અમદાવાદમાં ડિગ્રી વગર સારવાર આપતા 10 બોગસ ડૉક્ટરો વિરુદ્ધ AMCની આકરી કાર્યવાહી
અમદાવાદ,શુક્રવાર,6 સપ્ટેમ્બર,2024અમદાવાદના સાત ઝોનમાં માન્ય ડીગ્રી વગર પ્રેકટિસ કરતા દસ બોગસ તબીબના કલીનીક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરાયા છે.દર્દીઓને ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરી એલોપેથીક ઈન્જેકશનથી સારવાર આપવામા આવતી હતી.મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શુક્રવારે સાત ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં માન્ય ડીગ્રી વગર પ્રેકટિસ કરતા બોગસ તબીબો સામે કાર્યવાહી કરવામા આવી હતી.મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોલંકીએ કહયુ,હેલ્થ વિભાગની તપાસમાં જે તે કલીનીકમાં ડોકટરની ડીગ્રી એલોપેથીક સારવાર માટે માન્ય છે કે કેમ? જે તબીબના નામે કલીનીક રજીસ્ટર્ડ થયેલુ હોય તના દ્વારા જ સારવાર આપવામા આવે છે કે કેમ? વગેરે બાબતની તપાસ કરવામાં આવી હતી.માન્ય ડીગ્રી ધરાવતા નહીં હોવાછતાં આ તબીબો દર્દીઓને ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરી આઈ.વી.ફલુઈડ તથા એલોપેથીક ઈન્જેકશન આપતા હતા.આ અગાઉ ૨૨ ઓગસ્ટના રોજ દક્ષિણઝોનમાં આ પ્રકારે ચલાવાતા બે કલીનીક સીલ કરાયા હતા.કયા-કયા કલીનીક સીલ કરાયા?વોર્ડ કલીનીકનું નામ અનઅધિકૃત પ્રેકટિસ કરનારઓઢવ પાટીલનું દવાખાનુ ડો.આર.એસ.પાટીલઓઢવ શાંતિ સીમુલભાઈ વિશ્વાસઓઢવ ઓઢવ ------ચાંદખેડા પ્રાઈવેટ કલીનીક હસમુખભાઈ શાહસરસપુર સ્કીન કલીનીક ડો.એમ.એમ.ત્રિવેદીલાંભા માનવસેવા ડો.કૌશલ પારેખલાંભા વારસી ડો.એચ.એસ.સૈયદલાંભા જગત હોલિસ્ટીક હેલ્થ ડો.અક્ષય કુશવાહલાંભા શ્રી રામ કલીનીક ડો.આલોકસરખેજ સમા કલીનીક એમ.એસ.સાચોરાસરખેજ અનસ કલીનીક શમા મેમણ સરખેજ સીમા મોરકસ ડો.સીમા મોરકસ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શુક્રવાર,6 સપ્ટેમ્બર,2024
અમદાવાદના સાત ઝોનમાં માન્ય ડીગ્રી વગર પ્રેકટિસ કરતા દસ બોગસ તબીબના કલીનીક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરાયા છે.દર્દીઓને ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરી એલોપેથીક ઈન્જેકશનથી સારવાર આપવામા આવતી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શુક્રવારે સાત
ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં માન્ય ડીગ્રી વગર પ્રેકટિસ કરતા બોગસ તબીબો સામે
કાર્યવાહી કરવામા આવી હતી.મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન
સોલંકીએ કહયુ,હેલ્થ
વિભાગની તપાસમાં જે તે કલીનીકમાં ડોકટરની ડીગ્રી એલોપેથીક સારવાર માટે માન્ય છે કે
કેમ? જે
તબીબના નામે કલીનીક રજીસ્ટર્ડ થયેલુ હોય તના દ્વારા જ સારવાર આપવામા આવે છે કે કેમ? વગેરે બાબતની
તપાસ કરવામાં આવી હતી.માન્ય ડીગ્રી ધરાવતા નહીં હોવાછતાં આ તબીબો દર્દીઓને ઈન્ડોર
પેશન્ટ તરીકે દાખલ કરી આઈ.વી.ફલુઈડ તથા એલોપેથીક ઈન્જેકશન આપતા હતા.આ અગાઉ ૨૨
ઓગસ્ટના રોજ દક્ષિણઝોનમાં આ પ્રકારે ચલાવાતા બે કલીનીક સીલ કરાયા હતા.
કયા-કયા કલીનીક સીલ કરાયા?
વોર્ડ કલીનીકનું નામ અનઅધિકૃત પ્રેકટિસ કરનાર
ઓઢવ પાટીલનું દવાખાનુ ડો.આર.એસ.પાટીલ
ઓઢવ શાંતિ સીમુલભાઈ વિશ્વાસ
ઓઢવ ઓઢવ ------
ચાંદખેડા પ્રાઈવેટ કલીનીક હસમુખભાઈ શાહ
સરસપુર સ્કીન કલીનીક ડો.એમ.એમ.ત્રિવેદી
લાંભા માનવસેવા ડો.કૌશલ પારેખ
લાંભા વારસી ડો.એચ.એસ.સૈયદ
લાંભા જગત હોલિસ્ટીક હેલ્થ ડો.અક્ષય કુશવાહ
લાંભા શ્રી રામ કલીનીક ડો.આલોક
સરખેજ સમા કલીનીક એમ.એસ.સાચોરા
સરખેજ અનસ કલીનીક શમા મેમણ
સરખેજ સીમા મોરકસ ડો.સીમા મોરકસ