Ahmedabadમાં વધુ એક અપહરણનો બનાવ, પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને પકડ્યા

અમદાવાદમાં હવે લુંટ, મર્ડર અને અપહરણના બનાવો સાવ સામાન્ય બની ચુક્યા છે, ત્યારે વધુ એક અપહરણનો બનાવ સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ હરકતમાં આવી છે અને ગણતરીની કલાકોમાં અપહરણ થનારને છોડાવી આરોપીઓને પકડી પાડ્યા છે.પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં મહેસાણાથી પકડી પાડ્યા અમદાવાદના અચેર ડેપો પાસેથી મોહિત ઠાકોર નામના વ્યક્તિને ચાર અજાણ્યા શખ્શોએ ઈકો ગાડીમાં બેસાડીને અપહરણ કર્યું હતું અને પોલીસને કોલ મળતા જ પોલીસ સતર્ક થઈ હતી અને પોલીસે સીસીટીવી, કોલ ડિટેલ અને હ્યુમન સર્વેલેન્સથી ગણતરીના કલાકોમાં આરોપીઓને મહેસાણાથી પકડી પાડ્યા હતા અને જેનું અપહરણ થયુ હતુ તે મોહિત ઠાકોરને છોડાવ્યો હતો. વીમા કલેમના પૈસા લેવા માટે કર્યું અપહરણ મહત્વનું છે કે મોટાભાગના અપહરણ પૈસા માટે થતા હોય છે અને આ અપહરણમાં પણ પૈસા જ મહત્વનું કારણ હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનાર મોહિત ઠાકોરે બે વર્ષ અગાઉ કોઈક ગાડીને ટક્કર મારેલી અને તેનો કેસ કોર્ટમાં ચાલતો હતો, પરંતુ મોહિત ઠાકોર કોર્ટમાં વારંવાર ગેરહાજર રહેતો હતો. જેથી વીમા કલેમના પૈસા અકસ્માતમાં ભોગ બનનારને મળી રહ્યા ન હતા, જેથી જેમની ગાડીને ટક્કર વાગી હતી તે લોકોએ મોહિતનું અપહરણ કર્યું હતુ અને તેને ધમકી આપી વીમાના પૈસા અને અક્સ્માતનું વળતર મેળવવા આ ગુનાને અંજામ આપ્યો હતો.

Ahmedabadમાં વધુ એક અપહરણનો બનાવ, પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને પકડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં હવે લુંટ, મર્ડર અને અપહરણના બનાવો સાવ સામાન્ય બની ચુક્યા છે, ત્યારે વધુ એક અપહરણનો બનાવ સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ હરકતમાં આવી છે અને ગણતરીની કલાકોમાં અપહરણ થનારને છોડાવી આરોપીઓને પકડી પાડ્યા છે.

પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં મહેસાણાથી પકડી પાડ્યા

અમદાવાદના અચેર ડેપો પાસેથી મોહિત ઠાકોર નામના વ્યક્તિને ચાર અજાણ્યા શખ્શોએ ઈકો ગાડીમાં બેસાડીને અપહરણ કર્યું હતું અને પોલીસને કોલ મળતા જ પોલીસ સતર્ક થઈ હતી અને પોલીસે સીસીટીવી, કોલ ડિટેલ અને હ્યુમન સર્વેલેન્સથી ગણતરીના કલાકોમાં આરોપીઓને મહેસાણાથી પકડી પાડ્યા હતા અને જેનું અપહરણ થયુ હતુ તે મોહિત ઠાકોરને છોડાવ્યો હતો.

વીમા કલેમના પૈસા લેવા માટે કર્યું અપહરણ

મહત્વનું છે કે મોટાભાગના અપહરણ પૈસા માટે થતા હોય છે અને આ અપહરણમાં પણ પૈસા જ મહત્વનું કારણ હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનાર મોહિત ઠાકોરે બે વર્ષ અગાઉ કોઈક ગાડીને ટક્કર મારેલી અને તેનો કેસ કોર્ટમાં ચાલતો હતો, પરંતુ મોહિત ઠાકોર કોર્ટમાં વારંવાર ગેરહાજર રહેતો હતો. જેથી વીમા કલેમના પૈસા અકસ્માતમાં ભોગ બનનારને મળી રહ્યા ન હતા, જેથી જેમની ગાડીને ટક્કર વાગી હતી તે લોકોએ મોહિતનું અપહરણ કર્યું હતુ અને તેને ધમકી આપી વીમાના પૈસા અને અક્સ્માતનું વળતર મેળવવા આ ગુનાને અંજામ આપ્યો હતો.