Jamnagarમાં રંગમતી નદીના પટ્ટામાં અનેક ગેરકાયદેસર બાંધકામાં દૂર કરવામાં આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગરમાં ગેરકાયદે બાંધકામ ફરી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે જેમાં રંગમતી નદીના પટ્ટામાં ગેરકાયદે બાંધકામ હટાવાયા છે સાથે સાથે પાણીના વહેણને અવરોધરૂપ બાંધકામ દૂર કરાયા છે તેમજ અંદાજિત 8000થી વધુ ગેરકાયદે બાંધકામ હટાવાયા છે,વહેલી સવારથી આ દબાણો દૂર કરવામાં આવ્ચા છે જેમાં કોર્પોરેશનની અને પોલીસની ટીમ કામે લાગી ગઈ છે.પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે આ દબાણો દૂર કરવામાં આવ્યા છે.
15 હજાર ચોરસમીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી
જામનગરમાં રંગમતી નદીના પટ્ટામાં 15 હજાર ચોરસમીટરની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે અને 4 જેસીબી મશીન મદદથી દબાણો દૂર કરાયા છે.એસ્ટેટ શાખા, લાઈટ શાખા, પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં છે અને તેમની સામે જ દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે,અગાઉ તંત્રએ નોટીસ આપી હતી પરંતુ દબાણો ખાલી કરવામાં આવ્યા ન હતા પરંતું આજે તંત્રએ નોટીસના આધારે દબાણો દૂર કરી દીધા છે.અલગ-અલગ 10 દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા છે.
જામનગરમાં અગાઉ પણ દબાણો દૂર કરવામાં આવ્યા
દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.પીરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા.
What's Your Reaction?






