Thangadh: વિદ્યાર્થિનીની છેડતી કરનારા યુવકની જામીન અરજી નામંજૂર કરાઈ
થાનમાં રહેતા એક પરીવારની દિકરી હાલ હાઈસ્કુલમાં અભ્યાસ કરે છે. તે હાઈસ્કુલે જાય ત્યારે ગામનો એક યુવક તેનો પીછો કરતો હતો. અને સગીરાની છેડતી કરી છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપીએ જામીન પર મુકત થવા કરેલી અરજી સ્પેશ્યલ પોકસો કોર્ટે નામંજુર કરી છે.થાનના એક વિસ્તારમાં રહેતા પરીવારની 17 વર્ષ અને 6 માસની દિકરી હાઈસ્કુલમાં અભ્યાસ કરે છે. આ દિકરી દરરોજ હાઈસ્કુલે જાય ત્યારે ગામના આંબેડકરનગરમાં રહેતો બીપીન ઈશ્વરભાઈ પારધી તેની પાછળ પાછળ જતો હતો. અને વિદ્યાર્થીનીને પોતાની સાથે પ્રેમ સબંધ રાખવા દબાણ કરતો હતો. અને સગીરા પ્રેમસબંધ રાખવાની ના પાડતા છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની જાણ દિકરીના પરીવારજનોને થતા દીકરીની માતાએ થાન પોલીસ મથકે બીપીન પારધી સામે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાતા જ થાન પીઆઈ વી.કે.ખાંટની સુચનાથી સ્ટાફે આરોપી બીપીન પારધીને ઝડપી જેલ હવાલે કર્યો હતો. ત્યારે હાલ જેલવાસ ભોગવતા આરોપી બીપીન પારધીએ જામીન પર મુકત થવા સુરેન્દ્રનગર સ્પેશ્યલ પોકસો કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલો કરતા જણાવ્યુ કે, આરોપી ગુનાહીત ઈતીહાસ ધરાવે છે. તેની સામે થાન પોલીસ મથકે પ્રોહીબીશન સહિતના 7 ગુના નોંધાયેલા છે. જો આરોપીને જામીન મળશે તો તે ફરિયાદી, ભોગ બનનાર અને સાહેદોને ધમકી આપે તથા નાસી જવાની શકયતા રહેલી છે. આથી સુરેન્દ્રનગર ઈન્ચાર્જ સ્પેશ્યલ પોકસો જજ અને એડીશનલ સેશન્સ જજ એન.જી.શાહે અરજદાર આરોપી બીપીન પારધીની જામીન પર મુકત થવાની અરજી નામંજુર કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
થાનમાં રહેતા એક પરીવારની દિકરી હાલ હાઈસ્કુલમાં અભ્યાસ કરે છે. તે હાઈસ્કુલે જાય ત્યારે ગામનો એક યુવક તેનો પીછો કરતો હતો. અને સગીરાની છેડતી કરી છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપીએ જામીન પર મુકત થવા કરેલી અરજી સ્પેશ્યલ પોકસો કોર્ટે નામંજુર કરી છે.
થાનના એક વિસ્તારમાં રહેતા પરીવારની 17 વર્ષ અને 6 માસની દિકરી હાઈસ્કુલમાં અભ્યાસ કરે છે. આ દિકરી દરરોજ હાઈસ્કુલે જાય ત્યારે ગામના આંબેડકરનગરમાં રહેતો બીપીન ઈશ્વરભાઈ પારધી તેની પાછળ પાછળ જતો હતો. અને વિદ્યાર્થીનીને પોતાની સાથે પ્રેમ સબંધ રાખવા દબાણ કરતો હતો. અને સગીરા પ્રેમસબંધ રાખવાની ના પાડતા છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની જાણ દિકરીના પરીવારજનોને થતા દીકરીની માતાએ થાન પોલીસ મથકે બીપીન પારધી સામે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાતા જ થાન પીઆઈ વી.કે.ખાંટની સુચનાથી સ્ટાફે આરોપી બીપીન પારધીને ઝડપી જેલ હવાલે કર્યો હતો. ત્યારે હાલ જેલવાસ ભોગવતા આરોપી બીપીન પારધીએ જામીન પર મુકત થવા સુરેન્દ્રનગર સ્પેશ્યલ પોકસો કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલો કરતા જણાવ્યુ કે, આરોપી ગુનાહીત ઈતીહાસ ધરાવે છે. તેની સામે થાન પોલીસ મથકે પ્રોહીબીશન સહિતના 7 ગુના નોંધાયેલા છે. જો આરોપીને જામીન મળશે તો તે ફરિયાદી, ભોગ બનનાર અને સાહેદોને ધમકી આપે તથા નાસી જવાની શકયતા રહેલી છે. આથી સુરેન્દ્રનગર ઈન્ચાર્જ સ્પેશ્યલ પોકસો જજ અને એડીશનલ સેશન્સ જજ એન.જી.શાહે અરજદાર આરોપી બીપીન પારધીની જામીન પર મુકત થવાની અરજી નામંજુર કરી છે.