Ahmedabadના વિરમગામના ગ્રામ્ય પંથકો વરસાદી પાણીથી થયા જળબંબાકાર, વાંચો Special Report

વિરમગામમાં સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા 3 દિવસના વરસાદના વિરામ બાદ પણ પાણી ભરાયેલા અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર વિરમગામમાં ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધો છે,તેમ છત્તા ગ્રામ્ય વિસ્તારોમાં હજી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યાં,મુખ્ય રસ્તાઓ સહિત રહેણાંક મકાનોમાં પાણી ઘુસેલા છે,ત્યારે તંત્ર દ્રારા આ પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરાઈ નથી,જેના કારણે સ્થાનિકોને ભારે સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે.વાંચો અમારી સ્પેશિયલ સ્ટોરી. મુખ્ય રોડ પર પણ પાણી વિરમગામના ગ્રામ્ય વિસ્તારો હજી પાણીથી જળબંબાકાર છે,ગ્રામ્ય વિસ્તારોમા વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યાં.વોર્ડ-2 વિસ્તારના 500થી વધુ મકાનોમાં પાણી ભરાયેલા છે.ઉપરવાસના પાણીના નિકાલ માટે તંત્ર સદંતર નિષ્ફળ નિવડયું હોય તેમ લાગી રહ્યું છે.સ્થાનિકોને ભારે પાણીમાંથી બહાર નિકળવાનો વારો આવ્યો છે,વાહનો અડધા ડૂબી જાય તેવી સ્થિતિમાંથી સ્થાનિકો વાહન લઈને બહાર નિકળી રહ્યાં છે. વિરમગામમાં કયાં ભરાયા પાણી વિરમગામની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર નવાપરા, કુંવરબા પાર્ક, ઉજીની ચાલી,ફુલવાડી વિસ્તાર સહીત અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે.આ તમામ વિસ્તારોમાં 500થી વધુ મકાનો આવેલા છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,આ બાબતે નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરી તેમ છત્તા તેનો નિકાલ આવતો નથી અને આ સમસ્યાનો દર ચોમાસામાં સામનો કરવો પડે છે,ત્યારે વિરમગામના ધારાસભ્ય તેમજ નગરપાલિકાના સભ્યો આ સ્થાનિકોની સમસ્યાનું જેમ બને તેમ જલદીથી નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે.લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા વિરમગામ , માંડલ, દેત્રોજ અને નળકાંઠાના વિવિધ ગામોના વિસ્તારોમાં રહેતા લોકો પણ અતિવૃષ્ટિથી પ્રભાવિત થયા છે. આ પરિસ્થિતિમાં ગામ અને જિલ્લાના અગ્રણીઓ મદદ અને રાહત કાર્યમાં જોડાયા હતા.પાણીમાં ફસાયેલા લોકોને સોશિયલ મીડિયા મારફતે હેલ્પલાઇન નંબર પહોચતા કરાયા છે. વિરમગામ , માંડલ, દેત્રોજ અને નળકાંઠાના વિસ્તારોમાં પાણી ભરાતા રહીશોની કફોડી હાલત બની જતા લોકોને ભારે હાલાકીમાં મુકાવવાનો વારો આવ્યો હતો.  

Ahmedabadના વિરમગામના ગ્રામ્ય પંથકો વરસાદી પાણીથી થયા જળબંબાકાર, વાંચો Special Report

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિરમગામમાં સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
  • હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા
  • 3 દિવસના વરસાદના વિરામ બાદ પણ પાણી ભરાયેલા

અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર વિરમગામમાં ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધો છે,તેમ છત્તા ગ્રામ્ય વિસ્તારોમાં હજી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યાં,મુખ્ય રસ્તાઓ સહિત રહેણાંક મકાનોમાં પાણી ઘુસેલા છે,ત્યારે તંત્ર દ્રારા આ પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરાઈ નથી,જેના કારણે સ્થાનિકોને ભારે સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે.વાંચો અમારી સ્પેશિયલ સ્ટોરી.

મુખ્ય રોડ પર પણ પાણી

વિરમગામના ગ્રામ્ય વિસ્તારો હજી પાણીથી જળબંબાકાર છે,ગ્રામ્ય વિસ્તારોમા વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યાં.વોર્ડ-2 વિસ્તારના 500થી વધુ મકાનોમાં પાણી ભરાયેલા છે.ઉપરવાસના પાણીના નિકાલ માટે તંત્ર સદંતર નિષ્ફળ નિવડયું હોય તેમ લાગી રહ્યું છે.સ્થાનિકોને ભારે પાણીમાંથી બહાર નિકળવાનો વારો આવ્યો છે,વાહનો અડધા ડૂબી જાય તેવી સ્થિતિમાંથી સ્થાનિકો વાહન લઈને બહાર નિકળી રહ્યાં છે.


વિરમગામમાં કયાં ભરાયા પાણી

વિરમગામની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર નવાપરા, કુંવરબા પાર્ક, ઉજીની ચાલી,ફુલવાડી વિસ્તાર સહીત અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે.આ તમામ વિસ્તારોમાં 500થી વધુ મકાનો આવેલા છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,આ બાબતે નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરી તેમ છત્તા તેનો નિકાલ આવતો નથી અને આ સમસ્યાનો દર ચોમાસામાં સામનો કરવો પડે છે,ત્યારે વિરમગામના ધારાસભ્ય તેમજ નગરપાલિકાના સભ્યો આ સ્થાનિકોની સમસ્યાનું જેમ બને તેમ જલદીથી નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે.

લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા

વિરમગામ , માંડલ, દેત્રોજ અને નળકાંઠાના વિવિધ ગામોના વિસ્તારોમાં રહેતા લોકો પણ અતિવૃષ્ટિથી પ્રભાવિત થયા છે. આ પરિસ્થિતિમાં ગામ અને જિલ્લાના અગ્રણીઓ મદદ અને રાહત કાર્યમાં જોડાયા હતા.પાણીમાં ફસાયેલા લોકોને સોશિયલ મીડિયા મારફતે હેલ્પલાઇન નંબર પહોચતા કરાયા છે. વિરમગામ , માંડલ, દેત્રોજ અને નળકાંઠાના વિસ્તારોમાં પાણી ભરાતા રહીશોની કફોડી હાલત બની જતા લોકોને ભારે હાલાકીમાં મુકાવવાનો વારો આવ્યો હતો.