Bhupendrasinh Zalaની ધરપકડ થતા એજન્ટોએ સોશિયલ મીડિયામાં ગ્રૂપના નામ બદલ્યા
ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરાતા બીઝેડ ગ્રૂપના સાબરકાંઠાના એજન્ટોમાં ડર ફેલાયો છે અને એજન્ટોએ સોશિયલ મીડિયામાં ગ્રૂપના નામ બદલ્યા છે,હવે CID ક્રાઈમથી બચવા વિવિધ ગ્રૂપના નામ બદલ્યા છે અને કૌભાંડ સામે આવ્યા બાદ એજન્ટો વધુ સક્રિય થયા છે,BZ ગ્રૂપની જગ્યાએ હવે મિત્ર મંડળ જેવા નામ અપાયા છે.ભૂપેન્દ્ર ઝાલા ઝડપાતા એજન્ટોની વધી મુશ્કેલી.એજન્ટોએ વિવિધ સ્કીમ આપી લોકો પાસે કરાવ્યું છે લાખો રૂપિયાનું રોકાણ. ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના શિક્ષકો એજન્ટ તરીકે સક્રિય આ સમગ્ર કેસમાં ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના શિક્ષકો એજન્ટ તરીકે કામ કરતા હતા,શિક્ષક નરેશ કટારા, પોપટસિંહ, ગુણવતસિંહ ગ્રૂપમાં સક્રિય છે અને કૌભાંડ બહાર આવતા ગુણવતસિંહ રાઠોડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે,ગુણવતસિંહ રાઠોડ પરિવાર સાથે કેટલાય દિવસથી ફરાર છે અને શિક્ષણ વિભાગ શિક્ષકો સામે કાર્યવાહીના બદલે બચાવમાં હોય તેવું લાગી રહ્યું છે.હિંમતનગરથી પોન્ઝી સ્કીમ ચલાવીને લોકોનું કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને સીઆઇડી ક્રાઈમની ટીમે એક મહિના પછી મહેસાણા તાલુકાના દવાડામાં આવેલા ફાર્મહાઉસ પરથી શુક્રવારે ઝડપ્યો હતો. કોર્ટે 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર રાજ્યમાં 6000 કરોડના કૌભાંડ BZ ગ્રૃપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાના CID ક્રાઇમે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જે સ્પેશ્યલ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સ્પેશ્યલ કોર્ટે શનિવાર સાંજ સુધીના રિમાન્ડ આપ્યા છે. BZ ગ્રૃપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની 6 હજાર કરોડના કૌભાંડ અંગે પૂછપરછ થશે. પૂછપરછમાં અનેક ખુલાસા બહાર આવે તેવી શક્યતા છે.રાજ્યમાં લોકોને વધુ વળતરની લાલચ આપીને પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર ઝાલાની તપાસમાં થયા મોટા ખુલાસા ભૂપેન્દ્ર ઝાલાની તપાસમાં મોટા ખુલાસા થયા છે. 18 સ્થળોએ આપેલી ફ્રેંચાઈઝી લેનાર અને તેમના વચ્ચે નો રોલ તથા નાણાંકીય વ્યવહારો પર તપાસ માં આવરી લેવાશે. પોલીસને પ્રાથમિક તપાસ માં રોકાણકારો ની વિગતો હાથ લાગી, રોકાણના નાણાં અને રોકાણકારો બાબતે પુછપરછ માટે રીમાંન્ડ માંગવામાં આવ્યા છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારો પાસેથી મેળવેલા નાણાં પોતાના 7 અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના સાત ખાતાઓ માં રૂપિયા 25 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. માત્ર સાબરકાંઠા જિલ્લા નું ધીરધારનું લાઇસન્સ લઈ અન્ય જિલ્લાઓમાંથી આરોપીએ નાણાં ઉઘરાવ્યા હતા. મહેસાણા, અરવલ્લી, ગોધરા, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ, લુણાવાડા અને અમરેલીમાંથી નાણાં ઉઘરાવ્યા હતા. તલોદના લાઈસન્સના આધારે અન્ય જિલ્લાઓ સહિત નિવૃત્ત કર્મચારીઓ તથા શિક્ષકો પાસેથી પણ નાણાં ઉઘરાવ્યા હતા. આ કૌભાંડી 7 થી 15 ટકાના વળતરની લાલચ આપતો હતો. સો રૂપિયાના સ્ટેમ્પ પેપર રોકાણકારોને આપતો હતો બાંહેધરી તેની વિગતો તપાસમાં આવરી લેવાશે. આંગડીયા કરેલા નાણાં ની રકમ, મિલકત ની ખરીદી, નાણાંના રોકાણ બાબતે પોલીસ તપાસ કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરાતા બીઝેડ ગ્રૂપના સાબરકાંઠાના એજન્ટોમાં ડર ફેલાયો છે અને એજન્ટોએ સોશિયલ મીડિયામાં ગ્રૂપના નામ બદલ્યા છે,હવે CID ક્રાઈમથી બચવા વિવિધ ગ્રૂપના નામ બદલ્યા છે અને કૌભાંડ સામે આવ્યા બાદ એજન્ટો વધુ સક્રિય થયા છે,BZ ગ્રૂપની જગ્યાએ હવે મિત્ર મંડળ જેવા નામ અપાયા છે.ભૂપેન્દ્ર ઝાલા ઝડપાતા એજન્ટોની વધી મુશ્કેલી.એજન્ટોએ વિવિધ સ્કીમ આપી લોકો પાસે કરાવ્યું છે લાખો રૂપિયાનું રોકાણ.
ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના શિક્ષકો એજન્ટ તરીકે સક્રિય
આ સમગ્ર કેસમાં ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના શિક્ષકો એજન્ટ તરીકે કામ કરતા હતા,શિક્ષક નરેશ કટારા, પોપટસિંહ, ગુણવતસિંહ ગ્રૂપમાં સક્રિય છે અને કૌભાંડ બહાર આવતા ગુણવતસિંહ રાઠોડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે,ગુણવતસિંહ રાઠોડ પરિવાર સાથે કેટલાય દિવસથી ફરાર છે અને શિક્ષણ વિભાગ શિક્ષકો સામે કાર્યવાહીના બદલે બચાવમાં હોય તેવું લાગી રહ્યું છે.હિંમતનગરથી પોન્ઝી સ્કીમ ચલાવીને લોકોનું કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને સીઆઇડી ક્રાઈમની ટીમે એક મહિના પછી મહેસાણા તાલુકાના દવાડામાં આવેલા ફાર્મહાઉસ પરથી શુક્રવારે ઝડપ્યો હતો.
કોર્ટે 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
રાજ્યમાં 6000 કરોડના કૌભાંડ BZ ગ્રૃપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાના CID ક્રાઇમે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જે સ્પેશ્યલ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સ્પેશ્યલ કોર્ટે શનિવાર સાંજ સુધીના રિમાન્ડ આપ્યા છે. BZ ગ્રૃપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની 6 હજાર કરોડના કૌભાંડ અંગે પૂછપરછ થશે. પૂછપરછમાં અનેક ખુલાસા બહાર આવે તેવી શક્યતા છે.રાજ્યમાં લોકોને વધુ વળતરની લાલચ આપીને પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી.
ભૂપેન્દ્ર ઝાલાની તપાસમાં થયા મોટા ખુલાસા
ભૂપેન્દ્ર ઝાલાની તપાસમાં મોટા ખુલાસા થયા છે. 18 સ્થળોએ આપેલી ફ્રેંચાઈઝી લેનાર અને તેમના વચ્ચે નો રોલ તથા નાણાંકીય વ્યવહારો પર તપાસ માં આવરી લેવાશે. પોલીસને પ્રાથમિક તપાસ માં રોકાણકારો ની વિગતો હાથ લાગી, રોકાણના નાણાં અને રોકાણકારો બાબતે પુછપરછ માટે રીમાંન્ડ માંગવામાં આવ્યા છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારો પાસેથી મેળવેલા નાણાં પોતાના 7 અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના સાત ખાતાઓ માં રૂપિયા 25 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. માત્ર સાબરકાંઠા જિલ્લા નું ધીરધારનું લાઇસન્સ લઈ અન્ય જિલ્લાઓમાંથી આરોપીએ નાણાં ઉઘરાવ્યા હતા. મહેસાણા, અરવલ્લી, ગોધરા, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ, લુણાવાડા અને અમરેલીમાંથી નાણાં ઉઘરાવ્યા હતા. તલોદના લાઈસન્સના આધારે અન્ય જિલ્લાઓ સહિત નિવૃત્ત કર્મચારીઓ તથા શિક્ષકો પાસેથી પણ નાણાં ઉઘરાવ્યા હતા. આ કૌભાંડી 7 થી 15 ટકાના વળતરની લાલચ આપતો હતો. સો રૂપિયાના સ્ટેમ્પ પેપર રોકાણકારોને આપતો હતો બાંહેધરી તેની વિગતો તપાસમાં આવરી લેવાશે. આંગડીયા કરેલા નાણાં ની રકમ, મિલકત ની ખરીદી, નાણાંના રોકાણ બાબતે પોલીસ તપાસ કરશે.