Bharuchના હાંસોટના આસરમા ગામમાં કિમ નદીના પાણી ફરી વળતા સર્જાઈ તારાજી
ભરૂચના હાંસોટમાં પૂર અસરગ્રસ્ત ગામોમાં વરસાદે તારાજી સર્જી છે.કિમ નદીના પાણી આસરમા ગામમાં ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.સાથે સાથે લોકોમાં ઘરમાં જ રહેવા માટે મજબૂર છે,ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. હાંસોટમાં પૂરની સ્થિતિ ભરૂચના હાંસોટમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે.કિમ નદીના પાણી ગામમાં ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે,ગામના અનેક રસ્તાઓ બંધ હાલતમાં છે અને ખેતરો પાણીથી જળબંબાકાર થઈ ગયા છે.એનડીઆરએફની ટીમ ગામમા નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થાનિકોનું રેસ્કયૂ કરી રહી છે,તેમજ ફાયરવિભાગ અને મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી છે,અગામી સમયમાં પૂરના પાણી ઓસરી તેને લઈ તંત્ર મગનું નામ મરી નથી પાડી રહ્યું. સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય બે સિસ્ટમ સક્રિય હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં સાયકલોનિક સર્ક્યુલેશન સાથે અન્ય બે વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે,જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થવાની આગાહી કરવામાં આવી છે.મધ્યપ્રદેશમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થશે,તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે.આજે દાહોદ,મહીસાગર અને અરવલ્લીમા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ રહી શકે છે ગુજરાતમાં હાલમાં વરસાદની ચાર સિસ્ટમની અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજસ્થાનના જેસલમેર અને ઉદયપુર પરથી એક મોન્સૂન ટ્રફ બંગાળની ખાડી સુધી લંબાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચના હાંસોટમાં પૂર અસરગ્રસ્ત ગામોમાં વરસાદે તારાજી સર્જી છે.કિમ નદીના પાણી આસરમા ગામમાં ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.સાથે સાથે લોકોમાં ઘરમાં જ રહેવા માટે મજબૂર છે,ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે.
હાંસોટમાં પૂરની સ્થિતિ
ભરૂચના હાંસોટમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે.કિમ નદીના પાણી ગામમાં ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે,ગામના અનેક રસ્તાઓ બંધ હાલતમાં છે અને ખેતરો પાણીથી જળબંબાકાર થઈ ગયા છે.એનડીઆરએફની ટીમ ગામમા નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થાનિકોનું રેસ્કયૂ કરી રહી છે,તેમજ ફાયરવિભાગ અને મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી છે,અગામી સમયમાં પૂરના પાણી ઓસરી તેને લઈ તંત્ર મગનું નામ મરી નથી પાડી રહ્યું.
સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય બે સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં સાયકલોનિક સર્ક્યુલેશન સાથે અન્ય બે વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે,જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થવાની આગાહી કરવામાં આવી છે.મધ્યપ્રદેશમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થશે,તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે.આજે દાહોદ,મહીસાગર અને અરવલ્લીમા વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ રહી શકે છે
ગુજરાતમાં હાલમાં વરસાદની ચાર સિસ્ટમની અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજસ્થાનના જેસલમેર અને ઉદયપુર પરથી એક મોન્સૂન ટ્રફ બંગાળની ખાડી સુધી લંબાયો છે.