Amreli જિલ્લાના ખેડૂતોની વેદના આવી સામે, સરકારે અમને રાહત પેકેજથી બાકાત રાખ્યા

અમરેલી જિલ્લાના ખેડૂતોની વેદના સામે આવી છે તેમાં તેમનું કહેવું છે કે,સરકારે રાહત પેકેજ જાહેર કર્યું પરંતુ અમરેલી જિલ્લાને બાકાત રાખ્યો છે ત્યારે જિલ્લાના ખેડૂતોએ પોતાની વેદના રજૂ કરી છે,અમરેલી જિલ્લામાં બે લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે જેમાં 1.5 લાખ હેક્ટર મગફળી ક્યાંક પલળી ગઈ છે ક્યાંક સુખ ઉગાઈ ગઈ છે તો ક્યાંક સુકાઈ ગઈ છે અને મોટા પાસે નુકસાન થયું છે. કપાસને ભારે નુકસાન કપાસમાં પણ એ જ પરિસ્થિતિ છે ત્યારે છેલ્લા એક મહિનામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે ખેડૂતો સરકારને વિનંતી કરી રહ્યા છે કે જિલ્લાના પાંચે ધારાસભ્યો અને સાંસદ સહિતના ભાજપના જ અગ્રણીઓ સરકારને રાહત પેકેજમાં અમરેલી જિલ્લાને આ ખેડૂતોને રાહત આપવાની રજૂઆતો કરી પરંતુ ખેડૂતોની આશા ઠગારી નીકળી છે અને ખેડૂતો સરકાર પાસે રાહત પેકેજની માંગણી કરી રહ્યા છે.પાક સહાય પેકેટને લઇ કૃષિમંત્રીનું નિવેદન ખેડૂતો માટે સહાય પેકેજ અંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, જાહેર થયેલી કૃષિ પેકેજની સહાય ખેડૂતોને 1 મહિનામાં મળી જશે. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતાં એક મહિનો લાગશે. એક મહિનામાં તમામ ખેડૂતોને સહાય ચૂકવાશે. ખેડૂતો અરજી કરશે, વેરિફાય થશે ત્યારબાદ પાક નુકસાનીની સહાય મળશે. ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીથી લઈને ચૂકવણી પ્રક્રિયા 1 મહિનામાં પૂર્ણ કરાશે. ઓક્ટોબરમાં થયેલા નુકસાનનો સર્વે યુદ્ધના ધોરણે હાલ ચાલુ છે. દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો હશે ત્યાં સરકાર સહાય કરશે. ટૂંક સમયમાં હજુ એક રાહત પેકેજ સરકાર જાહેર કરશે તેવું રાજ્યના કૃષિમંત્રીએ જણાવ્યું હતું. પેકેજમાં રાજ્યના 7 લાખથી વધુ ખેડૂતોનો સમાવેશ તમને જણાવી દઈએ કે આ પેકેજમાં 7 લાખથી વધુ ખેડૂતોને આવરી લેવાયા છે. 1419.62 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. SDRFના નિયમ ઉપરાંત વધુ સહાય અપાશે. પેકેજમાં 136 તાલુકાના 6812 ગામને આવરી લેવાયા છે. 1097 કરોડ SDRF ફંડમાંથી અપાશે. પેકેજમાં રાજ્યના 7 લાખથી વધુ ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પેકેજમાં ઓક્ટોબરના નુકસાનનો સમાવેશ નહીં પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે પેકેજમાં ઓક્ટોબરના નુકસાનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પાછોતરા વરસાદથી નુકસાનનો સર્વે થશે, જેને લઈને મુખ્યમંત્રીએ નુકસાનના સર્વે માટે આદેશ આપ્યા છે અને જમીન ધોવાણના સર્વેનું કામ ચાલુ છે. 

Amreli જિલ્લાના ખેડૂતોની વેદના આવી સામે, સરકારે અમને રાહત પેકેજથી બાકાત રાખ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લાના ખેડૂતોની વેદના સામે આવી છે તેમાં તેમનું કહેવું છે કે,સરકારે રાહત પેકેજ જાહેર કર્યું પરંતુ અમરેલી જિલ્લાને બાકાત રાખ્યો છે ત્યારે જિલ્લાના ખેડૂતોએ પોતાની વેદના રજૂ કરી છે,અમરેલી જિલ્લામાં બે લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે જેમાં 1.5 લાખ હેક્ટર મગફળી ક્યાંક પલળી ગઈ છે ક્યાંક સુખ ઉગાઈ ગઈ છે તો ક્યાંક સુકાઈ ગઈ છે અને મોટા પાસે નુકસાન થયું છે.

કપાસને ભારે નુકસાન

કપાસમાં પણ એ જ પરિસ્થિતિ છે ત્યારે છેલ્લા એક મહિનામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે ખેડૂતો સરકારને વિનંતી કરી રહ્યા છે કે જિલ્લાના પાંચે ધારાસભ્યો અને સાંસદ સહિતના ભાજપના જ અગ્રણીઓ સરકારને રાહત પેકેજમાં અમરેલી જિલ્લાને આ ખેડૂતોને રાહત આપવાની રજૂઆતો કરી પરંતુ ખેડૂતોની આશા ઠગારી નીકળી છે અને ખેડૂતો સરકાર પાસે રાહત પેકેજની માંગણી કરી રહ્યા છે.


પાક સહાય પેકેટને લઇ કૃષિમંત્રીનું નિવેદન

ખેડૂતો માટે સહાય પેકેજ અંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, જાહેર થયેલી કૃષિ પેકેજની સહાય ખેડૂતોને 1 મહિનામાં મળી જશે. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતાં એક મહિનો લાગશે. એક મહિનામાં તમામ ખેડૂતોને સહાય ચૂકવાશે. ખેડૂતો અરજી કરશે, વેરિફાય થશે ત્યારબાદ પાક નુકસાનીની સહાય મળશે. ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીથી લઈને ચૂકવણી પ્રક્રિયા 1 મહિનામાં પૂર્ણ કરાશે. ઓક્ટોબરમાં થયેલા નુકસાનનો સર્વે યુદ્ધના ધોરણે હાલ ચાલુ છે. દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો હશે ત્યાં સરકાર સહાય કરશે. ટૂંક સમયમાં હજુ એક રાહત પેકેજ સરકાર જાહેર કરશે તેવું રાજ્યના કૃષિમંત્રીએ જણાવ્યું હતું.

પેકેજમાં રાજ્યના 7 લાખથી વધુ ખેડૂતોનો સમાવેશ

તમને જણાવી દઈએ કે આ પેકેજમાં 7 લાખથી વધુ ખેડૂતોને આવરી લેવાયા છે. 1419.62 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. SDRFના નિયમ ઉપરાંત વધુ સહાય અપાશે. પેકેજમાં 136 તાલુકાના 6812 ગામને આવરી લેવાયા છે. 1097 કરોડ SDRF ફંડમાંથી અપાશે. પેકેજમાં રાજ્યના 7 લાખથી વધુ ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પેકેજમાં ઓક્ટોબરના નુકસાનનો સમાવેશ નહીં

પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે પેકેજમાં ઓક્ટોબરના નુકસાનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પાછોતરા વરસાદથી નુકસાનનો સર્વે થશે, જેને લઈને મુખ્યમંત્રીએ નુકસાનના સર્વે માટે આદેશ આપ્યા છે અને જમીન ધોવાણના સર્વેનું કામ ચાલુ છે.