Ahmedabadના નરોડામાં કચરાના ડબ્બામાંથી નવજાત શિશુ મળી આવ્યું, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું
અમદાવાદના નરોડામાં કચરાના ડબ્બામાંથી નવજાત શિશુ મળી આવતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયું હતુ,નરોડા પાસે આવેલા બસ સ્ટેન્ડમાં કચરાના ડબ્બામાંથી આ બાળક મળી આવ્યું હતુ,તો પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથધરી હતી,કઈ માતાએ આ કારસ્તાન કર્યુ તેને લઈ તપાસ હાથધરી. નરોડામાંથી મળ્યું નવજાત શિશુ નરોડા બસ સ્ટેન્ડના કચરાના ડબ્બામાંથી નવજાત શિશુ મળવાની ઘટના બની છે,બાળક રડી રહ્યું હતુ,ત્યારે કોઈનું ધ્યાન કચરાના ડબ્બામાં ગયું અને શિશુને લઈ પોલીસનો સંપર્ક કર્યો હતો,આસપાસના સ્થાનિકોએ ભેગા મળીને બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડયું હતુ અને તાત્કાલિક ઓકસિજન આપતા બાળક બચી ગયું હતુ,રાત્રીના સમયે કોઈ આ બાળકને કચરાના ડબ્બામાં મૂકી ગયું હોવાની પોલીસને શંકા સેવાઈ રહી છે,તો પોલીસે આસપાસના સીસીટીવી ચેક કર્યા છે. બાળકને મળી તાત્કાલિક સારવાર બાળક કચરમાં બેઠુ બેઠુ રડી રહ્યું હતુ,આ વાતની ખબર એક સ્થાનિકને થઈ તો તેણે ઘટના સ્થળેથી બાળકને બહાર કાઢયું હતુ અને તાત્કાલિક એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો અને બાળકનો જીવ બચાવ્યો હતો.બાળકને અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે.બાળકનો શ્વાસ ચાલુ હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો,પોલીસે અજાણ્યા વ્યકિત વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો છે અને જેણે આ બાળકને તરછોડયું છે તેની સામે પગલા ભરવા કાર્યવાહી હાથધરી છે. 28 જુન 2024ના રોજ મળી આવ્યું શીલજમાંથી નવજાત બાળક શીલજ ગામ નજીક રોહિતવાસ વિસ્તારમાં આશરે 18 વર્ષની આસપાસના ઉંમરની રાજસ્થાનની મહિલા એક દિવસ કરતા પણ નાનું જન્મેલું બાળક રોહિત વાસના નાકે કાંટાની વાડમાં ત્યજી દેવામાં આવ્યું હતું. જ્યાં શ્વેતા યોગેશભાઈ પરમાર નામની મહિલા જોઈ જતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. જે બાદ જાગૃત નાગરિક શ્વેતાબેન દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને સમજતા તાત્કાલિક ધોરણે નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં નવજાત બાળકને લઈ જવામાં આવ્યું હતું. પરંતુ થોડા સમય બાદ તેને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું. જે બાદ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના નરોડામાં કચરાના ડબ્બામાંથી નવજાત શિશુ મળી આવતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયું હતુ,નરોડા પાસે આવેલા બસ સ્ટેન્ડમાં કચરાના ડબ્બામાંથી આ બાળક મળી આવ્યું હતુ,તો પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથધરી હતી,કઈ માતાએ આ કારસ્તાન કર્યુ તેને લઈ તપાસ હાથધરી.
નરોડામાંથી મળ્યું નવજાત શિશુ
નરોડા બસ સ્ટેન્ડના કચરાના ડબ્બામાંથી નવજાત શિશુ મળવાની ઘટના બની છે,બાળક રડી રહ્યું હતુ,ત્યારે કોઈનું ધ્યાન કચરાના ડબ્બામાં ગયું અને શિશુને લઈ પોલીસનો સંપર્ક કર્યો હતો,આસપાસના સ્થાનિકોએ ભેગા મળીને બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડયું હતુ અને તાત્કાલિક ઓકસિજન આપતા બાળક બચી ગયું હતુ,રાત્રીના સમયે કોઈ આ બાળકને કચરાના ડબ્બામાં મૂકી ગયું હોવાની પોલીસને શંકા સેવાઈ રહી છે,તો પોલીસે આસપાસના સીસીટીવી ચેક કર્યા છે.
બાળકને મળી તાત્કાલિક સારવાર
બાળક કચરમાં બેઠુ બેઠુ રડી રહ્યું હતુ,આ વાતની ખબર એક સ્થાનિકને થઈ તો તેણે ઘટના સ્થળેથી બાળકને બહાર કાઢયું હતુ અને તાત્કાલિક એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો અને બાળકનો જીવ બચાવ્યો હતો.બાળકને અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે.બાળકનો શ્વાસ ચાલુ હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો,પોલીસે અજાણ્યા વ્યકિત વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો છે અને જેણે આ બાળકને તરછોડયું છે તેની સામે પગલા ભરવા કાર્યવાહી હાથધરી છે.
28 જુન 2024ના રોજ મળી આવ્યું શીલજમાંથી નવજાત બાળક
શીલજ ગામ નજીક રોહિતવાસ વિસ્તારમાં આશરે 18 વર્ષની આસપાસના ઉંમરની રાજસ્થાનની મહિલા એક દિવસ કરતા પણ નાનું જન્મેલું બાળક રોહિત વાસના નાકે કાંટાની વાડમાં ત્યજી દેવામાં આવ્યું હતું. જ્યાં શ્વેતા યોગેશભાઈ પરમાર નામની મહિલા જોઈ જતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. જે બાદ જાગૃત નાગરિક શ્વેતાબેન દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને સમજતા તાત્કાલિક ધોરણે નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં નવજાત બાળકને લઈ જવામાં આવ્યું હતું. પરંતુ થોડા સમય બાદ તેને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું. જે બાદ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી.