ESICના આસી. ડાયરેક્ટરને રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા ઝડપી લેવાયા

અમદાવાદ,સોમવાર શહેરના આશ્રમ રોડ પર આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમની ઓફિસના આસીટન્ટ ડાયરેક્ટરને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓએ રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. એક ખાનગીર કંપનીના કર્મચારીઓના વીમા કપાતના નાણાં ભરવાની નોટીસમાં સેટલમેન્ટ કરવાના નામે આરોપીએ લાંચ માંગી હતી.અમદાવાદમાં ખાનગી કંપની ધરાવતા માલિકને કર્મચારી રાજ્ય વીમા નિગમ તરફથી કર્મચારીઓના વીમાની કપાત પેટે રૂપિયા ૪૬.૨૬ લાખની રકમ બાકી હોવાની નોટિસ આપવામાં આવી હતી.  જો કે તેમણે નિગમના આસિટન્ટ ડાયરેક્ટર કમલકાંત મીણાને મળીને આ નાણાં ભરવાના ન થતા હોવાની રજૂઆત કરીને દસ્તાવેજો રજૂ કર્યા હતા. પરંતુ, કમલકાંત મીણાએ નોટિસની કુલ રકમના બદલે માત્ર  બે લાખની રકમ કરી આપવાની ખાતરી આપીને ચાર લાખની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે ત્રણ લાખની રકમ નક્કી કરવામાં આવી હતી. જો કે કંપનીના માલિક લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે આશ્રમ રોડ પર આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ સ્થિત કમલકાંતની ઓફિસનાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં તેમને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગે એસીબીએ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

ESICના આસી. ડાયરેક્ટરને રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા ઝડપી લેવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,સોમવાર

 શહેરના આશ્રમ રોડ પર આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમની ઓફિસના આસીટન્ટ ડાયરેક્ટરને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓએ રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. એક ખાનગીર કંપનીના કર્મચારીઓના વીમા કપાતના નાણાં ભરવાની નોટીસમાં સેટલમેન્ટ કરવાના નામે આરોપીએ લાંચ માંગી હતી.અમદાવાદમાં ખાનગી કંપની ધરાવતા માલિકને કર્મચારી રાજ્ય વીમા નિગમ તરફથી કર્મચારીઓના વીમાની કપાત પેટે રૂપિયા ૪૬.૨૬ લાખની રકમ બાકી હોવાની નોટિસ આપવામાં આવી હતી.  જો કે તેમણે નિગમના આસિટન્ટ ડાયરેક્ટર કમલકાંત મીણાને મળીને આ નાણાં ભરવાના ન થતા હોવાની રજૂઆત કરીને દસ્તાવેજો રજૂ કર્યા હતા.

પરંતુ, કમલકાંત મીણાએ નોટિસની કુલ રકમના બદલે માત્ર  બે લાખની રકમ કરી આપવાની ખાતરી આપીને ચાર લાખની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે ત્રણ લાખની રકમ નક્કી કરવામાં આવી હતી. જો કે કંપનીના માલિક લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે આશ્રમ રોડ પર આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ સ્થિત કમલકાંતની ઓફિસનાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં તેમને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગે એસીબીએ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.