Mehsana ના 221 CCTV 27 ગુના ઉકેલવામાં ઉપયોગી થયા
મહેસાણા શહેરમાં વર્ષ-2019-20માં સરકારના વિશ્વાસ પ્રોજેકટ હેઠળ ટ્રાફિક મેનેજમેન્ટ અને સલામતી માટે રાજયભરમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવા માટેની શરૂઆત થઈ હતી. જે અંતર્ગત મહેસાણા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 221 સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવેલા છે.જેના થકી શહેરના એ અને બી ડિવિઝન અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી 27 જેટલી ગુનાહિત પ્રવૃત્તિના ભેદ ઉકેલવામાં પોલીસ હેડ કવાર્ટર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ એટલે કે નેત્રમ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓને સફળતા મળી હતી. છેલ્લા નવ મહિનામાં નેત્રમ શાખાની મદદથી આ સીસીટીવી કેમેરા 27 જેટલા ગુના ઉકેલી કાઢવામાં ઉપયોગી થયા હતા. સરકારના વિશ્વાસ પ્રોજેકટના વર્ષ-2023-24ના બીજા તબક્કામાં મહેસાણા, વિસનગર, વડનગર, કડી અને ઊંઝા સહિતના તાલુકામાં વધુ 850 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જેથી ટ્રાફિકનું નિયંત્રણ અને જાહેર સ્થળોની સલામતીનું મોનિટરીંગ નેત્રમ શાખા દ્વારા સુચારુ રીતે થઈ શકશે. 360 ડિગ્રીમાં ફરતા PTZ 23 કેમેરા કાર્યરત છે શહેરના ચોક્કસ વિસ્તાર કે ત્યાંથી પસાર થતી આખે આખી રેલીનું મોનિટરીંગ કરવા માટે 360 ડિગ્રીમાં ફેરવી શકાતા 23 પીટીઝેડ કેમેરા કાર્યરત છે. જયારે ફિકસ બુલેટ 87 કેમેરા અને આર એલ વીડી એટલે કે રેડ લાઈટ વાયોલેશન ડિટેકશન 15 કેમેરા શહેરમાં થતી હલચલ પર બાજ નજર રાખી રહ્યા છે. ઝિબ્રા ક્રોસિંગ પર ઉભેલા વાહન ચાલકોને આ કેમેરો ડિટેકટ કરે છે આરએલવીડી એટલે કે રેડ લાઈટ વાયોલેશ ડિટેકશન કેમેરા સિગ્નલ પર લાલબત્તી ચાલુ હોય અને વાહન થોભેલા હોય ત્યારે જીબ્રા ક્રોસિંગ (સફેદ પટ્ટા) ઉપર રાહદારીઓ રોડ ક્રોસ કરતા હોય છે. એવા સંજોગોમાં જો કોઈ વાહન જીબ્રા ક્રોસીંગ ઉપર આવીને થોભે તો તેને ડિટેકટ કરે છે. એવા સંજોગોમાં વાહન ચાલકને દંડ ફટકારવામાં આવે છે. સરકારનો આ પ્રોજેકટનો ઉદ્દેશ શું છે? વિશ્વાસ પ્રોજેકટનો ઉદ્દેશ્ય જાહેર સ્થળોની સલામતી, ટ્રાફિક નિયમન અને નિયંત્રણ, ઘટના બાદનું વીડિયો ફોરેન્સિક અને તપાસ તેમજ રોડ સલામતી અને શહેરી ગતિશીલતાનો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા CCTV ખૂબ ઉપયોગી બની રહ્યા છે. સીસીટીવી કેમેરા કયા પ્રકારની કામગીરી કરે છે? નેત્રમ સીસીટીવી સર્વેલન્સમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સોફટવેર છે. જેમાં ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નાઈઝેશન, રેડ લાઈટ વાયોલેશન ડિટેકશન, ચોરાયેલા વાહનો માટેની સચેત પ્રણાલી છે. આ ઉપરાંત ગેરકાયદે પાર્કિંગ, નડતરરૂપ વાહનો-પદાર્થોની ઓળખ, ભીડની ઓળખ, લોકોની ગણતરી, કેમેરા સાથે ચેડાં વગેરે સરળતાથી ઓળખી શકાય છે. શહેરમાં 96 APR કેમેરા લગાવવામાં આવ્યા છે નેત્રમ શાખા દ્વારા એએનપીઆર એટલે કે ઓટોમેટીક નંબરપ્લેટ રિકોગ્નાઈઝેશન માટેના 96 કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાં મોઢેરા ચોકડી 4, રાધનપુર ચોકડી 8, માનવ આશ્રમ ચોકડી 8, માહિતી ભવન 6, બ્રહ્માણી ટેમ્પલ 2 , એનજી હાઈસ્કૂલ 4, ઓમ વોટર પ્લાન્ટ 2 , મસ્તાન પાર્ક 2 , ગોકુલધામ 2 , દેદિયાસણ 4, સંજય નગર પ્રાથમિક શાળા 2 , માઉન્ટ કોર્વેલ સ્કૂલ ર, સોમનાથ રોડ 2, ફતેપુરા સર્કલ 6, સુવિધા સર્કલ 8, પાલાવાસણા 6, બ્રહ્માકુમારી 4, પાંચોટ બાયપાસ 8, નાગલપુર કોલેજ 4નો સમાવેશ થાય છે. નવા 850 કેમેરા આટલા લોકેશન ઉપર લગાવાશે વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ટ્રાફિક નિયંત્રણ અને સલામતી માટે મહેસાણા શહેરના 38 લોકેશન ઉપર 160, કડીના 50 લોકેશન ઉપર 288, ઊંઝાના 20 લોકેશન ઉપર 104, વિસનગરના 34 લોકેશેન ઉપર 199 અને વડનગરના 24 લોકેશનનો ઉપર 99 મળીને કુલ 166 લોકેશન ઉપર નવા 850 કેમેરા લગાવવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણા શહેરમાં વર્ષ-2019-20માં સરકારના વિશ્વાસ પ્રોજેકટ હેઠળ ટ્રાફિક મેનેજમેન્ટ અને સલામતી માટે રાજયભરમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવા માટેની શરૂઆત થઈ હતી. જે અંતર્ગત મહેસાણા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 221 સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવેલા છે.
જેના થકી શહેરના એ અને બી ડિવિઝન અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી 27 જેટલી ગુનાહિત પ્રવૃત્તિના ભેદ ઉકેલવામાં પોલીસ હેડ કવાર્ટર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ એટલે કે નેત્રમ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓને સફળતા મળી હતી.
છેલ્લા નવ મહિનામાં નેત્રમ શાખાની મદદથી આ સીસીટીવી કેમેરા 27 જેટલા ગુના ઉકેલી કાઢવામાં ઉપયોગી થયા હતા. સરકારના વિશ્વાસ પ્રોજેકટના વર્ષ-2023-24ના બીજા તબક્કામાં મહેસાણા, વિસનગર, વડનગર, કડી અને ઊંઝા સહિતના તાલુકામાં વધુ 850 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જેથી ટ્રાફિકનું નિયંત્રણ અને જાહેર સ્થળોની સલામતીનું મોનિટરીંગ નેત્રમ શાખા દ્વારા સુચારુ રીતે થઈ શકશે.
360 ડિગ્રીમાં ફરતા PTZ 23 કેમેરા કાર્યરત છે
શહેરના ચોક્કસ વિસ્તાર કે ત્યાંથી પસાર થતી આખે આખી રેલીનું મોનિટરીંગ કરવા માટે 360 ડિગ્રીમાં ફેરવી શકાતા 23 પીટીઝેડ કેમેરા કાર્યરત છે. જયારે ફિકસ બુલેટ 87 કેમેરા અને આર એલ વીડી એટલે કે રેડ લાઈટ વાયોલેશન ડિટેકશન 15 કેમેરા શહેરમાં થતી હલચલ પર બાજ નજર રાખી રહ્યા છે.
ઝિબ્રા ક્રોસિંગ પર ઉભેલા વાહન ચાલકોને આ કેમેરો ડિટેકટ કરે છે
આરએલવીડી એટલે કે રેડ લાઈટ વાયોલેશ ડિટેકશન કેમેરા સિગ્નલ પર લાલબત્તી ચાલુ હોય અને વાહન થોભેલા હોય ત્યારે જીબ્રા ક્રોસિંગ (સફેદ પટ્ટા) ઉપર રાહદારીઓ રોડ ક્રોસ કરતા હોય છે. એવા સંજોગોમાં જો કોઈ વાહન જીબ્રા ક્રોસીંગ ઉપર આવીને થોભે તો તેને ડિટેકટ કરે છે. એવા સંજોગોમાં વાહન ચાલકને દંડ ફટકારવામાં આવે છે.
સરકારનો આ પ્રોજેકટનો ઉદ્દેશ શું છે?
વિશ્વાસ પ્રોજેકટનો ઉદ્દેશ્ય જાહેર સ્થળોની સલામતી, ટ્રાફિક નિયમન અને નિયંત્રણ, ઘટના બાદનું વીડિયો ફોરેન્સિક અને તપાસ તેમજ રોડ સલામતી અને શહેરી ગતિશીલતાનો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા CCTV ખૂબ ઉપયોગી બની રહ્યા છે.
સીસીટીવી કેમેરા કયા પ્રકારની કામગીરી કરે છે?
નેત્રમ સીસીટીવી સર્વેલન્સમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સોફટવેર છે. જેમાં ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નાઈઝેશન, રેડ લાઈટ વાયોલેશન ડિટેકશન, ચોરાયેલા વાહનો માટેની સચેત પ્રણાલી છે. આ ઉપરાંત ગેરકાયદે પાર્કિંગ, નડતરરૂપ વાહનો-પદાર્થોની ઓળખ, ભીડની ઓળખ, લોકોની ગણતરી, કેમેરા સાથે ચેડાં વગેરે સરળતાથી ઓળખી શકાય છે.
શહેરમાં 96 APR કેમેરા
લગાવવામાં આવ્યા છે નેત્રમ શાખા દ્વારા એએનપીઆર એટલે કે ઓટોમેટીક નંબરપ્લેટ રિકોગ્નાઈઝેશન માટેના 96 કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાં મોઢેરા ચોકડી 4, રાધનપુર ચોકડી 8, માનવ આશ્રમ ચોકડી 8, માહિતી ભવન 6, બ્રહ્માણી ટેમ્પલ 2 , એનજી હાઈસ્કૂલ 4, ઓમ વોટર પ્લાન્ટ 2 , મસ્તાન પાર્ક 2 , ગોકુલધામ 2 , દેદિયાસણ 4, સંજય નગર પ્રાથમિક શાળા 2 , માઉન્ટ કોર્વેલ સ્કૂલ ર, સોમનાથ રોડ 2, ફતેપુરા સર્કલ 6, સુવિધા સર્કલ 8, પાલાવાસણા 6, બ્રહ્માકુમારી 4, પાંચોટ બાયપાસ 8, નાગલપુર કોલેજ 4નો સમાવેશ થાય છે.
નવા 850 કેમેરા આટલા લોકેશન ઉપર લગાવાશે
વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ટ્રાફિક નિયંત્રણ અને સલામતી માટે મહેસાણા શહેરના 38 લોકેશન ઉપર 160, કડીના 50 લોકેશન ઉપર 288, ઊંઝાના 20 લોકેશન ઉપર 104, વિસનગરના 34 લોકેશેન ઉપર 199 અને વડનગરના 24 લોકેશનનો ઉપર 99 મળીને કુલ 166 લોકેશન ઉપર નવા 850 કેમેરા લગાવવામાં આવશે.