Ahmedabad: ચાઈનીઝ દોરી મુદ્દે હંમેશા ઉત્તરાયણ નજીક આવે ત્યારે જ કેમ સુનાવણી?
ગુજરાતભરમાં ચાઈનીઝ દોરી, ગ્લાસકોટેડ નાયલોન દોરી તેમજ ચાઈનીઝ ટુક્કલ પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, હાઇકોર્ટ અને પોલીસ ઓથોરીટી દ્વારા કાયદેસર રીતે પ્રતિબંધ ફ્રમાવાયેલો હોવા છતાં તેના ગેરકાયદે ઉત્પાદન, વેચાણ અને ઉપયોગને લઇ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટ અરજીમાં આજે ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ગુજરાત સરકારને જણાવ્યું હતું કે, પ્રતિબંંધિત ઘાતક દોરીનો ઇશ્યુ એ કાયમી પ્રશ્ન છે, તેથી તેના કાયમી નિવારણ માટે રાજય સરકાર કોઇ નક્કર પ્લાન લઇને કોર્ટ સમક્ષ આવે. હાઇકોર્ટે સમગ્ર પ્રશ્નનું કાયમી નિરાકરણ શોધી નક્કર પ્લાન સાથે આવવા સરકારપક્ષને નિર્દેશ કર્યો હતો.વધુમાં, ચીફ્ જસ્ટિસની ખંડપીઠે એવી પણ માર્મિક ટકોર કરી હતી કે, દર વર્ષે આ કેસની સુનાવણી છેલ્લી ઘડીયે એટલે કે, ઉતરાયણ આવવાની થાય તેના ગણતરીના દિવસો પહેલાં જ થાય છે તે યોગ્ય બાબત નથી. તેથી કેસની વ્યવસ્થિત રીતે સુનાવણી થઇ શકે અને યોગ્ય નક્કર પરિણામ મળી શકે તે હેતુથી આ કેસની સુનાવણી ઉતરાયણના તહેવાર પહેલેથી કરવી યોગ્ય રહેશે. આમ કહી, હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી સપ્ટેમ્બર માસમા મુકરર કરી હતી. હાઇકોર્ટે એક મહત્ત્વના આદેશ મારફ્તે કાચ પાયેલી, ગ્લાસ કોટેડ સહિતની તમામ ઘાતક દોરીના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ચાઇનીઝ, નાયલોન, કાચ પાયેલ કોટન થ્રેડ દોરી પણ પ્રતિબંધિત કરી દીધો હતો અને સરકાર પાસેથી એકશન ટેકન રિપોર્ટ માંગ્યો હતો. જેના અનુસંધાનમાં આજે રાજય સરકાર દ્વારા સોગંદનામું રજૂ પોલીસ ઓથોરીટી અને સત્તાવાળાઓ દ્વારા કરાયેલી કામગીરીનો એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. સરકારપક્ષ તરફ્થી જણાવાયું કે, ઘાતક દોરી મુદ્દે હાઇકોર્ટના અગાઉના હુકમો, પરિપત્રો અને જાહેરનામાની અસરકારક અમલવારી કરાઇ રહી છે અને સરકાર તેમ જ પોલીસ તંત્ર આ સમગ્ર મામલે ગંભીરતાથી કાર્યવાહી કરી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં રાજયભરમાં 609 એફ્આઇઆર નોંધાઇ છે અને 612થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કાચ પાયેલી અને ગ્લાસ કોડેટ દોરી પર પ્રતિબંધની જાણ કરતી જાહેરાતો અને પ્રચાર-પ્રસારમાં સુધારો કરવાનો હતો તે પણ કરી દેવાયો છે અને તે મુજબ લોકોને જાણ કરાઇ રહી છે અને જાગૃતતા ફેલાવાઇ રહી છે. જેથી હાઇકોર્ટે ઘાતક દોરી મુદ્દે અસરકાર કામગીરી ઉતરાયણ-વાસી ઉતરાયણના તહેવાર દરમ્યાન પણ ચાલુ રાખવા સ્પષ્ટ તાકીદ કરી હતી. અરજદારપક્ષ તરફ્થી એડવોકેટ નિમિષ કાપડિયા અને એડવોકેટ ભુનેશ રૂપેરાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ઘાતક દોરી મુદ્દે છેલ્લા ચાર દિવસમાં અસરકારક કામગીરી થઇ હોય તેમ જણાય છે પરંતુ ઉતરાયણ-વાસી ઉતરાયણ દરમ્યાન પણ તેની કડક અમલવારી થાય તે જરૂરી છે. વળી, દર વર્ષે આ જ પ્રકારે ગુજરાત હાઇકોર્ટના હુકમો, ગૃહવિભાગના જાહેરનામા-પરિપત્રોની નક્કર અને પરિણામલક્ષી કામગીરી થાય તે પણ તેટલું જ જરૂરી છે. જેથી હાઇકોર્ટે સરકારપક્ષને જણાવ્યું કે, ઘાતક દોરીનો પ્રશ્ન એ કાયમી ઇશ્યુ છે અને એટલે તમે આ સમસ્યાના કાયમી નિરાકરણમાટે નક્કર પ્લાન લઇને આવો. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી સપ્ટેમ્બર માસમાં રાખી હતી. સાત દિવસમાં રાજ્યમાં 600થી વધુ ફરિયાદ સરકારી વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, 9થી 12 જાન્યુઆરી સુધીના ચાર દિવસમાં પોલીસે પ્રતિબંધિત દોરીના 50 સંગ્રાહકો અને 404 વેચાણકર્તા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. રાજયમાં કુલ 609 હ્લૈંઇ અને 612 લોકોની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદમાં પાંચ, સુરતમાં 54, વડોદરામાં 35 અને રાજકોટમાં ત્રણ ફરિયાદ થઈ છે. કુલ 23.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતભરમાં ચાઈનીઝ દોરી, ગ્લાસકોટેડ નાયલોન દોરી તેમજ ચાઈનીઝ ટુક્કલ પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, હાઇકોર્ટ અને પોલીસ ઓથોરીટી દ્વારા કાયદેસર રીતે પ્રતિબંધ ફ્રમાવાયેલો હોવા છતાં તેના ગેરકાયદે ઉત્પાદન, વેચાણ અને ઉપયોગને લઇ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટ અરજીમાં આજે ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ગુજરાત સરકારને જણાવ્યું હતું કે, પ્રતિબંંધિત ઘાતક દોરીનો ઇશ્યુ એ કાયમી પ્રશ્ન છે, તેથી તેના કાયમી નિવારણ માટે રાજય સરકાર કોઇ નક્કર પ્લાન લઇને કોર્ટ સમક્ષ આવે. હાઇકોર્ટે સમગ્ર પ્રશ્નનું કાયમી નિરાકરણ શોધી નક્કર પ્લાન સાથે આવવા સરકારપક્ષને નિર્દેશ કર્યો હતો.
વધુમાં, ચીફ્ જસ્ટિસની ખંડપીઠે એવી પણ માર્મિક ટકોર કરી હતી કે, દર વર્ષે આ કેસની સુનાવણી છેલ્લી ઘડીયે એટલે કે, ઉતરાયણ આવવાની થાય તેના ગણતરીના દિવસો પહેલાં જ થાય છે તે યોગ્ય બાબત નથી. તેથી કેસની વ્યવસ્થિત રીતે સુનાવણી થઇ શકે અને યોગ્ય નક્કર પરિણામ મળી શકે તે હેતુથી આ કેસની સુનાવણી ઉતરાયણના તહેવાર પહેલેથી કરવી યોગ્ય રહેશે. આમ કહી, હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી સપ્ટેમ્બર માસમા મુકરર કરી હતી. હાઇકોર્ટે એક મહત્ત્વના આદેશ મારફ્તે કાચ પાયેલી, ગ્લાસ કોટેડ સહિતની તમામ ઘાતક દોરીના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ચાઇનીઝ, નાયલોન, કાચ પાયેલ કોટન થ્રેડ દોરી પણ પ્રતિબંધિત કરી દીધો હતો અને સરકાર પાસેથી એકશન ટેકન રિપોર્ટ માંગ્યો હતો. જેના અનુસંધાનમાં આજે રાજય સરકાર દ્વારા સોગંદનામું રજૂ પોલીસ ઓથોરીટી અને સત્તાવાળાઓ દ્વારા કરાયેલી કામગીરીનો એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
સરકારપક્ષ તરફ્થી જણાવાયું કે, ઘાતક દોરી મુદ્દે હાઇકોર્ટના અગાઉના હુકમો, પરિપત્રો અને જાહેરનામાની અસરકારક અમલવારી કરાઇ રહી છે અને સરકાર તેમ જ પોલીસ તંત્ર આ સમગ્ર મામલે ગંભીરતાથી કાર્યવાહી કરી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં રાજયભરમાં 609 એફ્આઇઆર નોંધાઇ છે અને 612થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કાચ પાયેલી અને ગ્લાસ કોડેટ દોરી પર પ્રતિબંધની જાણ કરતી જાહેરાતો અને પ્રચાર-પ્રસારમાં સુધારો કરવાનો હતો તે પણ કરી દેવાયો છે અને તે મુજબ લોકોને જાણ કરાઇ રહી છે અને જાગૃતતા ફેલાવાઇ રહી છે. જેથી હાઇકોર્ટે ઘાતક દોરી મુદ્દે અસરકાર કામગીરી ઉતરાયણ-વાસી ઉતરાયણના તહેવાર દરમ્યાન પણ ચાલુ રાખવા સ્પષ્ટ તાકીદ કરી હતી.
અરજદારપક્ષ તરફ્થી એડવોકેટ નિમિષ કાપડિયા અને એડવોકેટ ભુનેશ રૂપેરાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ઘાતક દોરી મુદ્દે છેલ્લા ચાર દિવસમાં અસરકારક કામગીરી થઇ હોય તેમ જણાય છે પરંતુ ઉતરાયણ-વાસી ઉતરાયણ દરમ્યાન પણ તેની કડક અમલવારી થાય તે જરૂરી છે. વળી, દર વર્ષે આ જ પ્રકારે ગુજરાત હાઇકોર્ટના હુકમો, ગૃહવિભાગના જાહેરનામા-પરિપત્રોની નક્કર અને પરિણામલક્ષી કામગીરી થાય તે પણ તેટલું જ જરૂરી છે. જેથી હાઇકોર્ટે સરકારપક્ષને જણાવ્યું કે, ઘાતક દોરીનો પ્રશ્ન એ કાયમી ઇશ્યુ છે અને એટલે તમે આ સમસ્યાના કાયમી નિરાકરણમાટે નક્કર પ્લાન લઇને આવો. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી સપ્ટેમ્બર માસમાં રાખી હતી.
સાત દિવસમાં રાજ્યમાં 600થી વધુ ફરિયાદ
સરકારી વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, 9થી 12 જાન્યુઆરી સુધીના ચાર દિવસમાં પોલીસે પ્રતિબંધિત દોરીના 50 સંગ્રાહકો અને 404 વેચાણકર્તા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. રાજયમાં કુલ 609 હ્લૈંઇ અને 612 લોકોની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદમાં પાંચ, સુરતમાં 54, વડોદરામાં 35 અને રાજકોટમાં ત્રણ ફરિયાદ થઈ છે. કુલ 23.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.