Dahodમાં શાળાના કમ્પાઉન્ડમાંથી 6 વર્ષીય બાળકીનો મૃતદેહ મળતા પોલીસ થઈ દોડતી
દાહોદમાં સીંગવડમાં 6 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે.શાળાના કમ્પાઉન્ડમાંથી આ મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથધરી છે.શાળા છૂટયા બાદ મોડી રાત સુધી બાળકી ઘરે ના પહોંચતા શોધખોળ હાથ ધરાઈ હતી.પોલીસે આ ઘટનાને લઈ અરજી પણ લીધી હતી અને બાળકીની શોધખોળ શરૂ કરી હતી,ત્યારે શાળાના કમ્પાઉન્ડમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસની અલગ-અલગ ટીમ ઘટના સ્થળે દાહોદના સીંગવડાના તોરણી પ્રાથમિક શાળામાંથી બાળકીનો મૃતદેહ મળી આવતા એસપી તેમજ એલસીબી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી,સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથધરી છે,પોલીસે શાળાની આસપાસના સીસીટીવી પણ તપાસ્યા છે,દુષ્કર્મ થયા બાદ બાળકીની હત્યા થઈ હોવાની પોલીસને શંકા સેવાઈ રહી છે,પોલીસની એલસીબી તેમજ સ્થાનિક પોલીસની ટીમે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને શોધવાની કામગીરી હાથધરી છે. મૃતદેહના પીએમ રીપોર્ટ બાદ સત્ય સામે આવશે પોલીસે ઘટના સ્થળેથી બાળકીના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે.ત્યારે પીએમ રીપોર્ટ બાદ સાચુ કારણ સામે આવશે,બાળકીની હત્યા થઈ છે કે પછી બાળકીનું કુદરતી મોત છે તે તો પીએમ રીપોર્ટ બાદ જ સામે આવશે,પોલીસને શંકા છે તે શંકાના આધારે તપાસ તો હાથધરી છે પણ પીએમ રીપોર્ટ બાદ સત્ય સામે આવશે અને એ મુજબ અગાઉ અન્ય ગુનો પણ નોંધાઈ શકે છે.પોલીસે માતા-પિતાને બોલાવીને તેમના પણ નિવેદન લીધા છે અને પૂછપરછ કરી છે. પોલીસે શંકાસ્પદ આરોપીઓની પૂછપરછ શરૂ કરી સમગ્ર ઘટનાને લઈ પોલીસે શંકાસ્પદ આરોપીઓની પૂછપરછ કરી છે,જે લોકો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે તેવા આરોપીઓની પણ પૂછપરછ કરાઈ છે,બાળકીનો મૃતદેહ જે રીતે મળ્યો છે તેને લઈ પોલીસની શંકા પણ સાચી નિવડી શકે છે.ત્યારે અગામી સમયમાં કોણ આરોપી છે અને શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાહોદમાં સીંગવડમાં 6 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે.શાળાના કમ્પાઉન્ડમાંથી આ મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથધરી છે.શાળા છૂટયા બાદ મોડી રાત સુધી બાળકી ઘરે ના પહોંચતા શોધખોળ હાથ ધરાઈ હતી.પોલીસે આ ઘટનાને લઈ અરજી પણ લીધી હતી અને બાળકીની શોધખોળ શરૂ કરી હતી,ત્યારે શાળાના કમ્પાઉન્ડમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસની અલગ-અલગ ટીમ ઘટના સ્થળે
દાહોદના સીંગવડાના તોરણી પ્રાથમિક શાળામાંથી બાળકીનો મૃતદેહ મળી આવતા એસપી તેમજ એલસીબી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી,સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથધરી છે,પોલીસે શાળાની આસપાસના સીસીટીવી પણ તપાસ્યા છે,દુષ્કર્મ થયા બાદ બાળકીની હત્યા થઈ હોવાની પોલીસને શંકા સેવાઈ રહી છે,પોલીસની એલસીબી તેમજ સ્થાનિક પોલીસની ટીમે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને શોધવાની કામગીરી હાથધરી છે.
મૃતદેહના પીએમ રીપોર્ટ બાદ સત્ય સામે આવશે
પોલીસે ઘટના સ્થળેથી બાળકીના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે.ત્યારે પીએમ રીપોર્ટ બાદ સાચુ કારણ સામે આવશે,બાળકીની હત્યા થઈ છે કે પછી બાળકીનું કુદરતી મોત છે તે તો પીએમ રીપોર્ટ બાદ જ સામે આવશે,પોલીસને શંકા છે તે શંકાના આધારે તપાસ તો હાથધરી છે પણ પીએમ રીપોર્ટ બાદ સત્ય સામે આવશે અને એ મુજબ અગાઉ અન્ય ગુનો પણ નોંધાઈ શકે છે.પોલીસે માતા-પિતાને બોલાવીને તેમના પણ નિવેદન લીધા છે અને પૂછપરછ કરી છે.
પોલીસે શંકાસ્પદ આરોપીઓની પૂછપરછ શરૂ કરી
સમગ્ર ઘટનાને લઈ પોલીસે શંકાસ્પદ આરોપીઓની પૂછપરછ કરી છે,જે લોકો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે તેવા આરોપીઓની પણ પૂછપરછ કરાઈ છે,બાળકીનો મૃતદેહ જે રીતે મળ્યો છે તેને લઈ પોલીસની શંકા પણ સાચી નિવડી શકે છે.ત્યારે અગામી સમયમાં કોણ આરોપી છે અને શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.