Sabarkanthaના પ્રાંતિજના મુવાડી ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ, તળાવ બનાવી કરતા કારોબાર

સાબરકાંઠાના પ્રાંતિજમાં દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે નાનું તળાવ બનાવીને દારૂ ઠાલવવામાં આવતો હોવાની વાત સામે આવી છે,મુવાડી ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી જોવા મળી છે,SMCએ દરોડા પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે,આ સમગ્ર કેસમાં 21 શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા છે જયારે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગામમાં બનાવતા દેશી દારૂ મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો 1172 લીટર દેશી દારૂ સાથે 2 શખ્સોની ધરપકડ કરાઈ છે જેમાં 22,535 લીટર દેશી દારુ બનાવવાનો વોશ જપ્ત કરાયો છે અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે,એસએમસીની ટીમે આરોપીઓને ઝડપી પ્રાંતિજ પોલીસને સોંપ્યા છે તો સમગ્ર કેસની તપાસ પ્રાંતિજ પોલીસ કરી રહી છે,છેલ્લા કેટલા સમયથી દારૂ બનાવતા હતા તે દિશામાં પોલીસે તપાસ કરી છે તો દારૂ બનાવવા માટે જે મટિરિયલ ઉપયોગમાં લેવાતું હતુ તે પણ FSLમાં મોકલી આપ્યું છે. પ્રાંતિજમાં 23 આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ આ સમગ્ર કેસમાં પ્રાંતિજ પોલીસે કુલ 23 આરોપીઓની સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી તેજ કરી છે,21 શખ્સો પણ ટૂંક સમયમાં પોલીસ સમક્ષ હાજર થઈ જશે તેવી માહિતી સામે આવી છે,આ 21 શખ્સો પણ દારૂ બનાવતા હતા કે નહી અથવા તો તે લોકો દારૂ પીવા માટે આવ્યા હતા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.સાબરકાંઠા જિલ્લામાં આમ પણ દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓ અગાઉ પણ ઝડપાઈ હતી ત્યારે સ્થાનિક પોલીસ આવા બુટલેગરોને છાવરી રહી છે કે શું તે ખબર નથી પડતી. ઈડરના વિજયનગરમાં પણ દારૂની ભઠ્ઠી પર કરાઈ હતી રેડ વિજયનગર પોલીસે 9 દિવસ અગાઉ આંતરીમાં રેડ કરી ૩૨૦ લિટર દેશી દારૂ, ૮૭૦૦૦ લિટર વોશ કિં.૨૧૭૫૦૦,દારૂ ગાળવાના સાધનોની કિં.૬૦૦ મળી કુલ રૂ.૨,૮૨,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આંતરીના બે ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.વિજયનગર પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે તાલુકાના આંતરીના જગદીશભાઈ મરતાજી ભગોરા અને ઈશ્વરભાઈ કડવાજી ભગોરા પોતાની દારૂ ગાળવાની જગ્યાએ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ચાલુ કરીને દારૂ બનાવવાનું કામ કરી રહ્યા છે.

Sabarkanthaના પ્રાંતિજના મુવાડી ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ, તળાવ બનાવી કરતા કારોબાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠાના પ્રાંતિજમાં દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે નાનું તળાવ બનાવીને દારૂ ઠાલવવામાં આવતો હોવાની વાત સામે આવી છે,મુવાડી ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી જોવા મળી છે,SMCએ દરોડા પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે,આ સમગ્ર કેસમાં 21 શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા છે જયારે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ગામમાં બનાવતા દેશી દારૂ

મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો 1172 લીટર દેશી દારૂ સાથે 2 શખ્સોની ધરપકડ કરાઈ છે જેમાં 22,535 લીટર દેશી દારુ બનાવવાનો વોશ જપ્ત કરાયો છે અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે,એસએમસીની ટીમે આરોપીઓને ઝડપી પ્રાંતિજ પોલીસને સોંપ્યા છે તો સમગ્ર કેસની તપાસ પ્રાંતિજ પોલીસ કરી રહી છે,છેલ્લા કેટલા સમયથી દારૂ બનાવતા હતા તે દિશામાં પોલીસે તપાસ કરી છે તો દારૂ બનાવવા માટે જે મટિરિયલ ઉપયોગમાં લેવાતું હતુ તે પણ FSLમાં મોકલી આપ્યું છે.

પ્રાંતિજમાં 23 આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ

આ સમગ્ર કેસમાં પ્રાંતિજ પોલીસે કુલ 23 આરોપીઓની સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી તેજ કરી છે,21 શખ્સો પણ ટૂંક સમયમાં પોલીસ સમક્ષ હાજર થઈ જશે તેવી માહિતી સામે આવી છે,આ 21 શખ્સો પણ દારૂ બનાવતા હતા કે નહી અથવા તો તે લોકો દારૂ પીવા માટે આવ્યા હતા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.સાબરકાંઠા જિલ્લામાં આમ પણ દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓ અગાઉ પણ ઝડપાઈ હતી ત્યારે સ્થાનિક પોલીસ આવા બુટલેગરોને છાવરી રહી છે કે શું તે ખબર નથી પડતી.

ઈડરના વિજયનગરમાં પણ દારૂની ભઠ્ઠી પર કરાઈ હતી રેડ

વિજયનગર પોલીસે 9 દિવસ અગાઉ આંતરીમાં રેડ કરી ૩૨૦ લિટર દેશી દારૂ, ૮૭૦૦૦ લિટર વોશ કિં.૨૧૭૫૦૦,દારૂ ગાળવાના સાધનોની કિં.૬૦૦ મળી કુલ રૂ.૨,૮૨,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આંતરીના બે ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.વિજયનગર પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે તાલુકાના આંતરીના જગદીશભાઈ મરતાજી ભગોરા અને ઈશ્વરભાઈ કડવાજી ભગોરા પોતાની દારૂ ગાળવાની જગ્યાએ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ચાલુ કરીને દારૂ બનાવવાનું કામ કરી રહ્યા છે.