Surat: ડિંડોલીમાં મારામારી મુદ્દે અસમાજિકતત્ત્વો સામે પોલીસની કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના ડિંડોલીમાં અસમાજિક તત્ત્વો બેફામ બન્યા. યુવાનો વચ્ચે નજીવી બાબતે તકરાર થઈ અને મામલો વધુ વણસતા હાથાપાઈ પર ઉતરી આવ્યા. ચપ્પુ અને લાકડી લઈ માર મરાયો. અસમાજિક તત્ત્વોએ બબાલ મચાવતા પોલીસ બોલાવી પડી. પોલીસે કાર્યવાહી કરતાં તમામની અટકાયત કરી.
સામાન્ય બાબતે થયો વિખવાદ
ડિંડોલીમાં અંબિકા ટાઉનશિપમાં યુવાનો વચ્ચે સામાન્ય બાબતે બબાલ થઈ. યુવાનો વચ્ચે થયેલ બોલાચાલી ત્યાંથી ના અટકી અને એકબીજાને મારવા સુધી પંહોચી ગયા. અંબિકા ટાઉનશિપમાં રહેતા યુવાનો વચ્ચે કેબલ દોડતાં ઉદર જેવી નજીવી બાબતે બબાલ થઈ. ઉંદર જોતા આશિષ નામના યુવાને સવાલ કર્યો કે મારા ઘરે કેમ જુવે છે. બસ, આટલું કહેતાં જ બીજો યુવાન ભડકયો અને જેમતેમ બોલવા લાગ્યો. બંનેનો ઝગડો બહુ લાંબો ચાલ્યો જેના બાદ લોકોએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું. જો કે આ બબાલનો ખાર રાખી અન્ય યુવાનોએ સમાધાન કરવું છે તેમ કહી યુવાનને બોલાવ્યો અને તેના ચપ્પુ અને લાકડીથી હુમલો કર્યો. અચાનક હુમલો થતાં યુવાનને ઇજા પંહોચી.
પોલીસની કાર્યવાહી
યુવાનો વચ્ચે બોલાચાલી બાદ ચપ્પુ જેવા હથિયારથી મારામારી થતાં પોલીસ બોલાવી પડી. પોલીસે ઉત્પાત મચાવનારા તમામ લુખાતત્ત્વોની ધરપકડ કરી. અને તેના બાદ પોલીસે આરોપીઓને સ્થળ પર લઇ જઇ પંચનામું કર્યું. હજુ ગત સપ્તાહે અમદાવાદના ચાંદખેડામાં પીજીમાં રહેતા યુવાનોએ બબાલ કરી હતી. આ બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના બાદ પીજીની સમસ્યાનો મુદ્દો વધુ ઘેરો બન્યો હતો. દિનપ્રતિદિન વધતાં યુવાનોમાં આક્રોશનું વલણ વધ્યું છે. જેના કારણે સામાન્ય બાબત પણ વિખવાદ બાદ વિવાદ બને છે.
What's Your Reaction?






