Sayla: ચોટીલા જવા પગપાળા નીકળેલા યુવાનોને એમ્બ્યુલન્સે ઠોકર મારતાં 1નું મોત,1ને ઇજા
નવરાત્રીને લઇ હાઇવે પર સેંકડો પદયાત્રીઓ, સાયકલ યાત્રીઓ ચોટીલા, માટેલ, માતાના મઢ જવા નીકળતા જોવા મળી રહ્યાં છે. ત્યારે પાણસોલીથી ચોટીલા માનતા કરવા પદયાત્રાએ નિકળેલા ત્રણ મિત્રોમાંથી પગપાળા જતાં બે યુવાનોને સાયલા હાઈવેના વખતપર બોર્ડ પાસે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલી ખાનગી એમ્બ્યુલન્સે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત એક યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે સાથે રહેલ મિત્રને ગંભીર ઇજાઓ થવાથી નડિયાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.વખતપર બોર્ડ નજીક સર્જાયેલા અકસ્માતની મળતી માહિતી મુજબ વિદ્યાનગરની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા જયદીપભાઈ વિરમભાઇ સરૈયાના દાદાના દીકરા ચેતનભાઇ સરૈયાને પાણસોલીથી ચોટીલાના રાજાવડ ગામે ચાલીને જવાની માનતા હોય હોસ્ટેલમાં સાથે રહેતા હિતેષભાઇ રણછોડભાઇ સિંધવને સાથે લઇ ત્રણેય મિત્રો નીકળ્યા હતા. મોડી રાતના સમયે વખતપર પાસે ચાલીને ચેતનભાઇ તથા હિતેષભાઇને એક ઇકો એમ્બ્યુલન્સ કારે પાછળથી ટક્કર મારતાં બન્ને રોડ પર પટકાયા હતા. અક્સ્માત બાદ આજુબાજુના લોકો એકઠા થઇ જતાં તુરંત 108ને જાણ કરવામાં આવી હતી. પરંતુ હિતેષભાઈને ગંભીર ઇજાઓ થવાથી તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું કરુણ મૃત્યું થયું હતું. જ્યારે ચેતનભાઇ પણ ઈજાગ્રસ્ત હાલતમાં સાયલા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નડિયાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બાબતે જયદીપભાઇ સરૈયા દ્વારા અક્સ્માત સર્જી નાસી છુટનાર ખાનગી એમ્બ્યુલન્સના અજાણ્યા ચાલક સામે સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવરાત્રીને લઇ હાઇવે પર સેંકડો પદયાત્રીઓ, સાયકલ યાત્રીઓ ચોટીલા, માટેલ, માતાના મઢ જવા નીકળતા જોવા મળી રહ્યાં છે. ત્યારે પાણસોલીથી ચોટીલા માનતા કરવા પદયાત્રાએ નિકળેલા ત્રણ મિત્રોમાંથી પગપાળા જતાં બે યુવાનોને સાયલા હાઈવેના વખતપર બોર્ડ પાસે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલી ખાનગી એમ્બ્યુલન્સે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત એક યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
જ્યારે સાથે રહેલ મિત્રને ગંભીર ઇજાઓ થવાથી નડિયાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.વખતપર બોર્ડ નજીક સર્જાયેલા અકસ્માતની મળતી માહિતી મુજબ વિદ્યાનગરની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા જયદીપભાઈ વિરમભાઇ સરૈયાના દાદાના દીકરા ચેતનભાઇ સરૈયાને પાણસોલીથી ચોટીલાના રાજાવડ ગામે ચાલીને જવાની માનતા હોય હોસ્ટેલમાં સાથે રહેતા હિતેષભાઇ રણછોડભાઇ સિંધવને સાથે લઇ ત્રણેય મિત્રો નીકળ્યા હતા. મોડી રાતના સમયે વખતપર પાસે ચાલીને ચેતનભાઇ તથા હિતેષભાઇને એક ઇકો એમ્બ્યુલન્સ કારે પાછળથી ટક્કર મારતાં બન્ને રોડ પર પટકાયા હતા. અક્સ્માત બાદ આજુબાજુના લોકો એકઠા થઇ જતાં તુરંત 108ને જાણ કરવામાં આવી હતી. પરંતુ હિતેષભાઈને ગંભીર ઇજાઓ થવાથી તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું કરુણ મૃત્યું થયું હતું. જ્યારે ચેતનભાઇ પણ ઈજાગ્રસ્ત હાલતમાં સાયલા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નડિયાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બાબતે જયદીપભાઇ સરૈયા દ્વારા અક્સ્માત સર્જી નાસી છુટનાર ખાનગી એમ્બ્યુલન્સના અજાણ્યા ચાલક સામે સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.