સેવા વધારાની વાતો વચ્ચે ગાંધીનગર ડેપોમાં કેન્ટિન 6 માસથી બંધ હાલતમાં
ગાંધીનગર એસટી ડેપોમાં છ મહિના કરતા વધુ સમયથી કેન્ટિંનની સુવિધા બંધ છે. જેને પગલે મુસાફરોને ના છૂટકે બહાર નાસ્તો કરવા જવાની ફરજ પડે છે. બીજી ડેપોમાં આવેલી અન્ય દુકાન ધારકોએ પડીકા સહિતનું વેચાણ શરૂ કરી દીધું છે. જેને પગલે ડેપોમાં વહેલી તકે કેન્ટિંન શરૂ કરવા માટે માંગણી ઉઠી છે. જેથી કરીને મુસાફરો અને કર્મચારીઓને ડેપોની અંદર જ સુવિધા મળી રહે.ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પુરી પાડવા માટે પ્રયત્નો કરાય છે. ત્યારે ગાંધીનગર ડેપોમાં પરિવહન સાથે અન્ય સુવિધાઓ સામે પણ ધ્યાન આપવાની જરૂરિયાત ઉભી થઈ છે. એસટી નિગમની સેવામાં સુધારો અને સુધારાની કવાયતો વચ્ચે ગાંધીનગર ડેપોમાં છેલ્લા છ મહિનાથી કેન્ટિંન બંધ હાલતમાં છે. મળેલી માહિતી મુજબ કેન્ટિંનનો કોન્ટ્રાક્ટ પુરો થઈ ગયા બાદ નવા ટેન્ડર માટે છ મહિના જેટલો સમય લાગી ગયો છે. જેને પગલે માર્ચ મહિનાથી બંધ ડેપોની કેન્ટિંગ હજુ સુધી ચાલી થઈ શકી નથી. જેને પગલે મુસાફરો અને ડેપોના કર્મચારીઓને ના છૂટકે બહારની બાજુચા-નાસ્તા માટે જવાની ફરજ પડે છે. બીજી તરફ કેન્ટિંગ બંધ હોવાને પગલે ડેપોમાં આવેલી અન્ય દુકાનોમાં મંજૂરી વગર જ પડીકા સહિતનો સામાન વેચાવા લાગ્યો છે. જોકે ચા-કોફી, ગરમ નાસ્તો, જમવા માટે મુસાફરો અને કર્મચારીઓને બહાર લારીઓ પર દોડવું પડે છે. જેને પગલે અહીં વહેલી તકે કેન્ટિંનની સુવિધા શરૂ થાય તેવી માંગણી મુસાફરોમાં ઉઠી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર એસટી ડેપોમાં છ મહિના કરતા વધુ સમયથી કેન્ટિંનની સુવિધા બંધ છે. જેને પગલે મુસાફરોને ના છૂટકે બહાર નાસ્તો કરવા જવાની ફરજ પડે છે. બીજી ડેપોમાં આવેલી અન્ય દુકાન ધારકોએ પડીકા સહિતનું વેચાણ શરૂ કરી દીધું છે. જેને પગલે ડેપોમાં વહેલી તકે કેન્ટિંન શરૂ કરવા માટે માંગણી ઉઠી છે. જેથી કરીને મુસાફરો અને કર્મચારીઓને ડેપોની અંદર જ સુવિધા મળી રહે.
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પુરી પાડવા માટે પ્રયત્નો કરાય છે. ત્યારે ગાંધીનગર ડેપોમાં પરિવહન સાથે અન્ય સુવિધાઓ સામે પણ ધ્યાન આપવાની જરૂરિયાત ઉભી થઈ છે. એસટી નિગમની સેવામાં સુધારો અને સુધારાની કવાયતો વચ્ચે ગાંધીનગર ડેપોમાં છેલ્લા છ મહિનાથી કેન્ટિંન બંધ હાલતમાં છે. મળેલી માહિતી મુજબ કેન્ટિંનનો કોન્ટ્રાક્ટ પુરો થઈ ગયા બાદ નવા ટેન્ડર માટે છ મહિના જેટલો સમય લાગી ગયો છે. જેને પગલે માર્ચ મહિનાથી બંધ ડેપોની કેન્ટિંગ હજુ સુધી ચાલી થઈ શકી નથી. જેને પગલે મુસાફરો અને ડેપોના કર્મચારીઓને ના છૂટકે બહારની બાજુચા-નાસ્તા માટે જવાની ફરજ પડે છે.
બીજી તરફ કેન્ટિંગ બંધ હોવાને પગલે ડેપોમાં આવેલી અન્ય દુકાનોમાં મંજૂરી વગર જ પડીકા સહિતનો સામાન વેચાવા લાગ્યો છે. જોકે ચા-કોફી, ગરમ નાસ્તો, જમવા માટે મુસાફરો અને કર્મચારીઓને બહાર લારીઓ પર દોડવું પડે છે. જેને પગલે અહીં વહેલી તકે કેન્ટિંનની સુવિધા શરૂ થાય તેવી માંગણી મુસાફરોમાં ઉઠી છે.