AMC દ્વારા AMTSને આપવામાં આવતી લોનનું કુલ દેવું વધીને રૂ. 4,620.77 કરોડ

AMTSનું 2025-26ના વર્ષનું કુલ રૂ. 682 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે AMTSનું બજેટ રૂ. 641.50 કરોડ હતું આગામી વર્ષ માટે રૂ. 40.50 કરોડનો વધારો કરાયો છે.આગામી વર્ષ માટે AMTSના બજેટમાં વધારો કરાયો છે પરંતુ AMTSનો પગાર,પેન્શન, તથા અન્ય એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચમાં રૂ.13 કરોડનો વધારો થશે. ગત વર્ષ AMTSનો પગાર,પેન્શન, સહિતનો ખર્ચ રૂ. 335 કરોડ હતો જે આગામી વર્ષે રૂ. 348 કરોડ થશે. AMTS દ્વારા ગત વર્ષે ખાનગી બસ ઓપરેટરોને રૂ. 285 કરોડ ચૂકવાયા હતા અને આગામી વર્ષે રૂ. 307 કરોડ ચૂકવાશે. આમ ખાનગી ઓપરેટરોને વધુ રૂ. 22 કરોડ ચૂકવાશે. AMTSના દેવામાં સતત વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે AMC પાસેથી રૂ. 410 કરોડમી લોન લેવામાં આવી હતી. આગામી વર્ષે AMC પાસેથી રૂ. 437 કરોડની લોન લેવામાં આવશે. ડિસેમ્બર, 2024ના અંતે AMC દ્વારા AMTSને આપવામાં આવતી લોનનું કુલ દેવું વધીને રૂ. 4,620.77 કરોડ થયું છે. શહેરમાં 1,000 બસો દોડાવવાની વાતો કરાય છે. પરંતુ હકીકતમાં ઓન રોડ 1,000થી વધુ બસો મૂકાતી નથી. શહેરમાં ફક્ત 7 ડબલ ડેકર ઈલેક્ટ્રીક બસો દોડાવાય છે. શ્રમજીવીઓને ફ્રી પાસ આપવાને લીધે સતત ખોટ કરતી AMTSની ખોટમાં ઓર વધારો થશે. DYMC અને ટ્રાન્સપોર્ટ મેનેજરે AMTS કમિટી સમક્ષ રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં આગામી વર્ષે 1,172 બસોના કાફલા સામે 1,113 બસો રોડ પર દોડાવવાનું આયોજન કરાયું છે અને 225 AC ઈલેક્ટ્રીક બસો GCC મોડલ પર લેવાનું આયોજન કરાયું છે. સ્પે. વર્ધી બસ ભાડામાં રૂ.1,500 વધવાની શક્યતા સ્પેશીયલ વર્ધીની બસ માટે હાલ 2 કલાકના રૂ. 2000 લેવાતાં હતા. આગામી બજેટમાં ત્રણ કલાકના રૂ. 4500 સૂચવાયા છે. આમ, 3 કલાકના રૂ. 3 હજારને બદલે હવે રૂ. 4500 ચુકવવા પડવાને લીધે રૂ.1,500નો વધારો થવાની શક્યતા છે. અમદાવાદ બહાર બસ લઇ જવા ત્રણ કલાક માટે રૂ. 7500 નક્કી કરાયા છે.

AMC દ્વારા AMTSને આપવામાં આવતી લોનનું કુલ દેવું વધીને રૂ. 4,620.77 કરોડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

AMTSનું 2025-26ના વર્ષનું કુલ રૂ. 682 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે AMTSનું બજેટ રૂ. 641.50 કરોડ હતું આગામી વર્ષ માટે રૂ. 40.50 કરોડનો વધારો કરાયો છે.

આગામી વર્ષ માટે AMTSના બજેટમાં વધારો કરાયો છે પરંતુ AMTSનો પગાર,પેન્શન, તથા અન્ય એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચમાં રૂ.13 કરોડનો વધારો થશે. ગત વર્ષ AMTSનો પગાર,પેન્શન, સહિતનો ખર્ચ રૂ. 335 કરોડ હતો જે આગામી વર્ષે રૂ. 348 કરોડ થશે. AMTS દ્વારા ગત વર્ષે ખાનગી બસ ઓપરેટરોને રૂ. 285 કરોડ ચૂકવાયા હતા અને આગામી વર્ષે રૂ. 307 કરોડ ચૂકવાશે. આમ ખાનગી ઓપરેટરોને વધુ રૂ. 22 કરોડ ચૂકવાશે. AMTSના દેવામાં સતત વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે AMC પાસેથી રૂ. 410 કરોડમી લોન લેવામાં આવી હતી. આગામી વર્ષે AMC પાસેથી રૂ. 437 કરોડની લોન લેવામાં આવશે. ડિસેમ્બર, 2024ના અંતે AMC દ્વારા AMTSને આપવામાં આવતી લોનનું કુલ દેવું વધીને રૂ. 4,620.77 કરોડ થયું છે. શહેરમાં 1,000 બસો દોડાવવાની વાતો કરાય છે. પરંતુ હકીકતમાં ઓન રોડ 1,000થી વધુ બસો મૂકાતી નથી. શહેરમાં ફક્ત 7 ડબલ ડેકર ઈલેક્ટ્રીક બસો દોડાવાય છે. શ્રમજીવીઓને ફ્રી પાસ આપવાને લીધે સતત ખોટ કરતી AMTSની ખોટમાં ઓર વધારો થશે. DYMC અને ટ્રાન્સપોર્ટ મેનેજરે AMTS કમિટી સમક્ષ રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં આગામી વર્ષે 1,172 બસોના કાફલા સામે 1,113 બસો રોડ પર દોડાવવાનું આયોજન કરાયું છે અને 225 AC ઈલેક્ટ્રીક બસો GCC મોડલ પર લેવાનું આયોજન કરાયું છે.

સ્પે. વર્ધી બસ ભાડામાં રૂ.1,500 વધવાની શક્યતા

સ્પેશીયલ વર્ધીની બસ માટે હાલ 2 કલાકના રૂ. 2000 લેવાતાં હતા. આગામી બજેટમાં ત્રણ કલાકના રૂ. 4500 સૂચવાયા છે. આમ, 3 કલાકના રૂ. 3 હજારને બદલે હવે રૂ. 4500 ચુકવવા પડવાને લીધે રૂ.1,500નો વધારો થવાની શક્યતા છે. અમદાવાદ બહાર બસ લઇ જવા ત્રણ કલાક માટે રૂ. 7500 નક્કી કરાયા છે.