એમને ટી.ડી.આર.આપવામાં આવશે.
મંછાની મસ્જિદ રોડલાઈનના અમલથી ૧૦૧ મિલકતને અસર થશે
બાપુનગર વોર્ડમાં ઈન્દુલાલ યાજ્ઞિાક હોલથી મંછાની મસ્જિદ સુધી ૩૦.૫૦ મીટરનો રોડ પહોળો કરવા સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત મંજુર કરી છે. આ રોડ પહોળો થવાથી ૭૮ દુકાન, ૨ રેસીડન્સ-કમ કોમર્શિયલ, ૭ મકાન, ૩ એજયુકેશન ઈનસ્ટીટયુટ, ૭ સોસાયટી ગેટને વત્તા ઓછા અંશે અસર થશે.અસરકર્તાઓને ટી.ડી.આર.અપાશે.