Surendranagar: મોટી-કઠેચીમાં જુગાર પર દરોડા બાદ બાઈક લેવા જતા GRD-જવાન પર હુમલો
સુરેન્દ્રનગર શહેરમાં બી ડીવીઝન પોલીસને સલીમાનગરના રહેણાંક મકાનમાં જુગારની બાતમી મળતા દરોડો કરાયો હતો. જેમાં 10 શખ્સો રોકડ અને મોબાઈલ સહિત રૂ. 76,200ની મત્તા સાથે ગંજીપાના ટીચતા પકડાયા હતા.જયારે લીંબડી તાલુકાના મોટી કઠેચી ગામે જુગારની રેડ કરી બાઈક લેવા પરત જતા જીઆરડી જવાનને ટોળા દ્વારા ઘેરીને માર મારવાનો બનાવ બન્યો છે. સુરેન્દ્રનગર બી ડીવીઝન પીઆઈ એમ.એચ.પઠાણ, એન.ડી.ચુડાસમા, અજીતસીંહ સહિતનાઓ શનિવારે સાંજે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે 80 ફુટ રોડ પર આવેલ સલીમાનગરમાં રહેતા દિગ્વીજયસીંહ નીરૂભા ઝાલાના રહેણાંક મકાને જુગાર રમાતો હોવાની બાતમી મળતા દરોડો કરાયો હતો. જેમાં દિગ્વીજયસીંહ નીરૂભા ઝાલા, શકિતસીંહ દીલાવરસીંહ રાણા, ભવદીપસીંહ ગીરીરાજસીંહ ઝાલા, સુરેન્દ્રસીંહ જામભા રાણા, બરકતઅલી બદરૂદ્દીનભાઈ કાનાણી, અજીમ છોટુભાઈ દાદવાણી, કુલદીપસીંહ ભીખુભા જાડેજા, સુરેન્દ્રસીંહ જીલુભા પરમાર, પૃથ્વીરાજસીંહ દિલુભા ઝાલા અને અજયસીંહ પ્રતાપસીંહ રાઠોડ રોકડા રૂ. 31,200 અને રૂ. 45 હજારના 8 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 76,200ની મત્તા સાથે ઝડપાયા હતા. મકાન માલિક દિગ્વીજયસીંહ ઝાલાની પુછપરછ કરતા શનીવારની રજા હોઈ મિત્રો ભેગા થતા ટાઈમ પાસ માટે જુગાર રમવા બેઠા હોવાનું જણાવ્યુ હતુ. બી ડિવિઝન પોલીસે દસેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ પાણશીણા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સ્ટાફના પ્રોબેશનલ પીએસઆઈ જે.એન.ગમારા, રૂપાભાઈ જોગરાણા સહિતનાઓને નવરાત્રીના લીધે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મોટી કઠેચી ગામે તળાવની પાળ પર જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ગરબી બંદોબસ્તમાં રહેલા જીઆરડી જવાનોને સાથે રખાયા હતા. પોલીસે જુગાર રમતા કીરણ છનાભાઈ ભગોદરીયા, પરસોત્તમ વિઠ્ઠલભાઈ ઝેઝરીયા, કાંતી અરજણભાઈ ધોરાળીયા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર સહિત 4ને રોકડા રૂ.1410 સાથે ઝડપી લીધા હતા. જુગારની રેડ કરી પરત ફરતા સમયે જીઆરડી જવાન અલ્પેશભાઈ ભોપાભાઈ કઠેચીયા પોતાનું બાઈક લેવા જતા તેઓને અમુક લોકોએ ધોલ-ધપાટ કરી હતી. જીઆરડી જવાનને માર માર્યાના બનાવની રવિવારે મોડી સાંજ સુધીમાં પોલીસ ચોપડે કોઈ નોંધ થઈ નથી. આ ઉપરાંત રતનપરના રેલવે પાટા નજીક આવેલ મેલડી માતાજીના ઓટા પાસેથી રતનપર ગાંડાવાડીમાં રહેતો જુસબ રહેમાનભાઈ કટીયા વરલી મટકાનો જુગાર રમતો રોકડા રૂ. 430 સાથે ઝડપાયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર શહેરમાં બી ડીવીઝન પોલીસને સલીમાનગરના રહેણાંક મકાનમાં જુગારની બાતમી મળતા દરોડો કરાયો હતો. જેમાં 10 શખ્સો રોકડ અને મોબાઈલ સહિત રૂ. 76,200ની મત્તા સાથે ગંજીપાના ટીચતા પકડાયા હતા.
જયારે લીંબડી તાલુકાના મોટી કઠેચી ગામે જુગારની રેડ કરી બાઈક લેવા પરત જતા જીઆરડી જવાનને ટોળા દ્વારા ઘેરીને માર મારવાનો બનાવ બન્યો છે. સુરેન્દ્રનગર બી ડીવીઝન પીઆઈ એમ.એચ.પઠાણ, એન.ડી.ચુડાસમા, અજીતસીંહ સહિતનાઓ શનિવારે સાંજે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે 80 ફુટ રોડ પર આવેલ સલીમાનગરમાં રહેતા દિગ્વીજયસીંહ નીરૂભા ઝાલાના રહેણાંક મકાને જુગાર રમાતો હોવાની બાતમી મળતા દરોડો કરાયો હતો. જેમાં દિગ્વીજયસીંહ નીરૂભા ઝાલા, શકિતસીંહ દીલાવરસીંહ રાણા, ભવદીપસીંહ ગીરીરાજસીંહ ઝાલા, સુરેન્દ્રસીંહ જામભા રાણા, બરકતઅલી બદરૂદ્દીનભાઈ કાનાણી, અજીમ છોટુભાઈ દાદવાણી, કુલદીપસીંહ ભીખુભા જાડેજા, સુરેન્દ્રસીંહ જીલુભા પરમાર, પૃથ્વીરાજસીંહ દિલુભા ઝાલા અને અજયસીંહ પ્રતાપસીંહ રાઠોડ રોકડા રૂ. 31,200 અને રૂ. 45 હજારના 8 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 76,200ની મત્તા સાથે ઝડપાયા હતા. મકાન માલિક દિગ્વીજયસીંહ ઝાલાની પુછપરછ કરતા શનીવારની રજા હોઈ મિત્રો ભેગા થતા ટાઈમ પાસ માટે જુગાર રમવા બેઠા હોવાનું જણાવ્યુ હતુ. બી ડિવિઝન પોલીસે દસેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ પાણશીણા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સ્ટાફના પ્રોબેશનલ પીએસઆઈ જે.એન.ગમારા, રૂપાભાઈ જોગરાણા સહિતનાઓને નવરાત્રીના લીધે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મોટી કઠેચી ગામે તળાવની પાળ પર જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ગરબી બંદોબસ્તમાં રહેલા જીઆરડી જવાનોને સાથે રખાયા હતા. પોલીસે જુગાર રમતા કીરણ છનાભાઈ ભગોદરીયા, પરસોત્તમ વિઠ્ઠલભાઈ ઝેઝરીયા, કાંતી અરજણભાઈ ધોરાળીયા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર સહિત 4ને રોકડા રૂ.1410 સાથે ઝડપી લીધા હતા. જુગારની રેડ કરી પરત ફરતા સમયે જીઆરડી જવાન અલ્પેશભાઈ ભોપાભાઈ કઠેચીયા પોતાનું બાઈક લેવા જતા તેઓને અમુક લોકોએ ધોલ-ધપાટ કરી હતી. જીઆરડી જવાનને માર માર્યાના બનાવની રવિવારે મોડી સાંજ સુધીમાં પોલીસ ચોપડે કોઈ નોંધ થઈ નથી. આ ઉપરાંત રતનપરના રેલવે પાટા નજીક આવેલ મેલડી માતાજીના ઓટા પાસેથી રતનપર ગાંડાવાડીમાં રહેતો જુસબ રહેમાનભાઈ કટીયા વરલી મટકાનો જુગાર રમતો રોકડા રૂ. 430 સાથે ઝડપાયો હતો.