Banaskantha Vav Assembly : જિલ્લા કલેકટરે મતદાન મથકની મુલાકાત લઈ કર્યુ નિરીક્ષણ

બનાસકાંઠા જિલ્લાના ૦૭- વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન પર સવારે ૦૭.૦૦ વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી જેમાં સવારે ૭ કલાકથી લઈને બપોરે ૧ વાગ્યા સુધી કુલ ૩૯.૧૨% જેટલું મતદાન નોંધાયું છે. કલેકટરે લીધી મુલાકાત વાવ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી વાવ પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે બુથ નંબર ૭ને આદર્શ મતદાન મથક તરીકે ઊભું કરાયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલએ આ મતદાન મથકની મુલાકાત લઈને તમામ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલએ જણાવ્યું હતું કે, સમગ્ર વાવ વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્વક અને ઉત્સાહભર્યા વાતવરણમાં મતદાન ચાલી રહ્યું છે. લોકો લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થઈ રહ્યા છે. તેમણે સુઈગામ, વાવ અને ભાભર તાલુકાના તમામ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.મતદાન મથક સ્થાપિત આદર્શ મતદાન મથક ખાતે પીવાના પાણીની સુવિધા, શરબત, મતદારોને જાગૃતિ માટે બેનર, સેલ્ફી પોઇન્ટ, હેલ્થ ચેકઅપ, બેસવાની વ્યવસ્થા લઈ સુશોભિત મતદાન મથક ઊભું કરાયું હતું. મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી વાવ ખાતે આદર્શ મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું હતું. મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ મળતા તેમણે જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. લોકશાહીનું પર્વ વાવ પેટા ચૂંટણીમાં યુવાથી લઈને વૃધ્ધ સૌકોઈ લોકશાહીના પર્વમાં જોડાઈ રહ્યા છે. મતદાન આપણો અધિકાર માનીને ૮૫ વર્ષીય ઓખીબેન વ્હીલ ચેરના સહારે મતદાન કરવા પહોંચ્યા હતા. ૨૧ વર્ષીય યુવા મતદાર ચિરાગભાઈએ શ્રેષ્ઠ સુવિધાઓ મળતા જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યકત કર્યો હતો.

Banaskantha Vav Assembly : જિલ્લા કલેકટરે મતદાન મથકની મુલાકાત લઈ કર્યુ નિરીક્ષણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાના ૦૭- વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન પર સવારે ૦૭.૦૦ વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી જેમાં સવારે ૭ કલાકથી લઈને બપોરે ૧ વાગ્યા સુધી કુલ ૩૯.૧૨% જેટલું મતદાન નોંધાયું છે.

કલેકટરે લીધી મુલાકાત

વાવ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી વાવ પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે બુથ નંબર ૭ને આદર્શ મતદાન મથક તરીકે ઊભું કરાયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલએ આ મતદાન મથકની મુલાકાત લઈને તમામ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલએ જણાવ્યું હતું કે, સમગ્ર વાવ વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્વક અને ઉત્સાહભર્યા વાતવરણમાં મતદાન ચાલી રહ્યું છે. લોકો લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થઈ રહ્યા છે. તેમણે સુઈગામ, વાવ અને ભાભર તાલુકાના તમામ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.

મતદાન મથક સ્થાપિત

આદર્શ મતદાન મથક ખાતે પીવાના પાણીની સુવિધા, શરબત, મતદારોને જાગૃતિ માટે બેનર, સેલ્ફી પોઇન્ટ, હેલ્થ ચેકઅપ, બેસવાની વ્યવસ્થા લઈ સુશોભિત મતદાન મથક ઊભું કરાયું હતું. મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી વાવ ખાતે આદર્શ મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું હતું. મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ મળતા તેમણે જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

લોકશાહીનું પર્વ

વાવ પેટા ચૂંટણીમાં યુવાથી લઈને વૃધ્ધ સૌકોઈ લોકશાહીના પર્વમાં જોડાઈ રહ્યા છે. મતદાન આપણો અધિકાર માનીને ૮૫ વર્ષીય ઓખીબેન વ્હીલ ચેરના સહારે મતદાન કરવા પહોંચ્યા હતા. ૨૧ વર્ષીય યુવા મતદાર ચિરાગભાઈએ શ્રેષ્ઠ સુવિધાઓ મળતા જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યકત કર્યો હતો.