Surendranagar: કેમિકલ ભરેલા ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માત, એકનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ ભયાનક અકસ્માત બાદ ટેન્કરમાંથી કેમિકલ રસ્તા પર ફરી વળતા સ્થાનિકો સહિત આસપાસના વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. આ અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. લીંબડી-રાજકોટ હાઇવે પર છાલીયા તળાવ પાસે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં આ ગોઝારા અકસ્માતની ઘટનામાં મૃતકની ડેડબોડી ટેન્કરમાં ફસાઈ જતા પોલીસ વિભાગ દ્વારા બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે આ અકસ્માતની ઘટનાના પગલે લીંબડી-રાજકોટ હાઇવે પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ જ્યારે આ અકસ્માતની ઘટનામાં અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે તાકીદે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયારે આ અકસ્માતની ઘટનાના પગલે સુરેન્દ્રનગર અને લીંબડી ફાયર ફાયટર ટીમ, ડીવાયએસપી વિશાલ રબારી તથા પ્રાંત અધિકારી અને પોલીસ સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ કલાકો સુધી ટેન્કરની ડ્રાઈવર કેબીનમાં મૃતદેહ ફસાયેલો રહ્યો લીંબડી-રાજકોટ હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેમાં હાઈવે પર રસ્તામાં ચારેબાજુ કેમિકલ ઢોળાયેલું હોવાથી એની નજીક જવુ શક્ય ન હોવાથી આ ગોઝારા અકસ્માતના કલાકો બાદ પણ મૃતદેહ ડ્રાઈવર કેબીનમાં ફસાયેલો રહ્યો હતો.

Surendranagar: કેમિકલ ભરેલા ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માત, એકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ ભયાનક અકસ્માત બાદ ટેન્કરમાંથી કેમિકલ રસ્તા પર ફરી વળતા સ્થાનિકો સહિત આસપાસના વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. આ અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા.


લીંબડી-રાજકોટ હાઇવે પર છાલીયા તળાવ પાસે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં આ ગોઝારા અકસ્માતની ઘટનામાં મૃતકની ડેડબોડી ટેન્કરમાં ફસાઈ જતા પોલીસ વિભાગ દ્વારા બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે આ અકસ્માતની ઘટનાના પગલે લીંબડી-રાજકોટ હાઇવે પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ

જ્યારે આ અકસ્માતની ઘટનામાં અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે તાકીદે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયારે આ અકસ્માતની ઘટનાના પગલે સુરેન્દ્રનગર અને લીંબડી ફાયર ફાયટર ટીમ, ડીવાયએસપી વિશાલ રબારી તથા પ્રાંત અધિકારી અને પોલીસ સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


અકસ્માત બાદ કલાકો સુધી ટેન્કરની ડ્રાઈવર કેબીનમાં મૃતદેહ ફસાયેલો રહ્યો

લીંબડી-રાજકોટ હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેમાં હાઈવે પર રસ્તામાં ચારેબાજુ કેમિકલ ઢોળાયેલું હોવાથી એની નજીક જવુ શક્ય ન હોવાથી આ ગોઝારા અકસ્માતના કલાકો બાદ પણ મૃતદેહ ડ્રાઈવર કેબીનમાં ફસાયેલો રહ્યો હતો.