સે-16 ATMમાં ઘૂસી ટ્રે કાઢી અજાણ્યો શખ્સ 39,800 રૂપિયા સેરવી ફરાર
ગાંધીનગર સેક્ટર-16માં આવેલી પંજાબ નેશનલ બેંકના એટીએમમાં ઘુસી અજાણ્યો શખસ ટ્રેમાં સલવાયેલા પૈસા કાઢી ફરાર થઇ ગયો હતો. આ શખસે ઉપરોક્ત મોડસ ઓપરેન્ડીથી ચાર ગ્રાહકોના પૈસા પડાવ્યા હતા. જોકે, શખસ સીસીટીવીમાં કેદ થઇ ગયો છે. આ મામલે બેંકના ચીફ મેનેજરે અજાણ્યા તસ્કર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.બનાવ 14 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન બન્યો હતો. ગત તા. 24ના રોજ બેંકનો ગ્રાહક અમિત ઠાકોર બેંકના ચીફ મેનેજર જાગૃતિ મીણાને મળ્યો હતો. તેણે ફરિયાદ કરી હતીકે, ગત તા. 14 સપ્ટેમ્બરના રોજ તેણે બેંકના ઉપરોક્ત એટીએમમાંથી 5300 રૂપિયા વિડ્રો કર્યા હતા. પૈસા કપાયાનો મોબાઇલ મારફત મેસેજ પણ આવ્યો હતો. પરંતુ એટીએમમાંથી પૈસા નિકળ્યા નહતા. પૈસા પરત જમા થઇ જશે તેની આશા રાખી તેણે આ મામલે જે તે સમયે ફરિયાદ કરી નહતી. પરંતુ આજદિન સુધી પૈસા જમા થયા નહતા. આથી બેંકના ચીફ મેનેજરે એટીએમના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં એક શખસ બેંકમાં પ્રવેશતા અને એટીએમની બ્લેક કલરની ટ્રે કાઢતા નજરે પડયો હતો. આ ટ્રેમાં અમિત ઠાકોરે વિડ્રો કરેલા 5300 રૂપિયા સલવાઇને પડયા હતા. જે તે લઇ ફરાર થઇ જતા નજરે પડયો હતો. આ મામલે તપાસ ચાલતી હતી ત્યાં 30 સપ્ટેમ્બરના રોજ દિવ્યાંગ રાજેશ મહેતા નામના ગ્રાહકે બેંકનો સંપર્ક સાંધી તેઓએ વિડ્રો કરેલા 20 હજાર મળ્યા નહી હોવાનું અને આ પૈસા વિડ્રો થયાનો મોબાઇલમાં મેસેજ આવ્યો હોવાની વાત કરી હતી. આથી પુનઃ સીસીટીવી કેમેરા ચેક કરતા ઉપરોક્ત શખસ ટ્રે કાઢીને પૈસાલઇ ફરાર થઇ જતા વધુ એક વખત નજરે પડયો હતો. પ્રાથમિક તપાસમાં આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ઉપરોક્ત શખસે ચાર ગ્રાહકોના 39800 રૂપિયા મેળવી રફુચક્કર થઇ ગયો હતો. જે મામલે ચીફ મેનેજર જાગૃતિ મીણાએ અજાણ્યા શખશ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર સેક્ટર-16માં આવેલી પંજાબ નેશનલ બેંકના એટીએમમાં ઘુસી અજાણ્યો શખસ ટ્રેમાં સલવાયેલા પૈસા કાઢી ફરાર થઇ ગયો હતો. આ શખસે ઉપરોક્ત મોડસ ઓપરેન્ડીથી ચાર ગ્રાહકોના પૈસા પડાવ્યા હતા. જોકે, શખસ સીસીટીવીમાં કેદ થઇ ગયો છે. આ મામલે બેંકના ચીફ મેનેજરે અજાણ્યા તસ્કર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવ 14 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન બન્યો હતો. ગત તા. 24ના રોજ બેંકનો ગ્રાહક અમિત ઠાકોર બેંકના ચીફ મેનેજર જાગૃતિ મીણાને મળ્યો હતો. તેણે ફરિયાદ કરી હતીકે, ગત તા. 14 સપ્ટેમ્બરના રોજ તેણે બેંકના ઉપરોક્ત એટીએમમાંથી 5300 રૂપિયા વિડ્રો કર્યા હતા. પૈસા કપાયાનો મોબાઇલ મારફત મેસેજ પણ આવ્યો હતો. પરંતુ એટીએમમાંથી પૈસા નિકળ્યા નહતા. પૈસા પરત જમા થઇ જશે તેની આશા રાખી તેણે આ મામલે જે તે સમયે ફરિયાદ કરી નહતી. પરંતુ આજદિન સુધી પૈસા જમા થયા નહતા.
આથી બેંકના ચીફ મેનેજરે એટીએમના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં એક શખસ બેંકમાં પ્રવેશતા અને એટીએમની બ્લેક કલરની ટ્રે કાઢતા નજરે પડયો હતો. આ ટ્રેમાં અમિત ઠાકોરે વિડ્રો કરેલા 5300 રૂપિયા સલવાઇને પડયા હતા. જે તે લઇ ફરાર થઇ જતા નજરે પડયો હતો. આ મામલે તપાસ ચાલતી હતી ત્યાં 30 સપ્ટેમ્બરના રોજ દિવ્યાંગ રાજેશ મહેતા નામના ગ્રાહકે બેંકનો સંપર્ક સાંધી તેઓએ વિડ્રો કરેલા 20 હજાર મળ્યા નહી હોવાનું અને આ પૈસા વિડ્રો થયાનો મોબાઇલમાં મેસેજ આવ્યો હોવાની વાત કરી હતી. આથી પુનઃ સીસીટીવી કેમેરા ચેક કરતા ઉપરોક્ત શખસ ટ્રે કાઢીને પૈસાલઇ ફરાર થઇ જતા વધુ એક વખત નજરે પડયો હતો. પ્રાથમિક તપાસમાં આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ઉપરોક્ત શખસે ચાર ગ્રાહકોના 39800 રૂપિયા મેળવી રફુચક્કર થઇ ગયો હતો. જે મામલે ચીફ મેનેજર જાગૃતિ મીણાએ અજાણ્યા શખશ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.