Bharuch: જંબુસરમાં પ્રિન્સિપાલ અને શિક્ષક વચ્ચે મારામારી, ટ્રસ્ટીઓએ કર્યા સસ્પેન્ડ!

ભરૂચના જંબુસરમાં પ્રિન્સિપાલ અને શિક્ષક વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. પ્રિન્સિપાલ અને શિક્ષક વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સમગ્ર ઘટનાને લઇ ટ્રસ્ટીઓએ આચાર્યને સસ્પેન્ડ કર્યાનું સામે આવ્યું છે.જંબુસરમાં પ્રિન્સિપાલ અને શિક્ષક વચ્ચે મારામારીમળતી માહિતી મુજબ, જંબુસરમાં આવેલ નવયુગ વિદ્યાલયમાં પ્રિન્સિપાલ અને શિક્ષક વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ થયો હતો. પ્રિન્સિપાલ હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા શિક્ષક રાજેન્દ્ર પરમારને મારમાર્યો હોવાનો વીડીયો વાયરલ થતા ટ્રસ્ટીઓ દ્વારા આચાર્યને સસ્પેન્ડ કર્યા હોવાથી સામે આવ્યુ છે.  શિક્ષક તેઓના વિષયમાં વ્યવસ્થિત અભ્યાસ કરાવતા ન હોવાની રજૂઆત આવતા જે વિષયને લઈને શિક્ષક અને પ્રિન્સિપાલ વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે.સોડપુર ગામે પણ શિક્ષક અને આચાર્ય વચ્ચે બબાલસોડપુર ગામે આવેલી પ્રાથમિક શાળામાં આજે શનિવારે શિક્ષક અને આચાર્ય વચ્ચે બબાલ થતાં મામલો બિચક્યો હતો અને બંને વચ્ચે મારામારી થઈ હતી અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. આચાર્ય અને શિક્ષકો એકબીજા સામે બાખડ્યા હોવાની ઘટનાએ ચર્ચા જગાવી છે. શાળાના આચાર્યએ શિક્ષકોને મોબાઈલ ફોન જમા કરાવવાનું કહેતા એકબીજા પર ઉશ્કેરાઈ જઈ આચાર્ય અને શિક્ષકો વિદ્યાર્થીઓ સામે જ ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.સમગ્ર મામલે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતી પોલીસ ફરિયાદ સામસામે નોંધાવવામાં આવી છે.જેને લઈ ચકલાસી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Bharuch: જંબુસરમાં પ્રિન્સિપાલ અને શિક્ષક વચ્ચે મારામારી, ટ્રસ્ટીઓએ કર્યા સસ્પેન્ડ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચના જંબુસરમાં પ્રિન્સિપાલ અને શિક્ષક વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. પ્રિન્સિપાલ અને શિક્ષક વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સમગ્ર ઘટનાને લઇ ટ્રસ્ટીઓએ આચાર્યને સસ્પેન્ડ કર્યાનું સામે આવ્યું છે.

જંબુસરમાં પ્રિન્સિપાલ અને શિક્ષક વચ્ચે મારામારી

મળતી માહિતી મુજબ, જંબુસરમાં આવેલ નવયુગ વિદ્યાલયમાં પ્રિન્સિપાલ અને શિક્ષક વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ થયો હતો. પ્રિન્સિપાલ હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા શિક્ષક રાજેન્દ્ર પરમારને મારમાર્યો હોવાનો વીડીયો વાયરલ થતા ટ્રસ્ટીઓ દ્વારા આચાર્યને સસ્પેન્ડ કર્યા હોવાથી સામે આવ્યુ છે.  શિક્ષક તેઓના વિષયમાં વ્યવસ્થિત અભ્યાસ કરાવતા ન હોવાની રજૂઆત આવતા જે વિષયને લઈને શિક્ષક અને પ્રિન્સિપાલ વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે.

સોડપુર ગામે પણ શિક્ષક અને આચાર્ય વચ્ચે બબાલ

સોડપુર ગામે આવેલી પ્રાથમિક શાળામાં આજે શનિવારે શિક્ષક અને આચાર્ય વચ્ચે બબાલ થતાં મામલો બિચક્યો હતો અને બંને વચ્ચે મારામારી થઈ હતી અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. આચાર્ય અને શિક્ષકો એકબીજા સામે બાખડ્યા હોવાની ઘટનાએ ચર્ચા જગાવી છે. શાળાના આચાર્યએ શિક્ષકોને મોબાઈલ ફોન જમા કરાવવાનું કહેતા એકબીજા પર ઉશ્કેરાઈ જઈ આચાર્ય અને શિક્ષકો વિદ્યાર્થીઓ સામે જ ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.સમગ્ર મામલે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતી પોલીસ ફરિયાદ સામસામે નોંધાવવામાં આવી છે.જેને લઈ ચકલાસી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.