Gandhinagar: પાટનગર યોજનાની લાપરવાહી; સે-1 તળાવમાં ગટરનું પાણી

સેક્ટર-1ના તળાવમાં વગર ચોમાસે પાણી ભરાયું છે. આ પાણી કોઈ વરસાદનું નહી પણ ગટરનું દુષિત પાણી છે. પાટનગર યોજના દ્વારા આ ગટરનું પાણી સેક્ટર-1માં ઠાલવવામાં આવ્યું હતું, આ વિસ્તારમાં રોગચાળો ફાટી ના નીકળે તેને લઈને કોર્પોરેશન દ્વારા ગટરના પાણીમાં આજે એલ્યુમિનીયમ ક્લોરાઈડ પાવડર પાણીમાં ઓગાળીને ઠાલવવામાં આવ્યો છે.જેથી ગટરની ગંદકી તળિયે બેસી જાય અને બેક્ટેરિયાનો પણ નાશ થઈ જાય. આવતીકાલે શુક્રવારે અહીં આરોગ્ય તંત્ર દ્વારા ફોગીંગ કરવામાં આવશે. સત્ય હકીકત એ છે કે, એનાથી કંઈક અંશે રાહત થશે. બાકી ગંદુ પાણી આપમેળે સૂકાશે તે પછી જ તળાવ ખાલી થઈ શકશે. ઘ-0 ઈન્ફોસિટી પાસે ગટરનો મેઈન હોલ બેસી જતાં તેને રિપેર કરવા માટે થઈને ગટરના પાણી ઉલેચવા પાટનગર યોજના વિભાગ દ્વારા ત્રણથી ચાર જેટલા પમ્પ મૂકવામાં આવ્યા હતા. તે પૈકી એક પંપ થકી ગટરનું પાણી આ સેક્ટર-1ના તળાવમાં ઠાલવવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. આૃર્યની વાત છે કે, આ પ્રકારની લાપરવાહી કર્યા પછી પણ પાટનગર યોજનાએ મૌન સેવ્યું છે. પોતે ગટરનું પાણી નથી નાંખ્યું તેમ કહી જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા. સે-1ના તળાવમાં ગટરનું ગંદુ દુર્ગંધ મારતું પાણી ભરાયેલું છે. જેને લઈ આ વિસ્તારનું વાતાવરણ ક્લુષિત થયું છે.આ વીવીઆઈપી સેક્ટર છે. જ્યાં આઈએએસ- આઈપીએસ અધિકારીઓથી લઈને મોટા રાજકીય નેતાઓ પણ રહે છે. છતાં પાટનગર યોજના દ્વારા આ હરકત કરવામાં આવી છે. તળાવમાં ગટરનું પાણી છોડયા પછી તેનો ઉકેલ લાવવાનો કોઈ પ્રયાસ નથી કર્યો. જેને લઈને આ વાત છેક મુખ્યમંત્રી સુધી પહોંચી છે. ગટરના પાણીથી રોગચાળો ફેલાવાની દહેશત ઉઠી છે. લોકોએ અહીં વોકીંગ કરવાનું બંધ કરી દીધું છે. અહીં ઉભા પણ રહી શકાય તેવી સ્થિતી નથી. તળાવ વિસ્તારમાં રહેતા લોકો માટે ખૂબ મુશ્કેલી ઉભી થઈ છે. દુરદુર સુધી ગટરની દુર્ગંધ છેલ્લા ઘણા સમયથી મારી રહી છે. પાટનગર યોજના વિભાગની આ બેદરકારીભરી હરકતથી ગાંધીનગર કોર્પોરેશનને દોડવાનો વારો આવ્યો છે. રોગચાળો ના ફેલાય તેને લઈને તાત્કાલિક અસરથી તળાવમાં એલ્યુમિનિયમ ક્લોરાઈડ પાવડર નાંખવામાં આવ્યો છે. જેનાથી ગટરના દુષિત પાણીના બેક્ટેરિયા નાશ પામશે. આ ઉપરાંત અહીં ફોગીંગ કરવાની પણ આરોગ્ય શાખાને મ્યુનિ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે. ઘ-0 પાસે જે મેનહોલ બેસી ગયો હતો તેમાં સેક્ટર-9, 10, 19, 20, 21, 22 ઉપરાંત ધોળાકુવા વિસ્તારનું ગટરનું પાણી ઘ-રોડ થઈ જાસપુર પહોંચે છે. પરંતુ મેનહોલના રિપેરીંગ માટે થઈને પમ્પીંગ થકી આ તમામ વિસ્તારના ગટરના પાણી સેક્ટર-1ના તળાવમાં ફરી વળ્યું છે. જેને લઈને સેક્ટર-1વાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે.

Gandhinagar: પાટનગર યોજનાની લાપરવાહી; સે-1 તળાવમાં ગટરનું પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સેક્ટર-1ના તળાવમાં વગર ચોમાસે પાણી ભરાયું છે. આ પાણી કોઈ વરસાદનું નહી પણ ગટરનું દુષિત પાણી છે. પાટનગર યોજના દ્વારા આ ગટરનું પાણી સેક્ટર-1માં ઠાલવવામાં આવ્યું હતું, આ વિસ્તારમાં રોગચાળો ફાટી ના નીકળે તેને લઈને કોર્પોરેશન દ્વારા ગટરના પાણીમાં આજે એલ્યુમિનીયમ ક્લોરાઈડ પાવડર પાણીમાં ઓગાળીને ઠાલવવામાં આવ્યો છે.

જેથી ગટરની ગંદકી તળિયે બેસી જાય અને બેક્ટેરિયાનો પણ નાશ થઈ જાય. આવતીકાલે શુક્રવારે અહીં આરોગ્ય તંત્ર દ્વારા ફોગીંગ કરવામાં આવશે. સત્ય હકીકત એ છે કે, એનાથી કંઈક અંશે રાહત થશે. બાકી ગંદુ પાણી આપમેળે સૂકાશે તે પછી જ તળાવ ખાલી થઈ શકશે.

ઘ-0 ઈન્ફોસિટી પાસે ગટરનો મેઈન હોલ બેસી જતાં તેને રિપેર કરવા માટે થઈને ગટરના પાણી ઉલેચવા પાટનગર યોજના વિભાગ દ્વારા ત્રણથી ચાર જેટલા પમ્પ મૂકવામાં આવ્યા હતા. તે પૈકી એક પંપ થકી ગટરનું પાણી આ સેક્ટર-1ના તળાવમાં ઠાલવવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. આૃર્યની વાત છે કે, આ પ્રકારની લાપરવાહી કર્યા પછી પણ પાટનગર યોજનાએ મૌન સેવ્યું છે. પોતે ગટરનું પાણી નથી નાંખ્યું તેમ કહી જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા. સે-1ના તળાવમાં ગટરનું ગંદુ દુર્ગંધ મારતું પાણી ભરાયેલું છે. જેને લઈ આ વિસ્તારનું વાતાવરણ ક્લુષિત થયું છે.આ વીવીઆઈપી સેક્ટર છે. જ્યાં આઈએએસ- આઈપીએસ અધિકારીઓથી લઈને મોટા રાજકીય નેતાઓ પણ રહે છે. છતાં પાટનગર યોજના દ્વારા આ હરકત કરવામાં આવી છે. તળાવમાં ગટરનું પાણી છોડયા પછી તેનો ઉકેલ લાવવાનો કોઈ પ્રયાસ નથી કર્યો. જેને લઈને આ વાત છેક મુખ્યમંત્રી સુધી પહોંચી છે. ગટરના પાણીથી રોગચાળો ફેલાવાની દહેશત ઉઠી છે. લોકોએ અહીં વોકીંગ કરવાનું બંધ કરી દીધું છે. અહીં ઉભા પણ રહી શકાય તેવી સ્થિતી નથી. તળાવ વિસ્તારમાં રહેતા લોકો માટે ખૂબ મુશ્કેલી ઉભી થઈ છે. દુરદુર સુધી ગટરની દુર્ગંધ છેલ્લા ઘણા સમયથી મારી રહી છે. પાટનગર યોજના વિભાગની આ બેદરકારીભરી હરકતથી ગાંધીનગર કોર્પોરેશનને દોડવાનો વારો આવ્યો છે. રોગચાળો ના ફેલાય તેને લઈને તાત્કાલિક અસરથી તળાવમાં એલ્યુમિનિયમ ક્લોરાઈડ પાવડર નાંખવામાં આવ્યો છે. જેનાથી ગટરના દુષિત પાણીના બેક્ટેરિયા નાશ પામશે. આ ઉપરાંત અહીં ફોગીંગ કરવાની પણ આરોગ્ય શાખાને મ્યુનિ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે. ઘ-0 પાસે જે મેનહોલ બેસી ગયો હતો તેમાં સેક્ટર-9, 10, 19, 20, 21, 22 ઉપરાંત ધોળાકુવા વિસ્તારનું ગટરનું પાણી ઘ-રોડ થઈ જાસપુર પહોંચે છે. પરંતુ મેનહોલના રિપેરીંગ માટે થઈને પમ્પીંગ થકી આ તમામ વિસ્તારના ગટરના પાણી સેક્ટર-1ના તળાવમાં ફરી વળ્યું છે. જેને લઈને સેક્ટર-1વાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે.