ખ્યાતિ હોસ્પિટલની વધુ એક બેદરકારી, કડીના 61 વર્ષીય વૃદ્ધનું મોત

ખ્યાતિ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. હોસ્પિટલની બેદરકારીથી 61 વર્ષીય વૃદ્ધને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મહેસાણા જિલ્લાના કડીમાં વિનાયકપુરામાં રહેતા ગણપત ભાઈ વાળંદનું ગત ૭ નવેમ્બરે હૃદયમાં બ્લોકેજ હોવાનું કહી ઓપરેશન કર્યું હતું. 10 થી 15 મિનિટમાં ઓપરેશન થઈ જશેનું જણાવી ઓપરેશન કર્યું હતું. ઓપરેશનના દોઢ દિવસ બાદ તબિયત લથડતા સારવાર દરમિયાન મોત થયું. તબિયત લથડતા ખ્યાતિ હોસ્પિટલે યુ એન મહેતા હોસ્પિટલમાં જવા કહ્યું હતું. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના વિનાયકપુરા ગામમાં પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત 12 નવેમ્બરે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી અને તેમાંના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી પણ કરી. આ 7માંથી 2 લોકોનાં મોત થઈ ગયાં અને 5ને ICUમાં દાખલ કરવા પડ્યા. આ ઘટના બાદ ખ્યાતિના એક બાદ એક કાંડ સામે આવી રહ્યા છે. PMJAY યોજના દ્વારા કરોડો રૂપિયા ખંખેરવા માટે ખ્યાતિ હવે કુખ્યાત થઈ ગઈ છે. ખ્યાતિ હોસ્પિટલે અમદાવાદ અને ઉત્તર ગુજરાત આસપાસના વિસ્તારોને ખાસ ટાર્ગેટ કરી આખો કાંડ કર્યો છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા 2 વર્ષમાં અમદાવાદથી લઈ કડીના વાઘરોડા સુધીની 50 કિમીના વિસ્તારમાં યોજેલા કેમ્પમાં એન્જિયોપ્લાસ્ટી કરી 8 લોકોના જીવ લઈ લીધા છે, જ્યારે અનેકને લોકોને ગંભીર સમસ્યાઓ થઈ હતી. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા દોઢ-બે વર્ષથી કડી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કેમ્પ યોજી ગામડાની ભોળી પ્રજાને છેતરવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. કડીના વાઘરોડા, લક્ષ્મણપુરા, વિનાયકપુરા, ખવાડ, કણઝરી, ખંડેરાવપુરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની પાસે પીએમજેવાય કાર્ડ હોય તેમને બીજા દિવસે બસમાં અથવા તો ખાનગી વાહનમાં ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા હતા અને ત્યાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવતી હતી. આ મોડસ ઓપરેન્ડી અપનાવી • હોસ્પિટલ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્થ ચેકઅપ કેમ્પમાં લોકોના ઇસીજી કરવું • કેમ્પમાં જ PMJY કાર્ડ ધરાવતા લોકોને અલગ તારવવામાં આવતા હતા • વિનામૂલ્યે સારવારની લાલચ આપીને અલાયદી બસમાં બેસાડીને હૉસ્પિટલ લાવતા • હૉસ્પિટલમાં દાખલ થયા બાદ દર્દીના મોબાઇલ રિસેપ્શન કાઉન્ટર પર લેતા હતા. • સગાની મંજૂરી વિના દર્દીના મોબાઇલ નંબર પરથી PMJY કાર્ડ દ્વારા એન્જિયોપ્લાસ્ટિની મંજૂરી માટે મેસેજ કરતા અને મંજૂરી આવ્યાના ગણતરીના કલાકોમાં ઓપરેશન કરી દેતા હતા. • ટ્રીટમેન્ટ બાદ દર્દીઓને એક રાત માટે હોસ્પિટલમાં રાખે છે. આ રીતે હૉસ્પિટલ એક જ દિવસમાં એક દર્દી પાસેથી 1.30 લાખની કમાણી કરી લેતા હતા, જ્યારે લોકોને લાગે છે કે તેમની ફ્રીમાં સારવાર થઇ ગઇ છે. કડીના વિનાયકપુરામાં કેમ્પનું આયોજન થયેલ અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના માણસો ગત તા. 4/10/24ના રોજ કડી તાલુકાના વિનાયકપુરામાં 6/10/24ના રોજ ગામની પ્રાથમિક શાળામાં આરોગ્ય કેમ્પ કર્યો હતો, જેમાં 6 દર્દીને અમદાવાદ હોસ્પિટલ ખાતે મફત સારવારનું કહી આવવા માટે કહેવામાં આવ્યું હતું. એમાં ચાર દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરી બાકીના બે દર્દીને પાછા વિનાયકપુરા પરત મોકલી દેવાયા હતા. એમાં સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા ગામના વતની અને કડીના વિનાયકપુરામાં રહેતા 70 વર્ષના ગણપતભાઈ વાણંદને હાલતા ચાલતા હોવા છતાં નળી બ્લોક હોવાનું કહીને ઓપેરશનમાં ફક્ત 15 જ મિનિટ થશે એમ કહી આઇસીયુમાં ઓપેરશન થિયેટરમાં લઇ જવાયા હતા અને ઓપેરશન બાદ તરત તેમની તબિયત લથડી હોવાનું જણાવ્યું હતું. ડો. પ્રશાંત વઝીરાણીએ જ કર્યું હતું ઓપરેશન ત્યાર બાદ તેમને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં લઇ જવાયા બાદ દિવાળીના બે દિવસ અગાઉ જ તેમનું અકાળે મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેમનું ઓપેરશન પણ અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વઝીરાણીએ જ કર્યું હતું, પરંતુ તેમનાં પરિવારજનોને એકપણ રિપોર્ટ આપવામાં આવ્યો નહોતો.

ખ્યાતિ હોસ્પિટલની વધુ એક બેદરકારી, કડીના 61 વર્ષીય વૃદ્ધનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખ્યાતિ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. હોસ્પિટલની બેદરકારીથી 61 વર્ષીય વૃદ્ધને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મહેસાણા જિલ્લાના કડીમાં વિનાયકપુરામાં રહેતા ગણપત ભાઈ વાળંદનું ગત ૭ નવેમ્બરે હૃદયમાં બ્લોકેજ હોવાનું કહી ઓપરેશન કર્યું હતું. 10 થી 15 મિનિટમાં ઓપરેશન થઈ જશેનું જણાવી ઓપરેશન કર્યું હતું. ઓપરેશનના દોઢ દિવસ બાદ તબિયત લથડતા સારવાર દરમિયાન મોત થયું. તબિયત લથડતા ખ્યાતિ હોસ્પિટલે યુ એન મહેતા હોસ્પિટલમાં જવા કહ્યું હતું. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના વિનાયકપુરા ગામમાં પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ગત 12 નવેમ્બરે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી અને તેમાંના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી પણ કરી. આ 7માંથી 2 લોકોનાં મોત થઈ ગયાં અને 5ને ICUમાં દાખલ કરવા પડ્યા. આ ઘટના બાદ ખ્યાતિના એક બાદ એક કાંડ સામે આવી રહ્યા છે.

PMJAY યોજના દ્વારા કરોડો રૂપિયા ખંખેરવા માટે ખ્યાતિ હવે કુખ્યાત થઈ ગઈ છે. ખ્યાતિ હોસ્પિટલે અમદાવાદ અને ઉત્તર ગુજરાત આસપાસના વિસ્તારોને ખાસ ટાર્ગેટ કરી આખો કાંડ કર્યો છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા 2 વર્ષમાં અમદાવાદથી લઈ કડીના વાઘરોડા સુધીની 50 કિમીના વિસ્તારમાં યોજેલા કેમ્પમાં એન્જિયોપ્લાસ્ટી કરી 8 લોકોના જીવ લઈ લીધા છે, જ્યારે અનેકને લોકોને ગંભીર સમસ્યાઓ થઈ હતી.

ખ્યાતિ હોસ્પિટલ દ્વારા દોઢ-બે વર્ષથી કડી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કેમ્પ યોજી ગામડાની ભોળી પ્રજાને છેતરવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. કડીના વાઘરોડા, લક્ષ્મણપુરા, વિનાયકપુરા, ખવાડ, કણઝરી, ખંડેરાવપુરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની પાસે પીએમજેવાય કાર્ડ હોય તેમને બીજા દિવસે બસમાં અથવા તો ખાનગી વાહનમાં ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા હતા અને ત્યાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવતી હતી.

આ મોડસ ઓપરેન્ડી અપનાવી

• હોસ્પિટલ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્થ ચેકઅપ કેમ્પમાં લોકોના ઇસીજી કરવું

• કેમ્પમાં જ PMJY કાર્ડ ધરાવતા લોકોને અલગ તારવવામાં આવતા હતા

• વિનામૂલ્યે સારવારની લાલચ આપીને અલાયદી બસમાં બેસાડીને હૉસ્પિટલ લાવતા

• હૉસ્પિટલમાં દાખલ થયા બાદ દર્દીના મોબાઇલ રિસેપ્શન કાઉન્ટર પર લેતા હતા.

• સગાની મંજૂરી વિના દર્દીના મોબાઇલ નંબર પરથી PMJY કાર્ડ દ્વારા એન્જિયોપ્લાસ્ટિની મંજૂરી માટે મેસેજ કરતા અને મંજૂરી આવ્યાના ગણતરીના કલાકોમાં ઓપરેશન કરી દેતા હતા.

• ટ્રીટમેન્ટ બાદ દર્દીઓને એક રાત માટે હોસ્પિટલમાં રાખે છે. આ રીતે હૉસ્પિટલ એક જ દિવસમાં એક દર્દી પાસેથી 1.30 લાખની કમાણી કરી લેતા હતા, જ્યારે લોકોને લાગે છે કે તેમની ફ્રીમાં સારવાર થઇ ગઇ છે.

કડીના વિનાયકપુરામાં કેમ્પનું આયોજન થયેલ

અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના માણસો ગત તા. 4/10/24ના રોજ કડી તાલુકાના વિનાયકપુરામાં 6/10/24ના રોજ ગામની પ્રાથમિક શાળામાં આરોગ્ય કેમ્પ કર્યો હતો, જેમાં 6 દર્દીને અમદાવાદ હોસ્પિટલ ખાતે મફત સારવારનું કહી આવવા માટે કહેવામાં આવ્યું હતું. એમાં ચાર દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરી બાકીના બે દર્દીને પાછા વિનાયકપુરા પરત મોકલી દેવાયા હતા. એમાં સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા ગામના વતની અને કડીના વિનાયકપુરામાં રહેતા 70 વર્ષના ગણપતભાઈ વાણંદને હાલતા ચાલતા હોવા છતાં નળી બ્લોક હોવાનું કહીને ઓપેરશનમાં ફક્ત 15 જ મિનિટ થશે એમ કહી આઇસીયુમાં ઓપેરશન થિયેટરમાં લઇ જવાયા હતા અને ઓપેરશન બાદ તરત તેમની તબિયત લથડી હોવાનું જણાવ્યું હતું.

ડો. પ્રશાંત વઝીરાણીએ જ કર્યું હતું ઓપરેશન

ત્યાર બાદ તેમને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં લઇ જવાયા બાદ દિવાળીના બે દિવસ અગાઉ જ તેમનું અકાળે મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેમનું ઓપેરશન પણ અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વઝીરાણીએ જ કર્યું હતું, પરંતુ તેમનાં પરિવારજનોને એકપણ રિપોર્ટ આપવામાં આવ્યો નહોતો.