ખેડૂતોને સહાય પેકેજ અંગે કૃષિમંત્રીનું મોટું નિવેદન, કહ્યું-"એક મહિના સુધી રાહતની રાહ"
આ વર્ષે અતિવૃષ્ટિને લઈને આખરે ગુજરાતના ખેડૂતોને રાહત પેકેજની જાહેરાત કરાઈ છે. કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોને પાક નુકશાનીમાં સહાયની જાહેરાત કરાઈ છે. ૧૪૧૯.૬૨ કરોડની સહાયના રાહત પેકેજની જાહેરાત કરાઈ છે. સહાય પેકેજ અંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, જાહેર થયેલી કૃષિ પેકેજની સહાય ખેડૂતોને 1 મહિનામાં મળી જશે.પાક સહાય પેકેટને લઇ કૃષિમંત્રીનું નિવેદનખેડૂતો માટે સહાય પેકેજ અંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, જાહેર થયેલી કૃષિ પેકેજની સહાય ખેડૂતોને 1 મહિનામાં મળી જશે. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતાં એક મહિનો લાગશે. એક મહિનામાં તમામ ખેડૂતોને સહાય ચૂકવાશે. ખેડૂતો અરજી કરશે, વેરિફાય થશે ત્યારબાદ પાક નુકસાનીની સહાય મળશે. ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીથી લઈને ચૂકવણી પ્રક્રિયા 1 મહિનામાં પૂર્ણ કરાશે. ઓક્ટોબરમાં થયેલા નુકસાનનો સર્વે યુદ્ધના ધોરણે હાલ ચાલુ છે. દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો હશે ત્યાં સરકાર સહાય કરશે. ટૂંક સમયમાં હજુ એક રાહત પેકેજ સરકાર જાહેર કરશે તેવું રાજ્યના કૃષિમંત્રીએ જણાવ્યું હતું. ખેડૂતોને રાહત આપવા રાજય સરકાર દ્વારા ખાસ પેકેજ જાહેરઓગષ્ટ-2024માં થયેલ ભારે વરસાદના પરિણામે પાક નુકશાન થયેલ હતું. જે સંદર્ભે ખેડૂતોને રાહત આપવા રાજય સરકાર દ્વારા ખાસ પેકેજ જાહેર કરવામાં આવે છે. આ પેકેજ દ્વારા સરકારે કુલ રૂ.૧૪૧૯.૬૨ કરોડની સહાય ખેડૂતોને ચુકવવાનો નિર્ણય કરેલ છે. જેમાં SDRF ઉપરાંત રાજય સરકારશ્રીઍ પોતાના ભંડોળમાંથી નુકસાનની તીવ્રતા ધ્યાને લઇ રાજય બજેટમાંથી વધારાની રકમ ચૂકવવા નિર્ણય કરવામાં આવ્યો છે.ઓગસ્ટ માસના આ પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જુનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર ઍમ ર૦ જિલ્લાના ૧૩૬ તાલુકાના કુલઃ ૬૮૧૨ ગામોનો સમાવેશ થયેલ છે. આ પેકેજ દ્વારા રાજયના ૭ લાખથી વધુ ખેડૂતોને રાહત પેકેજ હેઠળ આવરી લીધેલા છે. આ રાહત પેકેજના કુલઃ૧૪૧૯.૬૨ કરોડ પૈકી રૂ.૧૦૯૭.૩૧ કરોડ SDRF હેઠળ આપવામાં આવશે અને રાજય બજેટમાંથી સહાય પેટે રૂ.૩૨ર.૩૩ કરોડની રકમ ચૂકવવામાં આવશે.કેન્દ્ર સરકાર પાસે 9000 કરોડનું મેમોરેન્ડમ આપવામાં આવ્યું: રાઘવજી પટેલઆ વિશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ઓગસ્ટ માસના સમયની આ સહાય છે. અત્યારે જે વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ છે ત્યાં પણ તાત્કાલિક સર્વ કરીને સહાય માટે મુખ્યમંત્રી નિર્ણય લેશે. ખેડૂતોની જે જમીન ધોવાણ થયું છે તેનો સર્વ કામગીરી ચાલુ છે તેનો રિપોર્ટ આવ્યા બાદ સહાનુભૂતિ પૂર્વક વિચારણા કરવામાં આવશે. કેન્દ્રીય ટીમની મુલાકાત દરમિયાન રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે ૯૦૦૦ કરોડનું મેમોરેન્ડમ આપવામાં આવ્યું હોવાનો સરકારે સ્વીકાર કર્યો. પાક, જમીન ધોવાણ, રોડ રસ્તા સહિતના નુકસાનનું વળતર કેન્દ્ર સરકાર પાસે ૯૦૦૦ કરોડ નુ મેમોરેન્ડમ આપ્યું છે. જમીન ધોવાણ સંદર્ભે સર્વે કરી સહાય ચૂકવાશે. ગુજરાત સરકારે ભારે વરસાદના કારણે થયેલા નુકશાન પર મેમોરેન્ડમ કેન્દ્ર સરકારને સોંપ્યો હતો. રોડ રસ્તા, કૃષિ સહીત વિવિધ નુકશાની માટે રૂપિયા ૯ હજાર કરોડ ની નુકશાનીનું મેમોરેન્ડમ કેન્દ્રને સોંપાયું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આ વર્ષે અતિવૃષ્ટિને લઈને આખરે ગુજરાતના ખેડૂતોને રાહત પેકેજની જાહેરાત કરાઈ છે. કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોને પાક નુકશાનીમાં સહાયની જાહેરાત કરાઈ છે. ૧૪૧૯.૬૨ કરોડની સહાયના રાહત પેકેજની જાહેરાત કરાઈ છે. સહાય પેકેજ અંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, જાહેર થયેલી કૃષિ પેકેજની સહાય ખેડૂતોને 1 મહિનામાં મળી જશે.
પાક સહાય પેકેટને લઇ કૃષિમંત્રીનું નિવેદન
ખેડૂતો માટે સહાય પેકેજ અંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, જાહેર થયેલી કૃષિ પેકેજની સહાય ખેડૂતોને 1 મહિનામાં મળી જશે. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતાં એક મહિનો લાગશે. એક મહિનામાં તમામ ખેડૂતોને સહાય ચૂકવાશે. ખેડૂતો અરજી કરશે, વેરિફાય થશે ત્યારબાદ પાક નુકસાનીની સહાય મળશે. ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીથી લઈને ચૂકવણી પ્રક્રિયા 1 મહિનામાં પૂર્ણ કરાશે. ઓક્ટોબરમાં થયેલા નુકસાનનો સર્વે યુદ્ધના ધોરણે હાલ ચાલુ છે. દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો હશે ત્યાં સરકાર સહાય કરશે. ટૂંક સમયમાં હજુ એક રાહત પેકેજ સરકાર જાહેર કરશે તેવું રાજ્યના કૃષિમંત્રીએ જણાવ્યું હતું.
ખેડૂતોને રાહત આપવા રાજય સરકાર દ્વારા ખાસ પેકેજ જાહેર
ઓગષ્ટ-2024માં થયેલ ભારે વરસાદના પરિણામે પાક નુકશાન થયેલ હતું. જે સંદર્ભે ખેડૂતોને રાહત આપવા રાજય સરકાર દ્વારા ખાસ પેકેજ જાહેર કરવામાં આવે છે. આ પેકેજ દ્વારા સરકારે કુલ રૂ.૧૪૧૯.૬૨ કરોડની સહાય ખેડૂતોને ચુકવવાનો નિર્ણય કરેલ છે. જેમાં SDRF ઉપરાંત રાજય સરકારશ્રીઍ પોતાના ભંડોળમાંથી નુકસાનની તીવ્રતા ધ્યાને લઇ રાજય બજેટમાંથી વધારાની રકમ ચૂકવવા નિર્ણય કરવામાં આવ્યો છે.
ઓગસ્ટ માસના આ પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જુનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર ઍમ ર૦ જિલ્લાના ૧૩૬ તાલુકાના કુલઃ ૬૮૧૨ ગામોનો સમાવેશ થયેલ છે. આ પેકેજ દ્વારા રાજયના ૭ લાખથી વધુ ખેડૂતોને રાહત પેકેજ હેઠળ આવરી લીધેલા છે. આ રાહત પેકેજના કુલઃ૧૪૧૯.૬૨ કરોડ પૈકી રૂ.૧૦૯૭.૩૧ કરોડ SDRF હેઠળ આપવામાં આવશે અને રાજય બજેટમાંથી સહાય પેટે રૂ.૩૨ર.૩૩ કરોડની રકમ ચૂકવવામાં આવશે.
કેન્દ્ર સરકાર પાસે 9000 કરોડનું મેમોરેન્ડમ આપવામાં આવ્યું: રાઘવજી પટેલ
આ વિશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ઓગસ્ટ માસના સમયની આ સહાય છે. અત્યારે જે વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ છે ત્યાં પણ તાત્કાલિક સર્વ કરીને સહાય માટે મુખ્યમંત્રી નિર્ણય લેશે. ખેડૂતોની જે જમીન ધોવાણ થયું છે તેનો સર્વ કામગીરી ચાલુ છે તેનો રિપોર્ટ આવ્યા બાદ સહાનુભૂતિ પૂર્વક વિચારણા કરવામાં આવશે. કેન્દ્રીય ટીમની મુલાકાત દરમિયાન રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે ૯૦૦૦ કરોડનું મેમોરેન્ડમ આપવામાં આવ્યું હોવાનો સરકારે સ્વીકાર કર્યો. પાક, જમીન ધોવાણ, રોડ રસ્તા સહિતના નુકસાનનું વળતર કેન્દ્ર સરકાર પાસે ૯૦૦૦ કરોડ નુ મેમોરેન્ડમ આપ્યું છે. જમીન ધોવાણ સંદર્ભે સર્વે કરી સહાય ચૂકવાશે. ગુજરાત સરકારે ભારે વરસાદના કારણે થયેલા નુકશાન પર મેમોરેન્ડમ કેન્દ્ર સરકારને સોંપ્યો હતો. રોડ રસ્તા, કૃષિ સહીત વિવિધ નુકશાની માટે રૂપિયા ૯ હજાર કરોડ ની નુકશાનીનું મેમોરેન્ડમ કેન્દ્રને સોંપાયું.