Kalol: બિનખેતીના હુકમ વિના પ્લોટિંગ કરી વેપલો શરૂ

કાલોલ શહેરની સરહદની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની જમીન પર બિનખેતી (એનએ) કરાવ્યા વિનાની અનેક જમીનો પર તંત્રની આંખોમાં ધૂળ નાખીને ટાઉન પ્લાનિંગના બોર્ડ સહિત ખૂંટ મારીને પ્લોટ બુકિંગની ઓફ્સિ ખોલીને પ્લોટિંગનો કેટલાક વગદાર બિલ્ડરો સરેઆમ વેચાણ કરતા હોવાનું જોવા મળે છે.પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ શહેરની આસપાસમાં આવેલા કાતોલ, ડેરોલગામ, ડેરોલ સ્ટેશન, શામળદેવી અને ઘોડા સહિતના ગ્રામ પંચાયતોની સરહદો જોડાયેલી છે જે ગ્રામ પંચાયતોની ખેતી લાયક જમીનો પર અનેક બિલ્ડરોની દાઢમાં હોય તેથી બિલ્ડરો ખેડૂતોનો સંપર્ક ધરાવીને ખેડૂતોની મજબૂરી કે લોભામણી ઓફરો આપીને જમીન ખરીદી લેતા હોય છે જે જમીનો પર ટાઉન પ્લાનિંગ કરતા પહેલા તાંત્રિક વિધિ અનુસાર જમીનને બિનખેતીનું ટાઈટલ કલીયર કરાવીને એનએના ટાઈટલ મુજબનું રાષ્ટ્રીયકૃત બેંકનું ચલણ (ઈન્ટીમેશન લેટર) ભરીને અને DILR મુજબના નકશાને અનુરૂપ તેમજ તંત્રની ગાઈડ લાઈન મુજબ પ્લોટિંગ કરવા માટે ખૂંટ મારવાની તજવીજ હાથ ધરવાની હોય છે. પરંતુ કાલોલમાં કેટલાક બિલ્ડરો ખેતીલાયક જમીન ખરીદીને એનએ કરવાની ફઈલ મૂકે તે પહેલાં જ પોતાના બિલ્ડરના નકશાને અનુરૂપ પ્લોટિંગના ખૂંટ મારીને બુકિંગની ઓફ્સિ ખોલીને બુકિંગ કરાવતા હોય છે. કાલોલને અડીને આવેલા કાતોલ પંચાયત વિસ્તારની જમીનોને અનૂરૂપ બોરૂ રોડ પર બિલ્ડરોની ઓફ્સિોની હાટ ખુલી હોય તેવો નજારો જોવા મળે છે. એન.એ કરવાની ફઈલ હજુ પેન્ડિંગ પડી હોય તેમજ જમીની તકરારની અસરો અને વાંધા અરજી હોવા છતાં તકરાર નિવારણ કે એનએ (ટાઈટલ કલીયર) પહેલા તાજેતરમાં નવરાત્રી અને વિજયાદશમીના ખાતમૂહુર્તને અનુરૂપ ખેતીલાયક જમીનમાં પ્લોટિંગ કરીને બુકિંગની ઓફ્સિો ધમધમતી જોવા મળે છે. ટૂંકમાં, આવા બિલ્ડરો તંત્રની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરતા હોય છે જેને પગલે પ્લોટ બુકિંગ કરાવતા ઈચ્છુક ગ્રાહકો સાથે છેતરપીંડી આચરીને એડવાન્સ બુકિંગના નામે નાણાકીય કારોબાર આચરતા બિલ્ડરો વિરુદ્ધ તંત્ર સજાગ બને તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Kalol: બિનખેતીના હુકમ વિના પ્લોટિંગ કરી વેપલો શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કાલોલ શહેરની સરહદની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની જમીન પર બિનખેતી (એનએ) કરાવ્યા વિનાની અનેક જમીનો પર તંત્રની આંખોમાં ધૂળ નાખીને ટાઉન પ્લાનિંગના બોર્ડ સહિત ખૂંટ મારીને પ્લોટ બુકિંગની ઓફ્સિ ખોલીને પ્લોટિંગનો કેટલાક વગદાર બિલ્ડરો સરેઆમ વેચાણ કરતા હોવાનું જોવા મળે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ શહેરની આસપાસમાં આવેલા કાતોલ, ડેરોલગામ, ડેરોલ સ્ટેશન, શામળદેવી અને ઘોડા સહિતના ગ્રામ પંચાયતોની સરહદો જોડાયેલી છે જે ગ્રામ પંચાયતોની ખેતી લાયક જમીનો પર અનેક બિલ્ડરોની દાઢમાં હોય તેથી બિલ્ડરો ખેડૂતોનો સંપર્ક ધરાવીને ખેડૂતોની મજબૂરી કે લોભામણી ઓફરો આપીને જમીન ખરીદી લેતા હોય છે જે જમીનો પર ટાઉન પ્લાનિંગ કરતા પહેલા તાંત્રિક વિધિ અનુસાર જમીનને બિનખેતીનું ટાઈટલ કલીયર કરાવીને એનએના ટાઈટલ મુજબનું રાષ્ટ્રીયકૃત બેંકનું ચલણ (ઈન્ટીમેશન લેટર) ભરીને અને DILR મુજબના નકશાને અનુરૂપ તેમજ તંત્રની ગાઈડ લાઈન મુજબ પ્લોટિંગ કરવા માટે ખૂંટ મારવાની તજવીજ હાથ ધરવાની હોય છે. પરંતુ કાલોલમાં કેટલાક બિલ્ડરો ખેતીલાયક જમીન ખરીદીને એનએ કરવાની ફઈલ મૂકે તે પહેલાં જ પોતાના બિલ્ડરના નકશાને અનુરૂપ પ્લોટિંગના ખૂંટ મારીને બુકિંગની ઓફ્સિ ખોલીને બુકિંગ કરાવતા હોય છે. કાલોલને અડીને આવેલા કાતોલ પંચાયત વિસ્તારની જમીનોને અનૂરૂપ બોરૂ રોડ પર બિલ્ડરોની ઓફ્સિોની હાટ ખુલી હોય તેવો નજારો જોવા મળે છે. એન.એ કરવાની ફઈલ હજુ પેન્ડિંગ પડી હોય તેમજ જમીની તકરારની અસરો અને વાંધા અરજી હોવા છતાં તકરાર નિવારણ કે એનએ (ટાઈટલ કલીયર) પહેલા તાજેતરમાં નવરાત્રી અને વિજયાદશમીના ખાતમૂહુર્તને અનુરૂપ ખેતીલાયક જમીનમાં પ્લોટિંગ કરીને બુકિંગની ઓફ્સિો ધમધમતી જોવા મળે છે. ટૂંકમાં, આવા બિલ્ડરો તંત્રની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરતા હોય છે જેને પગલે પ્લોટ બુકિંગ કરાવતા ઈચ્છુક ગ્રાહકો સાથે છેતરપીંડી આચરીને એડવાન્સ બુકિંગના નામે નાણાકીય કારોબાર આચરતા બિલ્ડરો વિરુદ્ધ તંત્ર સજાગ બને તેવી લોકમાંગ ઉઠવા પામી છે.