Gandhinagar: સેક્ટર-28ના સરકારી આવાસમાં ચાલતા દારૂના વેપલાનો પર્દાફાશ
સેક્ટર-28ના સરકારી ક્વાટર્સમાંથી થતો દારૂનો વેપલો ઝડપાયો છે. એલસીબીએ બાતમીના આધારે રેડ પાડીને ઘરમાં તપાસ કરતાં વિદેશીદારૂની 101 બોટલ મળી આવી હતી.જેને પગલે પોલીસે 72,140ની કિંમતનો દારૂ જપ્ત કરીને આરોપી યુવક સામે ગુનો નોંધ્યો છે. ગાંધીનગર એલસીબી-1ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, સેક્ટર-28 મુકબધીર સ્કૂલની સામે આવેલા સરકારી મકાન નંબર-345/3માં રહેતો મદનસિંહ કુમ્પસિંહ સોલંકી દારૂનો વેપલો કરે છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં મદનસિંહ (38 વર્ષ) ઘરે મળી આવ્યો હતો. જેને સાથે રાખીને ઘરમાં તપાસ કરાતં રૂમમાં ટેબલ પાસે દારૂની પેટીઓ પડેલી મળી આવી હતી. જેની ગણતરી કરતાં 72,140ની કિંમતની દારૂની 101 બોટલ નીકળી હતી. દારૂ અંગે પૂછતા આરોપીએ કબૂલાત કરી હતી કે, પોતે મૂળ રાજસ્થાન જેસલમેરનો હોવાથી ત્યાંના ઠેકા ઉપરથી દારૂ લાવીને છૂટકમાં વેચાણ કરતો હતો. જેને પગલે સમગ્ર મુદ્દે એલસીબીએ દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપી સામે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સેક્ટર-28ના સરકારી ક્વાટર્સમાંથી થતો દારૂનો વેપલો ઝડપાયો છે. એલસીબીએ બાતમીના આધારે રેડ પાડીને ઘરમાં તપાસ કરતાં વિદેશીદારૂની 101 બોટલ મળી આવી હતી.
જેને પગલે પોલીસે 72,140ની કિંમતનો દારૂ જપ્ત કરીને આરોપી યુવક સામે ગુનો નોંધ્યો છે. ગાંધીનગર એલસીબી-1ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, સેક્ટર-28 મુકબધીર સ્કૂલની સામે આવેલા સરકારી મકાન નંબર-345/3માં રહેતો મદનસિંહ કુમ્પસિંહ સોલંકી દારૂનો વેપલો કરે છે.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં મદનસિંહ (38 વર્ષ) ઘરે મળી આવ્યો હતો. જેને સાથે રાખીને ઘરમાં તપાસ કરાતં રૂમમાં ટેબલ પાસે દારૂની પેટીઓ પડેલી મળી આવી હતી. જેની ગણતરી કરતાં 72,140ની કિંમતની દારૂની 101 બોટલ નીકળી હતી. દારૂ અંગે પૂછતા આરોપીએ કબૂલાત કરી હતી કે, પોતે મૂળ રાજસ્થાન જેસલમેરનો હોવાથી ત્યાંના ઠેકા ઉપરથી દારૂ લાવીને છૂટકમાં વેચાણ કરતો હતો. જેને પગલે સમગ્ર મુદ્દે એલસીબીએ દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપી સામે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.