Bayad: મોડાસા-નડિયાદ હાઇવે પર અકસ્માતો વધ્યા

મોડાસા-નડિયાદ હાઇવે પર ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલી બનતાં શરૂઆતના મહિનામાં રાહત રહી હતી. હાઇવે પર અકસ્માતોનું પ્રમાણ પણ ઘટી ગયું હતું. જાહેરનામાની મુદત વધુ એક માસ માટે લંબાવવામાં આવી છે.પરંતુ લોકોના જણાવ્યા પ્રમાણે ભારે વાહનોનો ટ્રાફિક ફરીથી બેરોકટોક શરૂ થઇ ગયો છે. આજે બપોરના સુમારે હાઇવે પર બાયડ નજીક ડેમાઇ પાસે એક આઇશર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદ્નસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. પરંતુ પરપ્રાંતિય ટ્રકચાલકો કલેક્ટરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરી દિવસના સમયે ઘુસી જઇ ધજાગરા ઉડાડી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

Bayad: મોડાસા-નડિયાદ હાઇવે પર અકસ્માતો વધ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોડાસા-નડિયાદ હાઇવે પર ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલી બનતાં શરૂઆતના મહિનામાં રાહત રહી હતી. હાઇવે પર અકસ્માતોનું પ્રમાણ પણ ઘટી ગયું હતું. જાહેરનામાની મુદત વધુ એક માસ માટે લંબાવવામાં આવી છે.

પરંતુ લોકોના જણાવ્યા પ્રમાણે ભારે વાહનોનો ટ્રાફિક ફરીથી બેરોકટોક શરૂ થઇ ગયો છે. આજે બપોરના સુમારે હાઇવે પર બાયડ નજીક ડેમાઇ પાસે એક આઇશર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદ્નસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. પરંતુ પરપ્રાંતિય ટ્રકચાલકો કલેક્ટરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરી દિવસના સમયે ઘુસી જઇ ધજાગરા ઉડાડી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.