Detroj: રૂદાતલ ગામે આવેલ પૌરાણિક ગણપતિ દાદાના મંદિરે અન્નક્ષેત્રનો શુભારંભ
રાજા સિદ્ધરાજસિંહના સમયમાં મંદિરનું નિર્માણ થયું હતું રૂદાતલનું ગણેશ મંદિર 1200 વર્ષ પૌરાણિક હોવાનું મનાય છે. ઉત્તર ગુજરાત અને ઝાલાવાડની પંથકના શ્રાદ્ધાળુઓની આસ્થા અહીં જોડાયેલી છે દેત્રોજના રૂદાતલ ગામે આવેલ ગણપતિ દાદાના મંદિરે આજથી 1 સપ્ટેમ્બર, 2024થી અન્નક્ષેત્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રૂદાતલ ગામે આવેલ પૌરાણિક રૂદાતલા ગણપતિ દાદાના મંદિરે અન્નક્ષેત્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. સંતો-મહંતો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં દેત્રોજ તાલુકાના રૂદાતલ ગામે 1200 વર્ષ જૂનું પૌરાણિક રૂદાતલા ગણપતિદાદાનું મંદિર આવેલુ છે. જ્યાં રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પધારે છે. આજે રૂદાતલા ગણપતિદાદાના મંદિરે ધ્વજારોહણ અને અન્નક્ષેત્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સંતો - મહંતો, અગ્રણીઓ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં પ્રચલિત બન્યું છે માંડલથી 45 કિ.મી દુર અને વિઠલાપુર દેત્રોજ હાઈવે પર ઓઢવ અને કાંઝ ગામની વચ્ચે રૂદાતલ ગામની સીમ છે. આ ગામની સીમમાં એક ગણપતિદાદાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલ છે. જે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં પ્રચલિત બન્યું છે. લોકમાન્યતા મુજબ રૂદાતલનું ગણેશ મંદિર 1200 વર્ષ પૌરાણિક હોવાનું મનાય છે. શક્તિ માતાજી અને રૂદ્રેશ્વર મહાદેવના મંદિર બનાવવામાં આવ્યા હતા દેત્રોજ તાલુકામાં રૂદાતલ ગામની અંદર તળાવના કિનારે પૂર્વ દિશામાં સિદ્ધરાજ જયસિંહના યુગમાં ગણપતિ દાદાનું મંદિર તેમજ શક્તિ માતાજી અને રૂદ્રેશ્વર મહાદેવના મંદિર બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સમયાંતરે રૂદાતલ ગામે ગણપતિ દાદાનું ભવ્ય મંદિર બંધાવવામાં આવ્યું હતું. રૂદાતલ ગણપતિ દાદાનું મંદિર હાલ વિશાળ કેમ્પસમાં આજુબાજુની હરિયાળી અને શાંતિના વાતાવરણ વચ્ચે શોભાયમાન છે. માંડલ, દેત્રોજ, કડી, મહેસાણા, બેચરાજી સહિતના ઉત્તર ગુજરાત અને ઝાલાવાડની પંથકના શ્રાદ્ધાળુઓની આસ્થા અહીં જોડાયેલી છે. અહીં દર મહિનાની વદ-4ના રોજ ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. તેમજ ભાદરવા માસની ચોથ એટલે કે ગણેશ ચતુર્થીએ ભક્તોનું કીડિયારું ઉભરાય છે. અહીં 10 દિવસ મહારાષ્ટ્રની જેમ ઉત્સવો, લોકમેળાઓ યોજાય છે આ ગણપતિ દાદાની બરોબર સામે મુષકદેવ પણ બિરાજમાન છે. ગણેશ મહોત્સવ અંતર્ગત માંડલ, દેત્રોજ પંથકમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વથી અનેક શેરી, મહોલ્લાઓમાં તેમજ ઘરે ઘરે પણ લોકો ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરે છે. 10 દિવસ માંડલ પંથકમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવનો ઉમંગ જોવા મળે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રાજા સિદ્ધરાજસિંહના સમયમાં મંદિરનું નિર્માણ થયું હતું
- રૂદાતલનું ગણેશ મંદિર 1200 વર્ષ પૌરાણિક હોવાનું મનાય છે.
- ઉત્તર ગુજરાત અને ઝાલાવાડની પંથકના શ્રાદ્ધાળુઓની આસ્થા અહીં જોડાયેલી છે
દેત્રોજના રૂદાતલ ગામે આવેલ ગણપતિ દાદાના મંદિરે આજથી 1 સપ્ટેમ્બર, 2024થી અન્નક્ષેત્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રૂદાતલ ગામે આવેલ પૌરાણિક રૂદાતલા ગણપતિ દાદાના મંદિરે અન્નક્ષેત્રનો શુભારંભ કરવામાં આવ્યો છે.
સંતો-મહંતો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં
દેત્રોજ તાલુકાના રૂદાતલ ગામે 1200 વર્ષ જૂનું પૌરાણિક રૂદાતલા ગણપતિદાદાનું મંદિર આવેલુ છે. જ્યાં રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પધારે છે. આજે રૂદાતલા ગણપતિદાદાના મંદિરે ધ્વજારોહણ અને અન્નક્ષેત્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સંતો - મહંતો, અગ્રણીઓ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં પ્રચલિત બન્યું છે
માંડલથી 45 કિ.મી દુર અને વિઠલાપુર દેત્રોજ હાઈવે પર ઓઢવ અને કાંઝ ગામની વચ્ચે રૂદાતલ ગામની સીમ છે. આ ગામની સીમમાં એક ગણપતિદાદાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલ છે. જે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં પ્રચલિત બન્યું છે. લોકમાન્યતા મુજબ રૂદાતલનું ગણેશ મંદિર 1200 વર્ષ પૌરાણિક હોવાનું મનાય છે.
શક્તિ માતાજી અને રૂદ્રેશ્વર મહાદેવના મંદિર બનાવવામાં આવ્યા હતા
દેત્રોજ તાલુકામાં રૂદાતલ ગામની અંદર તળાવના કિનારે પૂર્વ દિશામાં સિદ્ધરાજ જયસિંહના યુગમાં ગણપતિ દાદાનું મંદિર તેમજ શક્તિ માતાજી અને રૂદ્રેશ્વર મહાદેવના મંદિર બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સમયાંતરે રૂદાતલ ગામે ગણપતિ દાદાનું ભવ્ય મંદિર બંધાવવામાં આવ્યું હતું. રૂદાતલ ગણપતિ દાદાનું મંદિર હાલ વિશાળ કેમ્પસમાં આજુબાજુની હરિયાળી અને શાંતિના વાતાવરણ વચ્ચે શોભાયમાન છે. માંડલ, દેત્રોજ, કડી, મહેસાણા, બેચરાજી સહિતના ઉત્તર ગુજરાત અને ઝાલાવાડની પંથકના શ્રાદ્ધાળુઓની આસ્થા અહીં જોડાયેલી છે. અહીં દર મહિનાની વદ-4ના રોજ ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. તેમજ ભાદરવા માસની ચોથ એટલે કે ગણેશ ચતુર્થીએ ભક્તોનું કીડિયારું ઉભરાય છે. અહીં 10 દિવસ મહારાષ્ટ્રની જેમ ઉત્સવો, લોકમેળાઓ યોજાય છે આ ગણપતિ દાદાની બરોબર સામે મુષકદેવ પણ બિરાજમાન છે.
ગણેશ મહોત્સવ અંતર્ગત માંડલ, દેત્રોજ પંથકમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વથી અનેક શેરી, મહોલ્લાઓમાં તેમજ ઘરે ઘરે પણ લોકો ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરે છે. 10 દિવસ માંડલ પંથકમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવનો ઉમંગ જોવા મળે છે.