Sarangpur: શ્રી કષ્ટભંનજનદેવનો 176મો વાર્ષિક પાટોત્સવની ધામધૂમથી ઉજવણી

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો 176મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો 176મો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે તારીખ 21-10-2024ને સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને વૃંદાવનમાં બનેલા પ્યોર સિલ્કના વાઘા પહેરાવ્યા હતા અને ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.આજે સવારે 5:00 કલાકે મંગળા આરતી પુરાણી સ્વામી વિષ્ણુપ્રકાશદાસજી દ્વારા, 7:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા તેમજ અભિષેક અને અન્નકૂટ આરતી વડતાલ દેશ પિઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ મારુતિયજ્ઞી પૂર્ણાહુતિ બપોરે કરવામાં આવી હતી. આજે દેશ વિદેશમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓના હૃદયના હાર એવા શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો 176મો વાર્ષિક પાટોત્સવ છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી, વડતાલ દેશના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં શુભ આશીર્વાદથી અને ગુરૂવર્ય અથાણાવાળા સ્વામીનાં આશીર્વાદથી એવં પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) એવમ્ સંતવલ્લભદાસજી સ્વામી-મુ.કો.શ્રી-વડતાલની પ્રેરણાથી શ્રીકષ્ટભંજનદેવનો 176મો વાર્ષિક પાટોત્સવ સંવત્ 2080ના આસો વદ-5, તારીખ 21-10-2024, સોમવારના રોજ ધામધૂમથી ઉજવાયો હતો.આજે કરાયેલા શણગાર અંગે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાના 176મા પાટોત્સવ નિમિત્તે હનુમનાજીને વૃંદાવનમાં 20 દિવસની મહેનતે તૈયાર થયેલા પ્યોર સિલ્કના વાઘા પહેરાવ્યા છે. દાદાના સિંહાસને 200 કિલો ગુલાબ, ઓર્કિડ અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. આ શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો.

Sarangpur: શ્રી કષ્ટભંનજનદેવનો 176મો વાર્ષિક પાટોત્સવની ધામધૂમથી ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો 176મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો 176મો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે તારીખ 21-10-2024ને સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને વૃંદાવનમાં બનેલા પ્યોર સિલ્કના વાઘા પહેરાવ્યા હતા અને ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

આજે સવારે 5:00 કલાકે મંગળા આરતી પુરાણી સ્વામી વિષ્ણુપ્રકાશદાસજી દ્વારા, 7:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા તેમજ અભિષેક અને અન્નકૂટ આરતી વડતાલ દેશ પિઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ મારુતિયજ્ઞી પૂર્ણાહુતિ બપોરે કરવામાં આવી હતી.

આજે દેશ વિદેશમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓના હૃદયના હાર એવા શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો 176મો વાર્ષિક પાટોત્સવ છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી, વડતાલ દેશના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં શુભ આશીર્વાદથી અને ગુરૂવર્ય અથાણાવાળા સ્વામીનાં આશીર્વાદથી એવં પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) એવમ્ સંતવલ્લભદાસજી સ્વામી-મુ.કો.શ્રી-વડતાલની પ્રેરણાથી શ્રીકષ્ટભંજનદેવનો 176મો વાર્ષિક પાટોત્સવ સંવત્ 2080ના આસો વદ-5, તારીખ 21-10-2024, સોમવારના રોજ ધામધૂમથી ઉજવાયો હતો.

આજે કરાયેલા શણગાર અંગે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાના 176મા પાટોત્સવ નિમિત્તે હનુમનાજીને વૃંદાવનમાં 20 દિવસની મહેનતે તૈયાર થયેલા પ્યોર સિલ્કના વાઘા પહેરાવ્યા છે. દાદાના સિંહાસને 200 કિલો ગુલાબ, ઓર્કિડ અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. આ શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો.