વરતેજ જિ. પં.બેઠક હેઠળના તમામ બિસ્માર રોડ તત્કાલ રીપેર ન કરાય તો આંદોલનની ચીમકી

- વરસાદમાં મોટાભાગ રોડ ધોવાય જતા ગ્રામજનો ત્રાહિમામ, સરકારી તંત્ર નિષ્ક્રીય - નવાગામ-સોડવદરા રોડ એક વર્ષમાં જ તૂટી ગયો : ખખડધજ રોડ રિપેર કરવા રજૂઆત ભાવનગર : ચોમાસામાં પડેલાં વરસાદના કારણે ભાવનગર જિલ્લાના મોટાભાગના રોડ ધોવાય ગયા છે, જેમાં તંત્ર દ્વારા કેટલાક રોડ રિપેર કરવામાં આવ્યા છે, જયારે વરતેજ જિલ્લા પંચાયત બેઠક હેઠળના રોડમાં રિપેરીંગ કરવામાં નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે જિ. પ.ના સભ્યએ અધિકારીને રજૂઆત કરી હતી અને તત્કાલ નવાગામ-સોડવદરા સહિતના રોડને રિપેર કરવા માંગ કરી હતી, અન્યથા આંદોલનની ચીમકી આપી છે.  ભાવનગર જિલ્લાની વરતેજ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય બળદેવ સલંકીએ જણાવ્યું કે, વરતેજ બેઠક હેઠળનો નવાગામ-સોડવદરા રોડ એક વર્ષ પૂર્વે જ નવો બનાવવામાં આવ્યો હતો. એક જ વર્ષમાં આખા રોડમાં ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ, મોટા મોટા પાળાઓ તેમજ સીસી રોડની અંદરથી જે નીચેનું જે સળિયાનું કામ થયેલું હોય તે લોખંડ પણ બહાર આવી ગયેલ છે. ઉપરાંત, નબળી ગુણવત્તાવાળું કામ થયું હોવાનો તેમણે રજૂઆતમાં આક્ષેપ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, બિસ્માર રોડના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છેે. આ રોડ બન્યો તેને હજી એક વર્ષ જેવો જ ટૂંકો સમયગાળો થયેલ છે તો સ્વાભાવિક આ રોડ ગેરેન્ટી પીડીયરમાં જ આવી રહ્યો છે તેથી જે કોન્ટ્રાક્ટરે આ રોડનું કામ કર્યુ છે તેમની પાસે ત્વરિત ગુણવત્તાવાળું યોગ્ય રીતે કામ કરાવવા માંગણી કરી હતી. તેમણે રજૂઆતમાં જણાવ્યું કે, આ રોડની સ્થિતિ ખૂબ જ બદ્દતર થઈ છે, અને રોજબરોજ મોટા પ્રમાણમાં ભારે વજનવાળા માલવાહક વાહનો ચાલે છે. વળી, ગ્રામ્ય વિસ્તાર હોવાથી દૈનિક નાના મોટા વાહનોની સતત અવર-જવરના હોવાથી સોડવદરાના ગ્રામજનોને વાહન ચલાવવામાં હાડમારી વેઠવી પડે છે. જો રોડનું કામ હાથ પર લેવામાં નહી આવે તો જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરાશે તેવી પણ તેમણે ચીમકી આપી હતી. જિલ્લા પંચાયત કચેરીનો બંધ દરવાજો ખોલવા માંગણી ભાવનગર જિલ્લા પંચાયત કચેરીનો મઢુલી સાઈડનો દરવાજો આશરે ૧પ દિવસ પૂર્વે કોઈ કારણસર અધિકારીઓએ બંધ કરાવ્યો છે અને હજુ આ દરવાજો ખોલવામાં આવતો નથી તેથી જિલ્લા પંચાયત કચેરીએ આવતા અરજદારોને મૂશ્કેલી પડતી હોય છે. અરજદારોએ ફરીને બીજા દરવાજાએ જવુ પડતુ હોય છે તેથી અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે અને દરવાજા ખોલવા માંગણી ઉઠી રહી છે. આ બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ ભાજપ-કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ અધિકારીને દરવાજો ખોલવા જણાવેલ છે પરંતુ હજુ દરવાજો ખોલવામાં આવેલ નથી. આગામી થોડા દિવસમાં અરજદારો ચાલીને જઈ શકે તે માટે દરવાજો થોડો ખોલવામાં આવશે તેમ જિલ્લા પંચાયતના સુત્રોએ જણાવેલ છે. 

વરતેજ જિ. પં.બેઠક હેઠળના તમામ બિસ્માર રોડ તત્કાલ રીપેર ન કરાય તો આંદોલનની ચીમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- વરસાદમાં મોટાભાગ રોડ ધોવાય જતા ગ્રામજનો ત્રાહિમામ, સરકારી તંત્ર નિષ્ક્રીય 

- નવાગામ-સોડવદરા રોડ એક વર્ષમાં જ તૂટી ગયો : ખખડધજ રોડ રિપેર કરવા રજૂઆત 

ભાવનગર : ચોમાસામાં પડેલાં વરસાદના કારણે ભાવનગર જિલ્લાના મોટાભાગના રોડ ધોવાય ગયા છે, જેમાં તંત્ર દ્વારા કેટલાક રોડ રિપેર કરવામાં આવ્યા છે, જયારે વરતેજ જિલ્લા પંચાયત બેઠક હેઠળના રોડમાં રિપેરીંગ કરવામાં નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે જિ. પ.ના સભ્યએ અધિકારીને રજૂઆત કરી હતી અને તત્કાલ નવાગામ-સોડવદરા સહિતના રોડને રિપેર કરવા માંગ કરી હતી, અન્યથા આંદોલનની ચીમકી આપી છે.  

ભાવનગર જિલ્લાની વરતેજ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય બળદેવ સલંકીએ જણાવ્યું કે, વરતેજ બેઠક હેઠળનો નવાગામ-સોડવદરા રોડ એક વર્ષ પૂર્વે જ નવો બનાવવામાં આવ્યો હતો. એક જ વર્ષમાં આખા રોડમાં ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ, મોટા મોટા પાળાઓ તેમજ સીસી રોડની અંદરથી જે નીચેનું જે સળિયાનું કામ થયેલું હોય તે લોખંડ પણ બહાર આવી ગયેલ છે. ઉપરાંત, નબળી ગુણવત્તાવાળું કામ થયું હોવાનો તેમણે રજૂઆતમાં આક્ષેપ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, બિસ્માર રોડના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છેે. આ રોડ બન્યો તેને હજી એક વર્ષ જેવો જ ટૂંકો સમયગાળો થયેલ છે તો સ્વાભાવિક આ રોડ ગેરેન્ટી પીડીયરમાં જ આવી રહ્યો છે તેથી જે કોન્ટ્રાક્ટરે આ રોડનું કામ કર્યુ છે તેમની પાસે ત્વરિત ગુણવત્તાવાળું યોગ્ય રીતે કામ કરાવવા માંગણી કરી હતી. તેમણે રજૂઆતમાં જણાવ્યું કે, આ રોડની સ્થિતિ ખૂબ જ બદ્દતર થઈ છે, અને રોજબરોજ મોટા પ્રમાણમાં ભારે વજનવાળા માલવાહક વાહનો ચાલે છે. વળી, ગ્રામ્ય વિસ્તાર હોવાથી દૈનિક નાના મોટા વાહનોની સતત અવર-જવરના હોવાથી સોડવદરાના ગ્રામજનોને વાહન ચલાવવામાં હાડમારી વેઠવી પડે છે. જો રોડનું કામ હાથ પર લેવામાં નહી આવે તો જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરાશે તેવી પણ તેમણે ચીમકી આપી હતી. 

જિલ્લા પંચાયત કચેરીનો બંધ દરવાજો ખોલવા માંગણી 

ભાવનગર જિલ્લા પંચાયત કચેરીનો મઢુલી સાઈડનો દરવાજો આશરે ૧પ દિવસ પૂર્વે કોઈ કારણસર અધિકારીઓએ બંધ કરાવ્યો છે અને હજુ આ દરવાજો ખોલવામાં આવતો નથી તેથી જિલ્લા પંચાયત કચેરીએ આવતા અરજદારોને મૂશ્કેલી પડતી હોય છે. અરજદારોએ ફરીને બીજા દરવાજાએ જવુ પડતુ હોય છે તેથી અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે અને દરવાજા ખોલવા માંગણી ઉઠી રહી છે. આ બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ ભાજપ-કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ અધિકારીને દરવાજો ખોલવા જણાવેલ છે પરંતુ હજુ દરવાજો ખોલવામાં આવેલ નથી. આગામી થોડા દિવસમાં અરજદારો ચાલીને જઈ શકે તે માટે દરવાજો થોડો ખોલવામાં આવશે તેમ જિલ્લા પંચાયતના સુત્રોએ જણાવેલ છે.