Vapiના રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચઢતી વખતે મુસાફર પડયો, પોલીસે બચાવ્યો જીવ

ગુજરાતના વાપી રેલવે સ્ટેશન ખાતે સાંજે ચાલુ ટ્રેને ચઢવા જતા એક મુસાફર યુવાન પ્લેટફોર્મ પર પડી ગયો હતો. પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે મુસાફર યુવાન આવી જાય અને અકસ્માતમાં અનિચ્છનીય ઘટના બની જાય તે પહેલાં જ ત્યાં ફરજ પર તૈનાત પોલીસ કોન્સ્ટેબલે સમય સૂચકતા દાખવીને આ મુસાફરનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે. વાપી રેલવે સ્ટેશન પર બની ઘટનાભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષીય મુસાફર યુવાન અલ્પેશભાઈ રમણભાઈ ચૌહાણ તા.૩જી ઓકટોબરે સાંજે પોણા પાંચ વાગ્યે વાપીથી ભરૂચ પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા. વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૧ ઉપર ટ્રેનની રાહ જોઈને તેઓ ઉભા હતા તે દરમિયાન દહાણુ વડોદરા એકસપ્રેસ ટ્રેન ત્યાંથી પસાર થતા તેઓ ચાલુ ટ્રેને ઉતાવળે ચઢવા ગતા હતા. અચાનક સંતુલન ગુમાવી બેસતા મુસાફર અલ્પેશભાઈ પ્લેટફોર્મની કિનારી પર પડી ગયા હતા અને ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી જાય તે પહેલા જ ત્યાં ફરજ પર તૈનાત વાપી રેલવે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ યોગેશભાઈ જગુભાઈએ સમયસૂચકતા દાખવીને સતર્કતા સાથે આ મુસાફરને બહાર ખેંચી લઈ તેનો જીવ બચાવી લીધો હતો. રાજયના પોલીસવડાએ પાઠવ્યા અભિનંદન આ સરાહનીય કામગીરી કરનાર પોલીસ જવાનને તેની બહાદુરી અને સતર્કતા બદલ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા છે.સાથે સાથે અનેક વાર આવી ઘટનાઓ બનતી હોય છે જેમાં ટ્રેન ઉપડતાની સાથે જ મુસાફર ટ્રેનમાં ચઢતી વખતે પડી જાય છે અને પ્લેટફોર્મ પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ તેમને બચાવતા હોય છે,પોલીસ કર્મીઓની નિષ્ઠા અને ફરજ પ્રત્યેની લાગણીથી ઘણા મુસાફરોના જીવ બચી ગયા છે.પોલીસ સ્ટાફે પણ આ કામગીરીને બિરદાવી હતી.

Vapiના રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચઢતી વખતે મુસાફર પડયો, પોલીસે બચાવ્યો જીવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના વાપી રેલવે સ્ટેશન ખાતે સાંજે ચાલુ ટ્રેને ચઢવા જતા એક મુસાફર યુવાન પ્લેટફોર્મ પર પડી ગયો હતો. પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે મુસાફર યુવાન આવી જાય અને અકસ્માતમાં અનિચ્છનીય ઘટના બની જાય તે પહેલાં જ ત્યાં ફરજ પર તૈનાત પોલીસ કોન્સ્ટેબલે સમય સૂચકતા દાખવીને આ મુસાફરનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે.

વાપી રેલવે સ્ટેશન પર બની ઘટના

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષીય મુસાફર યુવાન અલ્પેશભાઈ રમણભાઈ ચૌહાણ તા.૩જી ઓકટોબરે સાંજે પોણા પાંચ વાગ્યે વાપીથી ભરૂચ પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા. વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૧ ઉપર ટ્રેનની રાહ જોઈને તેઓ ઉભા હતા તે દરમિયાન દહાણુ વડોદરા એકસપ્રેસ ટ્રેન ત્યાંથી પસાર થતા તેઓ ચાલુ ટ્રેને ઉતાવળે ચઢવા ગતા હતા. અચાનક સંતુલન ગુમાવી બેસતા મુસાફર અલ્પેશભાઈ પ્લેટફોર્મની કિનારી પર પડી ગયા હતા અને ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી જાય તે પહેલા જ ત્યાં ફરજ પર તૈનાત વાપી રેલવે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ યોગેશભાઈ જગુભાઈએ સમયસૂચકતા દાખવીને સતર્કતા સાથે આ મુસાફરને બહાર ખેંચી લઈ તેનો જીવ બચાવી લીધો હતો.


રાજયના પોલીસવડાએ પાઠવ્યા અભિનંદન

આ સરાહનીય કામગીરી કરનાર પોલીસ જવાનને તેની બહાદુરી અને સતર્કતા બદલ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા છે.સાથે સાથે અનેક વાર આવી ઘટનાઓ બનતી હોય છે જેમાં ટ્રેન ઉપડતાની સાથે જ મુસાફર ટ્રેનમાં ચઢતી વખતે પડી જાય છે અને પ્લેટફોર્મ પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ તેમને બચાવતા હોય છે,પોલીસ કર્મીઓની નિષ્ઠા અને ફરજ પ્રત્યેની લાગણીથી ઘણા મુસાફરોના જીવ બચી ગયા છે.પોલીસ સ્ટાફે પણ આ કામગીરીને બિરદાવી હતી.