શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી AMC, સરકારી કચેરીઓ પૈકી ૨૬૦ સ્થળે મચ્છરનો ઉપદ્રવ મળ્યો

અમદાવાદ,શનિવાર,24 ઓગસ્ટ,2024અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત સરકારી કચેરીઓ તથા ખાનગી મિલકતોમાં મચ્છરના ઉપદ્રવને લઈ મ્યુનિ.ના આરોગ્ય વિભાગ તરફથી તપાસ કરાઈ હતી. છ હજારથી વધુ મિલકતમાં મચ્છરના બ્રિડીંગ અંગેની તપાસ કરાતા મ્યુનિ.તથા સરકારી કચેરીઓમાં ૨૬૦ સ્થળે મચ્છરનો ઉપદ્રવ મળ્યો હતો. સરકારી, અર્ધ સરકારી અને ખાનગી એમ કુલ મળીને ૬૦૮૦ મિલકતની તપાસ કરાતા ૬૩૨ સ્પોટ ઉપર મચ્છરનો ઉપદ્રવ મળી આવ્યો હતો. ૧૩ ખાનગી એકમ સીલ કરાયા હતા.કુલ રુપિયા ૨૪ લાખથી વધુની રકમ પેનલ્ટી પેટે વસૂલ કરાઈ હતી.શહેરમાં મચ્છરજન્ય રોગના વધતા કેસને નિયંત્રણમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઉપરાંત ઝોન,સબ ઝોનલ કચેરીઓ,સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,બગીચા સહિતના સ્થળોએ હેલ્થ વિભાગની ટીમ દ્વારા મચ્છરના બ્રિડીંગને લઈ તપાસ હાથ ધરી હતી. આ વર્ષની શરુઆતમાં મ્યુનિ.તંત્ર દ્વારા મ્યુનિ.કચેરીઓમાં કયુ.આર.કોડ આપી એક નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી હતી.નોડલ ઓફિસરે તેના હસ્તકના પ્રિમાઈસીસમાં મચ્છરનો ઉપદ્રવ ના થાય તે મુજબની કાર્યવાહી કરાવવાની હતી.નોડલ ઓફિસર તરફથી મચ્છરના ઉપદ્રવને લઈ આપવામાં આવેલા રીપોર્ટ પછી હેલ્થ વિભાગ તરફથી સ્થળ તપાસ કરી ક્રોસ વેરીફીકેશન કરવામાં આવ્યુ હતુ.મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ડોકટર ભાવિન સોલંકીએ કહયુ,૧૦ જુનથી ૨૪ ઓગસ્ટ સુધીના સમયમાં કરવામાં આવેલા ક્રોસ વેરીફીકેશન દરમિયાન મ્યુનિ.તથા સરકારી કચેરી એમ કુલ મળી ૪૨૫૪ સ્પોટ ઉપર થયેલી તપાસ પછી ૨૬૦ સ્પોટ ઉપર તથા ૧૮૧૬ ખાનગી મિલકતોની તપાસ પછી ૩૭૨ સ્પોટમાં મચ્છરના બ્રિડીંગ મળી આવ્યા હતા.કુલ મળીને રુપિયા ૨૪.૭૬ લાખની રકમ  હેલ્થ વિભાગ તરફથી પેનલ્ટી પેટે વસૂલ કરવામાં આવી હતી.ઝોન મુજબ મ્યુનિ.,સરકારી કચેરીમાં મચ્છર બ્રિડીંગઝોન    એકમ તપાસાયા        બ્રિડીંગ સ્પોટ   મધ્ય   ૫૯૧           ૬૭પૂર્વ    ૬૬૯           ૪૭દ.પ.   ૪૧૨           ૧૫ઉત્તર   ૩૬૫           ૨૫ઉ.પ.   ૪૬૮           ૩૧પશ્ચિમ  ૬૭૫           ૧૨દક્ષિણ  ૧૦૮૪         ૬૩ઝોન મુજબખાનગી મિલકતમાં મચ્છરબ્રિડીંગઝોન    એકમ તપાસાયા        બ્રિડીંગ સ્પોટ   મધ્ય   ૩૦૯           ૫૭પૂર્વ    ૨૬૭           ૧૧૩દ.પ.   ૨૦૩           ૨૮ઉત્તર   ૮૧             ૦૯ઉ.પ.   ૧૭૪           ૭૦પશ્ચિમ  ૩૪૮           ૪૮દક્ષિણ  ૪૩૪           ૪૭  

શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી AMC, સરકારી કચેરીઓ પૈકી ૨૬૦ સ્થળે મચ્છરનો ઉપદ્રવ મળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


અમદાવાદ,શનિવાર,24 ઓગસ્ટ,2024

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત સરકારી કચેરીઓ તથા ખાનગી મિલકતોમાં મચ્છરના ઉપદ્રવને લઈ મ્યુનિ.ના આરોગ્ય વિભાગ તરફથી તપાસ કરાઈ હતી. છ હજારથી વધુ મિલકતમાં મચ્છરના બ્રિડીંગ અંગેની તપાસ કરાતા મ્યુનિ.તથા સરકારી કચેરીઓમાં ૨૬૦ સ્થળે મચ્છરનો ઉપદ્રવ મળ્યો હતો. સરકારી, અર્ધ સરકારી અને ખાનગી એમ કુલ મળીને ૬૦૮૦ મિલકતની તપાસ કરાતા ૬૩૨ સ્પોટ ઉપર મચ્છરનો ઉપદ્રવ મળી આવ્યો હતો. ૧૩ ખાનગી એકમ સીલ કરાયા હતા.કુલ રુપિયા ૨૪ લાખથી વધુની રકમ પેનલ્ટી પેટે વસૂલ કરાઈ હતી.

શહેરમાં મચ્છરજન્ય રોગના વધતા કેસને નિયંત્રણમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઉપરાંત ઝોન,સબ ઝોનલ કચેરીઓ,સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,બગીચા સહિતના સ્થળોએ હેલ્થ વિભાગની ટીમ દ્વારા મચ્છરના બ્રિડીંગને લઈ તપાસ હાથ ધરી હતી. આ વર્ષની શરુઆતમાં મ્યુનિ.તંત્ર દ્વારા મ્યુનિ.કચેરીઓમાં કયુ.આર.કોડ આપી એક નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી હતી.નોડલ ઓફિસરે તેના હસ્તકના પ્રિમાઈસીસમાં મચ્છરનો ઉપદ્રવ ના થાય તે મુજબની કાર્યવાહી કરાવવાની હતી.નોડલ ઓફિસર તરફથી મચ્છરના ઉપદ્રવને લઈ આપવામાં આવેલા રીપોર્ટ પછી હેલ્થ વિભાગ તરફથી સ્થળ તપાસ કરી ક્રોસ વેરીફીકેશન કરવામાં આવ્યુ હતુ.મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ડોકટર ભાવિન સોલંકીએ કહયુ,૧૦ જુનથી ૨૪ ઓગસ્ટ સુધીના સમયમાં કરવામાં આવેલા ક્રોસ વેરીફીકેશન દરમિયાન મ્યુનિ.તથા સરકારી કચેરી એમ કુલ મળી ૪૨૫૪ સ્પોટ ઉપર થયેલી તપાસ પછી ૨૬૦ સ્પોટ ઉપર તથા ૧૮૧૬ ખાનગી મિલકતોની તપાસ પછી ૩૭૨ સ્પોટમાં મચ્છરના બ્રિડીંગ મળી આવ્યા હતા.કુલ મળીને રુપિયા ૨૪.૭૬ લાખની રકમ  હેલ્થ વિભાગ તરફથી પેનલ્ટી પેટે વસૂલ કરવામાં આવી હતી.

ઝોન મુજબ મ્યુનિ.,સરકારી કચેરીમાં મચ્છર બ્રિડીંગ

ઝોન    એકમ તપાસાયા        બ્રિડીંગ સ્પોટ  

મધ્ય   ૫૯૧           ૬૭

પૂર્વ    ૬૬૯           ૪૭

દ.પ.   ૪૧૨           ૧૫

ઉત્તર   ૩૬૫           ૨૫

ઉ.પ.   ૪૬૮           ૩૧

પશ્ચિમ  ૬૭૫           ૧૨

દક્ષિણ  ૧૦૮૪         ૬૩

ઝોન મુજબખાનગી મિલકતમાં મચ્છરબ્રિડીંગ

ઝોન    એકમ તપાસાયા        બ્રિડીંગ સ્પોટ  

મધ્ય   ૩૦૯           ૫૭

પૂર્વ    ૨૬૭           ૧૧૩

દ.પ.   ૨૦૩           ૨૮

ઉત્તર   ૮૧             ૦૯

ઉ.પ.   ૧૭૪           ૭૦

પશ્ચિમ  ૩૪૮           ૪૮

દક્ષિણ  ૪૩૪           ૪૭