Vadodara: વાઘોડિયામાં કરંટ લાગતા કામદારનું મોત, મૃતકના પરિવારજનોએ વળતરની કરી માગ
વડોદરા પાસેના જરોદમાં આવેલી બ્રાયોસીસ સોફ્ટ કેપ્સ પ્રા. લિ. કંપનીમાં કામ કરતા આધેડ કર્માચરીને વીજશોક લાગતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યાર બાદ તેમને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા સામે સવાલો ઉઠવા પામ્યા છે. સાથે જ કંપનીની પોલ ખુલી જવા પામી છે. જરોદની બ્રીયોસીસ સોફ્ટકેપ કંપનીમાં બની ઘટનાવડોદરાના જરોપમાં બ્રાયોસીસ સોફ્ટ કેપ્સ પ્રા. લિ. નામની કંપની આવેલી છે. આ કંપનીમાં રાજેન્દ્રભાઇ પરમાર (ઉં. 47) (રહે. ઇન્દ્રાડ, સાવલી, વડોદરા) કામ કરતા હતા, આજે સવારે તેઓ કંપનીના જીલેટીન વોશીંગ રૂમમાં ગયા હતા. અને ગરમ પાણીનું લિક્વીડ બનાવવા માટેનું કામ શરૂ કર્યું હતું. તેવામાં જીલેટીન સ્ટોરેજ ટેન્કના વાલ્વ પર અચાનક કરંટનો ઝટકો લાગતા તેઓ ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ તુરંત તેઓને સારવાર અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.ઘટનાની જાણ પરિવારને કરાતા તેઓ પણ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. અને પરિવારના આક્રંદને પગલે સ્થળ પર ગમગીની છવાઇ હતી. આ મામલે જરોદ પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. અને કર્મચારીઓ આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે ત્વરિત જરૂરી પગલાં મેનેજમેન્ટ તેવું ઇચ્છી રહ્યા છે. મૃતકના પરિવારજનોએ વળતરની પણ માગ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા પાસેના જરોદમાં આવેલી બ્રાયોસીસ સોફ્ટ કેપ્સ પ્રા. લિ. કંપનીમાં કામ કરતા આધેડ કર્માચરીને વીજશોક લાગતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યાર બાદ તેમને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા સામે સવાલો ઉઠવા પામ્યા છે. સાથે જ કંપનીની પોલ ખુલી જવા પામી છે.
જરોદની બ્રીયોસીસ સોફ્ટકેપ કંપનીમાં બની ઘટના
વડોદરાના જરોપમાં બ્રાયોસીસ સોફ્ટ કેપ્સ પ્રા. લિ. નામની કંપની આવેલી છે. આ કંપનીમાં રાજેન્દ્રભાઇ પરમાર (ઉં. 47) (રહે. ઇન્દ્રાડ, સાવલી, વડોદરા) કામ કરતા હતા, આજે સવારે તેઓ કંપનીના જીલેટીન વોશીંગ રૂમમાં ગયા હતા. અને ગરમ પાણીનું લિક્વીડ બનાવવા માટેનું કામ શરૂ કર્યું હતું. તેવામાં જીલેટીન સ્ટોરેજ ટેન્કના વાલ્વ પર અચાનક કરંટનો ઝટકો લાગતા તેઓ ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ તુરંત તેઓને સારવાર અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ પરિવારને કરાતા તેઓ પણ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. અને પરિવારના આક્રંદને પગલે સ્થળ પર ગમગીની છવાઇ હતી. આ મામલે જરોદ પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. અને કર્મચારીઓ આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે ત્વરિત જરૂરી પગલાં મેનેજમેન્ટ તેવું ઇચ્છી રહ્યા છે. મૃતકના પરિવારજનોએ વળતરની પણ માગ કરી છે.