Raksha Bandhan 2024 : ભાઈ-બહેનના પર્વ રક્ષાબંધનની દેશભરમાં ઉજવણી થઈ શરૂ

રક્ષાબંધનનો તહેવાર સદીઓથી ચાલ્યો આવે છે મહાભારતમાં પણ એનો ઉલ્લેખ છે દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને શ્રાવણ સુદ પૂનમના દિવસે જ રાખડી બાંધી હતી દેશભરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે,ભાઈ બહેનને રાખડી બાંધે છે અને તેની રક્ષા થાય એવી પ્રાર્થના કરે છે,આરતી ઉતારી ચાંલ્લો કરીને બહેન ભાઈને રાખડી બાંધે છે,હાલ એવો ક્રેઈઝ પણ ચાલી રહ્યો છે કે,નણંદ તેની ભાભીને પણ રાખડી બાંધે છે. રક્ષાબંધનનો દિવસ પુરાણ કાળથી ચાલ્યો આવે છેશ્રીમદ ભાગવતમાં કથા છે એ પ્રમાણે ભગવાન વિષ્ણુ જ્યારે બલિરાજા પાસે વરદાન માગીને એને રસાતલ નામના પાતાળમાં લઈ ગયા ત્યારે બલિએ વિષ્ણુને ઉપર જવા દીધા ન હતા. એ વખતે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધીને ભાઈ બનાવ્યા હતા અને વિષ્ણુને છોડાવ્યા હતા. બલિનો તહેવાર હોવાથી એનું નામ બળેવ પણ છે. ગામડાઓમાં તો આજે પણ આ તહેવારને બળેવ જ કહેવામાં આવે છે. આ રીતે રક્ષાબંધનનો દિવસ પુરાણ કાળથી ચાલ્યો આવે છે.અને શ્રીકૃષ્ણએ ચીરહરણ પ્રસંગે દ્રૌપદીની લાજ પણ રાખી હતી. કુંતા માતાએ અભિમન્યુની રક્ષા કરવા માટે એને પણ રાખડી બાંધી હતી. મહાભારતમાં આ બંને પ્રસંગ છે. સદીઓથી આ તહેવાર ચાલ્યો આવે છેશ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર હંમેશા શ્રવણ નક્ષત્રમાં હોય છે અને એટલા માટે મહિનાનું નામ પણ શ્રાવણ પડ્યું છે અને પૂર્ણિમાનું નામ પણ શ્રાવણી પૂર્ણિમા પડ્યું છે. શ્રવણ નક્ષત્રના માલિક ભગવાન વિષ્ણુ પોતે છે એટલે આ દિવસે સ્વયં ભગવાન વિષ્ણુની સુરક્ષા માગવામાં આવે છે !સમુદ્રનો અધિપતિ ચંદ્ર પોતે છે એટલે નાળિયેર અર્પણ કરીને સમુદ્રની પણ પૂજા આ દિવસે કરવામાં આવે છે.પરંતુ અફસોસ એ છે કે આજ કાલ આ તહેવારને મુહૂર્તના બંધનમાં બાંધી દેવામાં આવ્યો છે. રાખડી એ સુરક્ષાનું પ્રતિકઅરે ભાઈ આશીર્વાદ આપવા માટે અને કોઈની રક્ષા માટે રાખડી બાંધવા માટે કોઈ મુહૂર્ત કે ચોઘડિયું જોવામાં નથી આવતું. રાખડી એ સુરક્ષાનું પ્રતીક છે. એ કવચનું કામ કરે છે. બહેન ભાઈની સુરક્ષા માટે અને એની પ્રગતિ માટે લાગણીથી રાખડી બાંધીને શુભેચ્છા પાઠવે છે. રક્ષાસૂત્ર બાંધવામાં આવે એ ક્ષણ પવિત્ર જ હોય,જૂના જમાનામાં જ્યારે રાજપૂત રાજાઓ હતા ત્યારે પતિ જ્યારે યુદ્ધમાં લડવા જાય ત્યારે પત્ની એને તિલક કરીને રક્ષા બાંધતી હતી. એ વખતે એ એવી ભાવના કરતી હતી કે, જાઓ માના દૂધને સંગ્રામમાં દીપાવજો.જાઓ રણશૂરા હવે વિજયી બનીને આવજો.  

Raksha Bandhan 2024 : ભાઈ-બહેનના પર્વ રક્ષાબંધનની દેશભરમાં ઉજવણી થઈ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રક્ષાબંધનનો તહેવાર સદીઓથી ચાલ્યો આવે છે
  • મહાભારતમાં પણ એનો ઉલ્લેખ છે
  • દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને શ્રાવણ સુદ પૂનમના દિવસે જ રાખડી બાંધી હતી

દેશભરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે,ભાઈ બહેનને રાખડી બાંધે છે અને તેની રક્ષા થાય એવી પ્રાર્થના કરે છે,આરતી ઉતારી ચાંલ્લો કરીને બહેન ભાઈને રાખડી બાંધે છે,હાલ એવો ક્રેઈઝ પણ ચાલી રહ્યો છે કે,નણંદ તેની ભાભીને પણ રાખડી બાંધે છે.

રક્ષાબંધનનો દિવસ પુરાણ કાળથી ચાલ્યો આવે છે

શ્રીમદ ભાગવતમાં કથા છે એ પ્રમાણે ભગવાન વિષ્ણુ જ્યારે બલિરાજા પાસે વરદાન માગીને એને રસાતલ નામના પાતાળમાં લઈ ગયા ત્યારે બલિએ વિષ્ણુને ઉપર જવા દીધા ન હતા. એ વખતે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધીને ભાઈ બનાવ્યા હતા અને વિષ્ણુને છોડાવ્યા હતા. બલિનો તહેવાર હોવાથી એનું નામ બળેવ પણ છે. ગામડાઓમાં તો આજે પણ આ તહેવારને બળેવ જ કહેવામાં આવે છે. આ રીતે રક્ષાબંધનનો દિવસ પુરાણ કાળથી ચાલ્યો આવે છે.અને શ્રીકૃષ્ણએ ચીરહરણ પ્રસંગે દ્રૌપદીની લાજ પણ રાખી હતી. કુંતા માતાએ અભિમન્યુની રક્ષા કરવા માટે એને પણ રાખડી બાંધી હતી. મહાભારતમાં આ બંને પ્રસંગ છે.


સદીઓથી આ તહેવાર ચાલ્યો આવે છે

શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર હંમેશા શ્રવણ નક્ષત્રમાં હોય છે અને એટલા માટે મહિનાનું નામ પણ શ્રાવણ પડ્યું છે અને પૂર્ણિમાનું નામ પણ શ્રાવણી પૂર્ણિમા પડ્યું છે. શ્રવણ નક્ષત્રના માલિક ભગવાન વિષ્ણુ પોતે છે એટલે આ દિવસે સ્વયં ભગવાન વિષ્ણુની સુરક્ષા માગવામાં આવે છે !સમુદ્રનો અધિપતિ ચંદ્ર પોતે છે એટલે નાળિયેર અર્પણ કરીને સમુદ્રની પણ પૂજા આ દિવસે કરવામાં આવે છે.પરંતુ અફસોસ એ છે કે આજ કાલ આ તહેવારને મુહૂર્તના બંધનમાં બાંધી દેવામાં આવ્યો છે.

રાખડી એ સુરક્ષાનું પ્રતિક

અરે ભાઈ આશીર્વાદ આપવા માટે અને કોઈની રક્ષા માટે રાખડી બાંધવા માટે કોઈ મુહૂર્ત કે ચોઘડિયું જોવામાં નથી આવતું. રાખડી એ સુરક્ષાનું પ્રતીક છે. એ કવચનું કામ કરે છે. બહેન ભાઈની સુરક્ષા માટે અને એની પ્રગતિ માટે લાગણીથી રાખડી બાંધીને શુભેચ્છા પાઠવે છે. રક્ષાસૂત્ર બાંધવામાં આવે એ ક્ષણ પવિત્ર જ હોય,જૂના જમાનામાં જ્યારે રાજપૂત રાજાઓ હતા ત્યારે પતિ જ્યારે યુદ્ધમાં લડવા જાય ત્યારે પત્ની એને તિલક કરીને રક્ષા બાંધતી હતી. એ વખતે એ એવી ભાવના કરતી હતી કે, જાઓ માના દૂધને સંગ્રામમાં દીપાવજો.જાઓ રણશૂરા હવે વિજયી બનીને આવજો.